________________ ગાથા - 61 [ ૬૧-૬૨]વળી જે ગચ્છમાં ભયંકર દુષ્કાળ હોય તેવા વખતે પ્રાણ નો ત્યાગ થાય, તો પણ સાધ્વીએ લાવેલો આહાર વગર વિચારે ન ખાય, તેને હે ગૌતમ ! વાસ્તવિક ગચ્છ કહેલ છે. તથા જે ગચ્છમાં સાધ્વીઓની સાથે યુવાન તો શું પણ જેના દાંત પડી ગએલા છે એવા વૃદ્ધ મુનિઓ પણ આલાપ સંલાપ ન કરે, અને સ્ત્રીઓના અંગોપાંગનું ચિન્તવન ન કરે, તે વાસ્તવિક ગચ્છ છે . [ રે અપ્રમાદી મુનિયો ! તમે અગ્નિ અને વિષસમાન સાથ્વીનો સંસર્ગ તજી દ્યો, કારણ કે સાધ્વીને અનુસરનારો સાધુ થોડા જ કાળમાં જરૂર અપકીર્તિ પામે. ૬િ૪-૬૬વદ્ધ, તપસ્વી, બહુશ્રુત, સર્વજનને માન્ય એવા પણ મુનિને - સાધ્વીનો સંસર્ગ લોકની નિંદાનો હેતુ થાય છે, તો પછી જે યુવાન, અલ્પકૃત, થોડો તપ કરનાર એવા મુનિને આર્યાનો સંસર્ગ લોકનિંદાનો હેતુ કેમ ન થાય ? જો કે પોતે દ્રઢ અન્તઃકરણવાળો હોય તોપણ સંસર્ગ વધવાથી અગ્નિસમીપે જેમ ઘી ઓગળી જાય છે, તેમ મુનિનું ચિત્ત સાધ્વી સમીપે વિલીન થાય છે. [૬૭]સર્વ સ્ત્રીવર્ગની અંદર હંમેશાં અપ્રમત્તપણે વિશ્વાસ રહિત વર્તે તો તે બ્રહ્મચર્ય પાળી શકે છે, અન્યથા તેથી વિપરીત વર્તે તો નથી પાળી શકતો. ૬૮-૬૯]સર્વત્ર સર્વ પદાર્થોમાં મમતારહિત મુનિ સ્વાધીન હોય છે, પરન્તુ તે મુનિ જે સાધ્વીના પાસમાં બંધાએલ હોય તો તે પરાધીન થઈ જાય છે. લીંટમાં પડેલ માખીઓ છુટી શકતી નથી, તેમ સાધ્વીને અનુસરનાર સાધુ છૂટો થઈ શકતો નથી. [30]આ જગતમાં અવિધિએ સાધ્વીને અનુસરનાર સાધુને એના સમાન બીજ, કોઈ બંધન નથી, અને સાધ્વીને ઘર્મમાં સ્થાપન કરનાર સાધુને એના સમાન બીજી નિર્જરા નથી. [૭૧ીવચનમાત્રથી પણ ચારિત્રથી ભ્રષ્ટ થએલા બહુલબ્ધિવાળા સાધુને પણ જ્યાં વિધિપૂર્વક ગુરૂથી નિગ્રહ કરાય તેને ગચ્છ કહેવાય છે. 9િર-૭૪] જે ગચ્છમાં રાત્રિએ અશનાદિ લેવામાં. ઔદેશિક- અભ્યાહત આદિનું નામ ગ્રહણ કરવામાં પણ, ભય પામે. તથા ભોજન અનંતર પાત્રાદિ સાફ કરવારૂપ કલ્ય, અને અપાનાદિ ધોવારૂપ ત્રેપ એ ઉભયમાં સાવધાન હોય, વિનયવાન હોય, નિશ્ચળ ચિત્તવાળા હોય, હાંસી- મશ્કરી કરવાથી રહિત, વિકથાથી મુક્ત, વગરવિચાર્યું નહિ કરનારા, અશનાદિ માટે વિચરનારા, અથવા તુ આદિ આઠ પ્રકારની ગોચરભૂમિ માટે વિહરનારા, વિવિધ પ્રકારના અભિગ્રહ તથા દુષ્કર પ્રાયશ્ચિત આચરનારા મુનિઓ જે ગચ્છમાં હોય, તે દેવેન્દ્રોને પણ આશ્ચર્યકારી છે. ગૌતમ ! એવા ગચ્છનેજ ગચ્છ જાણવો. ૭૫]પૃથ્વી, અપુ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ તથા વિવિધ પ્રકારના બેઈન્દ્રિય આદિ ત્રસ જીવોને જ્યાં મરણાંતે પણ મનથી પીડા ન કરાય, હે ગૌતમ ! તેને વાસ્તવિક ગચ્છ જાણવો. ૭૬ખારી અને મુંજની સાવરણીથી જે સાધુ ઉપાશ્રયને પ્રમાર્જે છે, તે સાધુને જીવોપર બીલકુલ દયા નથી, એમ હે ગૌતમ ! તું સારી પેઠે સમજ. [૭૭]ગ્રીષ્મ આદિ કાળમાં તૃષાથી પ્રાણ સોસાઈ જાય અને મરણ પ્રાપ્ત થાય, તો પણ બહારનું સચિત્ત પાણી બિંદુમાત્ર પણ જે ગચ્છમાં મુનિ ન લે, તે ગચ્છ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org