Book Title: Agam Deep 08 Antgadadasao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ 226 અંતગડ દસાઓ-પ૧/ર૦ - ત્યાર પછી તે પદ્માવતીદેવી ઈશાન ખૂણામાં જાય છે. જઈને પોતાની મેળે જ નાના-મોટા બધા આભૂષણોને ઉતારે છે. ઉતારીને પોતાની મેળે જ પંચમુષ્ટિ લોચ કરે છે. લોચ કરીને જ્યાં અરિહંત અરિષ્ટનેમિ ભગવાન હતા ત્યાં આવે છે. ત્યાં આવીને અરિહંત અરિષ્ટનેમિ ભગવાન વંદન-નમસ્કાર કરે છે, ભંતે ! આ જગતુ જરા અને મરણાદિ દુઃખરૂપ અનિથી બની રહ્યું છે ભાવતુ હું આપની પાસે દીક્ષા અંગીકાર કરવા ઈિચ્છું છું. આપ મને ધર્મનો ઉપદેશ સંભળાવો. ત્યાર પછી ભગવાન અરિહંત અરિષ્ટ નેમિ સ્વયં પદ્માવતી દેવીને દીક્ષિત કરે છે, તે પોતે ભાવથી મુંડિત કરે છે. તેને ભગવાન પોતે યક્ષિણી આયજીને શિષ્યરૂપમાં સોંપે છે. ત્યાર પછી યક્ષિણી સાથ્વી પદ્માવતી દેવીને પોતાના હાથે દીક્ષિત કરે છે. અને સંયમ આરાધનામાં પ્રયત્નશીલ રહેવાની શિક્ષા આપે છે. ત્યાર પછી તે પદ્માવતીદેવી સંયમસાધનામાં યત્નશીલ બને છે. આ પ્રમાણે પઘાતીદેવી આય બની ગયા. ઈસમિતિ, ભાષાસ મિતિ આદિનું પાલન કરીને જિતેન્દ્રિય તેમજ બ્રહ્મચારિણી બની ગઈ. પદ્માવતી સાધ્વીએ યક્ષિણી સાથ્વી પાસે રહી સામાયિક-આચારાંગ આદિ અગિયાર અંગોનું અધ્યયન કર્યું. છઠ્ઠ-અફમા આદિ અનેક પ્રકારના તપથી પોતાના આત્માને ભાવિત કરતી થકી તે વિચારવા લાગી. આ પ્રમાણે પદ્માવતી આ સંપૂર્ણ વીસ વર્ષ સુધી શ્રામ શ્યપર્યાયસંયમ પાળીને એક માસનો સંથારો કરીને આત્માને આરાધિત કરીને સાઠ ભક્તને અનશન વ્રત દ્વારા છેદે છે. તે છેદીને જે ઉદ્દેશથી નગ્નભાવ-ધારણ કરેલ યાવતુ તે ઉદ્દેશને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે. કેવળજ્ઞાનથી બધા પદાર્થોને જાણે છે, સંપૂર્ણ કર્મથી રહિત થાય છે, સકલ કર્મજન્ય સંતાપોથી મુક્ત થાય છે, બધા દુઃખોનો અંત કરે છે. | વર્ગ પ-અધ્યયનઃ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (વર્ગ-૧ અધ્યયન થી 8) 21] તે કાળે અને તે સમયે દ્વારિકાનગરી હતી. ત્યાં રેવતાકપર્વત હતો. નંદનવન ઉદ્યાન હતું. ત્યાં દ્વારિકા નગરીમાં કૃષ્ણ વાસુદેવને ગૌરીદેવી નામની રાણી હતી.એક વાર અહંતુ અરિષ્ટનેમિ ભગવાન દ્વારિકા નગરીમાં પધાયાં. કૃષ્ણ વાસુદેવ તેમના દર્શન કરવા માટે નીકળ્યા. મહારાણી પદ્માવતીની જેમ ગૌરીદેવી પણ ભગવાનના દર્શન કરવા ગઈ. ભગવાને ધર્મકથા સંભળાવી. ધર્મકથા સાંભળી જનતા ચાલી ગઈ. કૃષ્ણ વાસુદેવ પણ ચાલ્યા ગયા. ત્યાર પછી જેવી રીતે પદ્માવતી રાણી દીક્ષિત થયા હતા. તેમ ગૌરીદેવી પણ દીક્ષિત થયા યાવતું સિદ્ધ પદને પ્રાપ્ત કર્યું. ગૌરી દેવીની જેમ ગાંધારીદેવી, લક્ષ્મણાદેવી, જાંબવતીદેવી, સત્યભામાદેવી, રુક્ષ્મણીદેવી આદિ પદ્માવતી સહિત આ આઠેના જીવનચરિત પદ્માવતી દેવીની સમાન છે. | વર્ગઃપ-અધ્યયન-રથી૮નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (વર્ગ-પ-અધ્યયઃ૯-૧૦) [22] તે કાળે અને તે સમયે દ્વારિકા નગરીના રેવતક નામના પર્વત પર નંદનવન નામનું ઉદ્યાન હતું. ત્યાં કૃષ્ણ વાસુદેવ રાજા હતા. દ્વારિકા નગરીના રાજા કૃષ્ણ વાસુ . દેવના પુત્ર, જાંબવતી દેવીના આત્મજ, શાંબ નામના કુમાર હતા. પરિપૂર્ણ પંચેન્દ્રિયથી ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42