Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Santbal
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ બીજી આવૃત્તિ વિષે થોડુંક પ્રથમ આવૃત્તિનાં પુસ્તકો બહાર પડે કે તુરત જ ૩૭00 ગ્રાહક થઈ ચૂકેલાં અને ઉપરા ઉપરી માંગ ચાલુ રહેવાથી બીજી આવૃત્તિની શીધ્રાતિશીધ્ર આવશ્યકતા ઊભી થઈ છે તે પૂરી પાડવા માટે આ બીજી આવૃત્તિ બહાર પડે છે. આ આવૃત્તિથી સંસ્થાનું સંચાલન વ્યવસ્થિત કરવામાં આવ્યું છે. હવેથી આ સંસ્થાના કાયમ આર્થિક સહાયદાતા તરીકે શ્રી ડુંગરશી ગુલાબચંદ સંઘવી નિયત થયા છે અને આ વર્ષના મંત્રી તરીકે શ્રી લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવીને ચૂંટવામાં આવ્યા છે. શ્રી બુધાભાઈ, શ્રી જૂઠાભાઈ, શ્રી મણિભાઈ અને ઇતર સજજનો પણ સંસ્થાના સભ્યો રૂપે રહી કાર્ય કરવાના છે. જાન્યુઆરી, , ૧૯૩૫ -સંતબાલ ત્રીજી આવૃત્તિ પ્રસંગે પ્રથમ પ્રથમ જ્યારે “ઉત્તરાધ્યયન સૂત્ર બહાર પડ્યું, ત્યારે કલ્પના એવી હતી કે શક્ય તેટલાં ઘણાં જૈન આગમો બહાર પડશે. આ માટે સૌથી પ્રથમ ફુરણા બુધાભાઈ (હાલના મુનિરાજ દયાનંદજી)ને થઈ હતી. ત્યારબાદ તેની “મહાવીર કાર્યાલયની એક કાયમી યોજના પણ ચાલુ થઈ હતી. જે બીજી આવૃત્તિની પછવાડે અપાઈ છે. પરંતુ મુનિશ્રી સૌભાગ્યમુનિજી (હાલ “સંતબાલ' તરીકે પ્રખ્યાત છે, તેઓ)નો સમૌન એકાંતવાસ આવી પડ્યો, ત્યારબાદ તેમના નિવેદન પછી સંપ્રદાયોમાં ઉહાપોહ મચ્યો. ધીમે ધીમે પરિસ્થિતિ એવી થઈ કે થોડા સૂત્રગ્રંથો બહાર પડ્યા પછી લગભગ તે કામ સ્થગિત થઈ ગયું. જોકે ઉત્તરાધ્યયન પછી ‘દશવૈકાલિકઅને ‘સાધક સહચારી' બહાર પડી ચૂકેલાં. “શ્રી આચારાંગ સૂત્ર'નું પૂર્વાર્ધ પણ પ્રગટ થયેલું. ‘ભગવતી સૂત્ર' બે શતક લખાયેલું છે અને આચારાંગ સૂત્રનું ઉત્તરાર્ધ લખાયેલું, તે બંનેય અપ્રકાશિતપણે રહી ગયાં. ત્યારબાદ “સંતબાલ' દ્વારા

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 299