Book Title: Agam Deep 08 Antgadadasao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 24
________________ 224 અંતગડદસાઓ-પ૧/૨૦ દેવ કષણને કહ્યું - આ દ્વારિકા નગરી નો વિનાશ સુરા, અગ્નિ અને દ્વૈપાયન ઋષિના કારણે થશે. કૃષ્ણ વાસુદેવ અહત અરિષ્ટનેમિ પાસેથી આ ઉત્તર સાંભળી વિચારમાં પડી ગયા. તેના હૃદયમાં આવો સંકલ્પ ઉત્પન્ન થયો કે-જાલિકુમાર આદિ હશે ધન્ય છે. કારણ કે તેઓ સુવર્ણ આદિ યાવતુ પોતાનાં ધનને છોડી, પોતાનાં ભાઈઓ તેમજ વાચકોને વહેંચી, અરિહંત ભગવાન અરિષ્ટનેમિ પાસે મુંડિત યાવતું દીક્ષિત થયા છે. હું અધન્ય છું, પુણ્યહીન છું અને રાજ્યમાં વાવઅંતઃપુરમાં મનુષ્યજીવન સંબંધી કામ ભોગોમાં આસક્ત છું. હું અરિહંત અરિષ્ટનેમિ ભગવાન પાસે દીક્ષિત થવા માટે સમર્થ નથી. આ પ્રમાણે કૃષ્ણને વિચારમગ્ન જોઈ અરિહંત અરિષ્ટનેમિ ભગવાને કહ્યું - હે કણ તમને હમણાં એ વિચાર આવ્યો છે કે તે જાલિકુમાર આદિ ધન્ય છે, વાવ, જેઓ એ દીક્ષા ગ્રહણ કરી છે અને હું અઘન્ય છું કેમકે હું દીક્ષા ગ્રહણ કરી શક્તો નથી. કૃષ્ણ! આ વાત સાચી છે? કૃષ્ણ-હા. આ વાત સત્ય છે. હે કૃષ્ણ! ભૂતકાળમાં એમ બન્યું નથી. વર્તમાનમાં બનવાનું નથી અને ભવિષ્યમાં બનશે નહિ કે કોઈ વાસુદેવ રાજ્યપાટ છોડીને સાધુ બને. કૃષ્ણ-ભગવનુભૂિત યાવતુ ત્રણેકાળમાં કોઈપણવાસુદેવ કેમ દીક્ષિત ન થઈ શકે ? કૃષ્ણ બધા વાસુદેવોએ નિયાણા કરેલ હોય છે તેથી. ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને કહ્યું - હે ભગવન્! હું અહીંથી મૃત્યુ પામીને-કાળ કરીને ત્યાં જઈશ? ક્યાં ઉત્પન્ન થઈશ? અરિહંત અરષ્ટનેમિ ભગવાન કૃષ્ણ વાસુદેવને કહ્યું-અગ્નિકુમાર દેવરૂપ દ્વૈપાયન ઋષિના ક્રોધરૂપ અગ્નિથી દ્વારકા નગરી ભસ્મ થશે. તેથી માતા- પિતા અને પોતાના સંબંધિઓનો વિયોગ થવા પર રામ બલદેવ ની સાથે, દક્ષિણ. સમુદ્રના કિનારા તરફ યુધિષ્ઠિર વિગેરે પાંડુ રાજાના પાંચ પુત્રો પાસે પાંડુ મથુર તરફ જતાં, કોશામ્બી વૃક્ષોનાં વનમાં મોટા વડલાનાં ઝાડ નીચે, પૃથ્વી શિલા ઉપર, પીળા વસ્ત્રોથી આચ્છાદિત શરીરવાળા તમે જરાકુમાર દ્વારા ધનુષ્યથી તીણ બાણથી ડાબો પગ વિંધાઈ જવાનાં કારણે મૃત્યુનાં સમયે કાળ કરશો અને ભય કર ત્રીજી વાલુકા પ્રભા પૃથ્વીમાં નારકરૂપે ઉત્પન્ન થશો. કણ વાસુદેવ અરિહંત અરિષ્ટનેમિ ભગવાન પાસેથી આ વાત સાંભળી તેના પર વિચાર કરી નિરાશ થઈ ગયા. વાવતું ચિન્તામાં ડૂબી ગયા “અરિહંત અરિષ્ટનેમિએ કહ્યું- હે દેવાનુપ્રિય ! તમે નિરાશ ન થાવો યાવતું આર્તધ્યાન ન કરો. તેમ ભયંકર ત્રીજા નરકથી નીકળી અંતર વગર આ જંબૂદ્વીપમાં આવેલા ભારત વર્ષમાં આવતી ઉતત્સ ર્પિણીકાળમાં, પંડ્ર નામના જનપદના શતદ્વાર નામના નગરમાં બારમાં અમમ નામના તીર્થકર થશો, ઘણા વર્ષો સુધી કેવળી દશામાં રહી તમે સિદ્ધિ પ્રાપ્ત કરશો, જ્ઞાન દ્વારા સમસ્ત પદાથોને જાણશો, સંપૂર્ણ કમાંથી મુક્ત થશો, સમસ્ત કમજન્ય સંતાપોથી મુક્ત થઈ જશો, જન્મમરણજન્ય સમસ્ત દુઃખોનો અંત કરશો. અરિહંત અરિષ્ટનેમિ ભગવાન પાસેથી આ વાત સાંભળી અને હૃદયંગમ કરી કૃષ્ણ વાસુદેવ અત્યંત પ્રસન્ન થયા.તેની ભુજાઓ ફરકવા લાગી.જોરથી અવાજ કરવા લાગ્યા, અવાજ કરીને મલ્લકની જેમ ત્રણવાર પૃથ્વી પર પગ પછાડ્યા-ઉછાળ્યા, સિંહની જેમ ગર્જના કરી, ગર્જના કરીને શ્રીકૃષ્ણ અરિહંત અરિષ્ટનેમિ ભગવાનને વંદના-નમસ્કાર કરે છે. પાછા દ્વારકા આવી ઉત્તમ સિંહા સન ઉપર પૂર્વ દિશા તરફ મુખ રાખીને આસીન થાય છે અને રાજસેવકોને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42