Book Title: Agam Deep 30A Gacchachara Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ 75 ગાથા - 128 સ્વાધ્યાય તથા ધ્યાનમાં યુક્ત, અને શિષ્યાદિકનો સંગ્રહ કરવામાં કુશળ, એવી સાધ્વી પ્રવતિની પદને યોગ્ય છે. [12] જે ગચ્છમાં વૃદ્ધા સાધ્વી કોપાયમાન થઈને સાધુની સાથે ઉત્તરપ્રત્યુત્તર વડે મોટેથી પ્રલાપ કરે છે, તેવા ગચ્છથી હે ગૌતમ ! શું પ્રયોજન છે? [૧૩-૧૩૧]હે ગૌતમ! જે ગચ્છની અંદર સાધ્વીઓ કારણે ઉત્પન્ન થાય તો મહત્તરા સાથ્વીની પાછળ ઉભા રહીને મૃદુકોમળ શબ્દોથી બોલે છે તે જ વાસ્તવિક ગચ્છ છે. વળી માતા-પુત્રી-સ્નષા-અથવા ભગીની આદિ વચન ગુપ્તિનો ભંગ જે ગચ્છમાં સાધ્વી ન કરે તેને જ સાચો જાણવો. ૧૩૨-૧૩૩જે સાધ્વી દર્શનાતિચાર લગાડે, ચારિત્રનો નાશ અને મિથ્યાત્વ ઉત્પન્ન કરે. બન્ને વર્ગના વિહારની મયદાનું ઉલ્લંઘન કરે તે સાધ્વી નથી. ધમપદેશ. સિવાયનું વચન સંસારમૂલક હોવાથી તેવી સાધ્વી સંસાર વધારે છે, માટે હે ગૌતમ ! ધર્મોપદેશ મૂકીને બીજું વચન સાધ્વીઓએ ન બોલવું. [૧૩૪]એકેક મહીને એકજ કણથી જે સાધ્વી તપનું પારણું કરતી હોય, તેવી સાધ્વી પણ જે ગૃહસ્થની સાવધ ભાષાથી કલહ કરે, તો તેનું તે સર્વ અનુષ્ઠાન નિરર્થક છે. [૧૩પ-૧૩૭મહાનિશીથકલ્પ અને વ્યવહારભાષ્યમાંથી સાધુ-સાધ્વીઓના માટે આ ગચ્છાચાર પ્રકરણ ઉદ્ધત કરેલ છે. પ્રધાનશ્રતના રહસ્યભૂત એવું આ અતિ ઉત્તમ ગચ્છાચાર પ્રકરણ અસ્વાધ્યાય કાળ વર્જિને સાધુ-સાધ્વીઓએ ભણવું. આ ગચ્છાચાર સાધુ-સાધ્વીઓએ ગુરમુખે વિધિપૂર્વક સાંભળીને અથવા ભણીને આત્મહિત ઈચ્છનારાએ જેમ અહીં કહ્યું છે તેમ કરવું. મુનિ દીપરત્ન સાગરે કરેલ ગુર્જર છાયાપૂર્ણ ગચ્છાચાર પયત્નો ગુર્જરછાયા પૂર્ણ સાતમો પયત્નો-(૧) ગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21