Book Title: Agam Deep 08 Antgadadasao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ 218 અંતગડદસાઓ-૩૮૧૩ મનવાળી અને ચિન્તામગ્ન થઈ ગઈ. તે સમયે કણ વાસુદેવ સ્નાન કરીને યાવતુ બધા પ્રકારના વસ્ત્રાભૂષણોથી વિભૂ ષિત થઈને દેવકી દેવીને પગે લાગવા ઉતાવળથી આવે છે. તે કૃષ્ણ વાસુદેવ દેવકી દેવીને જુએ છે. જોઈને દેવકી દેવીને ચરણ વંદન કરે છે. - હે માતા ! પહેલાં તો આપ મને જોઈને હર્ષિત થતા હતા. પરંતુ હે માતા ! આજે એવું શું કારણ છે કે જેથી આપ ઉદાસીન યાવતુ. ચિંતામગ્ન છો? ત્યારે દેવકી દેવીએ કૃષ્ણ વાસુદેવને કહ્યું હે પુત્ર! મેં એક સરખા યાવત્ નળકુબેર જેવા સાત પુત્રોને જન્મ આપ્યો. પરંતુ મે એક પણ બાળક ના શૈશવનો અને ભવ કર્યો નથી. હે પુત્ર! તુ પણ છ છ મહિના પછી મારી પાસે પાય વંદનને માટે ઉતવા ળથી આવે છે અને જલદીથી ચાલ્યો જાય છે. તેથી હું આર્તધ્યાન કરું છું. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે દેવકી દેવીને આ પ્રમાણે કહ્યું : હે માતા ! આપ ઉદાસીન ન થાઓ. યાવતુ આર્તધ્યાન ન કરો. મારે નાનો સહોદર ભાઈ થાય તેવો હું પ્રયત્ન કરીશ. આ પ્રમાણે કહીને દેવકી દેવીને ઈષ્ટ પ્રવચનોથી આશ્વાસન આપી ત્યાંથી તે ચાલ્યા ગયા અને જ્યાં પૌષધશાળા હતી ત્યાં પહોંચ્યાં.નીજેમ અભયકુમાર અઠ્ઠમ તપ કરે છે. પરંતુ કૃષ્ણ વાસુ દેવના અઠ્ઠમમાં આ વિશેષતા છે. કૃષ્ણ હરિણગમૈષી દેવને લક્ષ કરીને અમ કર્યો. યાવતુ હરિણગમષી દેવ આરાધનાથી પ્રસન્ન થઈને શ્રીકૃષ્ણ પાસે આવ્યો. ત્યારે શ્રીકૃષ્ણ હાથ જોડીને આ પ્રમાણે બોલ્યા દેવાનુપ્રિય ! મારી ઈચ્છા છે કે આપ મને નાનો સહોદર ભાઈ આપો. ત્યારે હરિણગમૈષી દેવે કૃષ્ણવાસુદેવને આ પ્રમાણે કહ્યું-દવાનુપ્રિય! દેવલોકથી ઢવીને તમારો સહોદર નાનો ભાઈ જન્મ લેશે. પરંતુ તે બાલ્યાવસ્થા ઉલ્લંઘીને વાવતુ યુવાવસ્થામાં આવીને વાવતુ દીક્ષિત થઈ જશે. દેવે કૃષ્ણ વાસુદેવને બે વાર ત્રણ વાર આ પ્રમાણે કહ્યું. એમ કહીને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ચાલ્યો ગયો. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવ પૌષધશાળામાંથી બહાર નીકળે છે. ત્યાંથી નીકળી જ્યાં દેવકી દેવી હતા ત્યાં આવે છે. ત્યાં આવીને દેવકી, દેવીના ચરણોમાં વંદન કરીને આ પ્રમાણે કહે છે: “હે માતા ! મારે સહોદર નાનો ભાઈ જન્મશે આમ કહીને દેવકી દેવીને તે ઈષ્ટ વચનો દ્વારા વાવતું આશ્વાસન આપે છે. ત્યાર પછી એકદા માતા દેવકી દેવી પોતાના શયનાગારમાં ઘણી કોમળ અને સુખદ શય્યા પર સૂતા હતા. ત્યારે તેણે સ્વપ્રમાં સિંહને જોયો. સ્વપ્ર જોયા પછી તે ઊઠી ગઈ. તેણે સ્વપ્રનો બધો વૃત્તાન્ત પોતાના પતિદેવને કહ્યો. મહારાજ વસુદેવે સ્વપ્રપાઠકોને બોલાવી તેઓને સ્વપ્રનું ફળ પૂછ્યું. સ્વપ્ર-પાઠકોએ સ્વપ્રનું ફળ એક સુયોગ્ય પુણ્યાત્મા પુત્રની પ્રાપ્તિ થશે એમ બતાવ્યું. માતા દેવકી સ્વપ્રપાઠકો પાસેથી સ્વપ્રનું ફળ સાંભળી ઘણી પ્રસન્ન થઈ. યથાસમયે ગર્ભને ધારણ કરી તે ગર્ભનું યોગ્ય રીતે પાલન કરવા લાગી. ત્યાર પછી નવ માસ પૂર્ણ થવા પર માતા દેવકીએ જાત કુસુમ સમાન, રક્ત બંધુ જીવક સમાન, વીરવછૂટી સમાન, લાખના રંગ જેવા, વિકસીત પારિજાત પુષ્પ જેવા, પ્રાતઃકાલીન સૂર્યની લાલિમા સમાન કાન્તિવાળા, બધાના નેત્રોને આનંદ આપનાર, સુકુમાર અંગોવાળા યાવતું સ્વરૂપવાન, હાથીના તાળવાની જેવા રક્તવર્ણ એવા કોમળ પુત્રને જન્મ આપ્યો. પુત્રનો જન્મસંસ્કાર મેઘકુમારની જેમ જાણવો. નામ સંસ્કાર કરતા સમયે કહેવામાં આવ્યું કે અમારો આ બાળક હાથીના તાળવાની સમાન રક્ત વર્ણવાળો છે તથા કોમળ અંગવાળો છે. તેથી આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42