Book Title: Agam Deep 08 Antgadadasao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ વર્ગ-૩, અધ્યયન-૮ 217 ઉત્પન્ન થયો છે કે મને પોલાસપુર નગરમાં અતિમુક્તકુમારે કહ્યું હતું ઈત્યાદિ યાવતું તું ઘરેથી નીકળી ઘણી ઉતાવળથી મારી પાસે આવી છે. શું આ વાત સત્ય છે? હો ભગવન્ત સત્ય છે.-દેવાનુપ્રિયેાતે કાળે અને તે સમયે ભદિલપુર નામક નગરમાં નાગ નામક શેઠ નિવાસ કરતો હતો. તે સમ્પન્ન હતો. તે નાગ ગાથાપતિને સુલતા. નામની પત્ની હતી. તેને બાલ્યાવસ્થામાં કોઈ નૈમિતિક-કહ્યું હતું કે આ છોકરી નિંદુથશે. ત્યાર પછી તે સુલસા બાલ્યાવસ્થાથી જ હરિણગમૈષી દેવની ભક્તિ કરતી હતી. તેણે હરિણગમૈષી દેવની મૂર્તિ બનાવી. મૂર્તિ બનાવીને હંમેશા સ્નાન કરીને વાવતું પ્રાયશ્ચિત્ત કરીને ભીનું કપડું અને સાડી પહેરીને તેની પૂજા કરતી હતી. પ્રણામ કરતી. ત્યાર પછી જ તે આહાર- વિહાર અથવા બીજી ક્રિયાઓ કરતી હતી. ત્યાર પછી સુલસાની ભક્તિ, અત્યંત સત્કાર તેમજ સેવાથી હરિણગમૈષી દેવ પ્રસન્ન થઈ ગયો. તે હરિણમેષી દેવે સુલસા શેઠાણી પર અનુકંપા આવવાથી સુલસા શેઠા ણીને અને તમને બંનેને સમઋતુવાળા કરે છે. પછી તમે બંનેએ એક જ સમયે ગર્ભ ધારણ કર્યો. એકજ સમયે બાળકોને જન્મ આપ્યા. પણ સુલતા મરેલા બાળકોને જન્મ આપે છે. ત્યારે સુલસા પર દયા લાવીને હરિણગમૈષી દેવે તેના બાળકોને પોતાના બંને હાથોમાં ઉપાડીને તમારી પાસે મૂકી દીધા. તે સમયે તમે પણ કંઈક અધિક નવ માસ પસાર થવા પર સુકુમાર બાળકોને જન્મ આપ્યો. હે દેવાનુપ્રિયે ! તમારા જે પુત્રો હતા તેઓને તમારી પાસેથી બંને હાથોથી ઊંચકી તુલસા શેઠાણી પાસે મૂકી દીધા. માટે હે દેવકી! આ છએ અણગાર ખરેખર તમારા પુત્રો છે, ત્યારે દેવકી અહંત અરિષ્ટનેમિ પાસેતી આ વૃત્તાન્તને સાંભળીને, વિચારીને, ઘણી હર્ષિત થઈ, સંતુષ્ટ થઈ યાવતું તેનું હૃદય ખીલી ઊઠ્યું. પછી તેણે અહત અરિષ્ટ નેમિને વંદન નમસ્કાર કર્યા. છએ સાધુઓને વંદન, નમસ્કાર કરે છે. ત્યાર પછી પ્રગાઢ પુત્રસ્નેહને કારણે તેના સ્તનોમાં દૂધ આવી ગયું. તેની આંખો હર્ષાશ્રુથી છલકાઈ ગઈ. અત્યંત હર્ષના કારણે તેની કંકીના બંધ તૂટી ગયા, હર્ષ અને રોમાં ચથી શરીર ફૂલી જવાથી કંકણ ટૂંકા પડવા લાગ્યા, તેના રૂંવાડા મેઘધારાથી આહત થયેલ કંદપુષ્પની જેમ ખીલી ઊઠ્યા. તે છએ અણગારોને અનિમેષ દ્રષ્ટિથી જુએ છે. જોઈને વંદન, નમસ્કાર કરે છે. જ્યાં અરિષ્ટનેમિ ભગવાન છે ત્યાં આવે છે. પ્રદક્ષિણા કરીને વંદના કરે છે. નમસ્કાર કરે છે. જ્યાં પોતાનું વાસગૃહ હતું, શય્યા હતી ત્યાં આવે છે. આવીને તે શવ્યા પર બેસે છે. ત્યાર પછી દેવકી દેવીની હૃદયમાં આ વિચાર ચિંતન અભિલાષારૂપ મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે-મેં એક સરખા યાવતુ ધનપતિ કુબેરના પુત્ર જેવા સાત પુત્રોને જન્મ આપ્યો છતાં પણ મેં એકના બાલભાવનો અનુભવ ન કર્યો. આ કૃષ્ણ વાસુદેવ પણ છ છ મહિના પછી મને પાયવંદન માટે શીઘ્રતાથી આવે છે. ખરેખર ધન્ય છે તે માતાઓ કે જેના પુત્રો પોતાની કુક્ષિમાં ઉત્પન્ન થયા છે, સ્તનના દૂધના લોભી છે, મધુર, તોતડા અને થોડા વચન બોલનાર છે અને કક્ષા ભાગમાં રમણ કરે છે. જે મુગ્ધ-સરળ છે. જેને માતાને કમળ જેવા કોમળ હાથોથી ઊંચકીને પોતાનાં ખોળામાં બેસાડેલ છે. જે બાળકો માતાઓને મનોહર અને મધુર વચન સંભળાવે છે. પરંતુ હું અધન્ય છું, પુણ્યહીન છું, મેં પૂર્વે કાંઈ પુણ્ય કરેલ નથી કારણકે આવા પુત્ર જન્મના સુખોમાંથી એક પણ સુખ મને મળ્યું નથી, આ પ્રમાણે વિચાર કરીને દેવીક ઉદાસીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42