Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
શેઠશ્રી રંગજીભાઈ મોહનલાલની જીવન ઝરમર
શેઠશ્રી રંગજીભાઈ મોહનલાલને ટુંક પરિચય કરાવતાં અમને આનંદ થાય છે. તેઓશ્રી અમદાવાદ પાસે આવેલા ગામ વિસલપુરના વતની છે. તેમના પિતાશ્રી શેઠ મેહનલાલ ઉજમસી વિસલપુરમાં અગ્રગણ્ય વેપારી જીવન ગુજારતા હતા. શેઠ રંગજીભાઈને જન્મ સંવત ૧૯૪૪ની સાલમાં વૈશાખ વદી
ને શુકવારના રોજ વીરમગામમાં થયે હતું. તેમના માતુશ્રી નાનપણમાં ગુજરી જતાં રંગજીભાઇના પિતાશ્રીએ બીજી વારનું લગ્ન કર્યું હતું. અને રંગજીભાઈથી નાના તેમના ઓરમાન ભાઈશ્રી પિપટલાલ મોહનલાલને જન્મ સંવત ૧૯૬૨માં વિસલપુર ગામમાં થયો હતો. તેમના પિતાશ્રીના અમદાવાદના વસવાટ દરમિયાન રંગજીભાઈએ સાધારણ ગુજરાતી સાત ચોપડીને અભ્યાસ પુરે કર્યો હતે. ત્યાર બાદ આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે આગળ અભ્યાસ થઈ શકે નહીં અને તેમને નોકરીમાં જોડાવાની જરૂર પડી તેઓશ્રી પ્રથમ રૂા. ૭)ના માસિક પગારે અમદાવાદમાં નેકરીઓ જોડાયા. પ્રથમથી જ તેઓ સ્વતંત્ર વિચારના હાઈ નેકરી કરી શક્યા નહીં અને સ્વતંત્ર ધંધાની શરૂઆત કરતાં તેઓશ્રીએ અનાજની દલાલી શરૂ કરી. ત્યાર બાદ તેમાં નહીં ફાવતા અને આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેઓશ્રી તેમના કુઆ શેઠ છક્કડલાલ ઉમેદરામના મશીનરીના કારખાનામાં જોડાયા. અહીં આ તેમનું મન સ્થિર થતાં ત્રણ ચાર માસને ખાસ અનુભવ લઈ પિતાને મશીનરીને સ્વતંત્ર ધંધે આર. એમ. શાહની કંપનીના નામથી સને ૧૯૧૪ની સાલમાં શરૂ કર્યો. જે કંપની આજે છેલા ત્રીસ વરસ થયાં સંગીન પાયા ઉપર ચાલી રહી છે.
પિતાને સ્વતંત્ર ધંધો શરૂ કર્યો તે વખતે તેમના કુટુમ્બી જનેને તમામ બે જે તેમના શિરે આવી પડ્યો હતો. તેઓશ્રી ધ્રાંગધરાના રહીશ શાહ અમુલખ ખુસાલ સકવસાવાળાના કુટુંબમાં પરણ્યા હતા. તેમના પત્ની બહેન છબલબહેન સ્વભાવે ઘણું જ માયાળુ હતા. છબલબહેન નાની ઉમરમાં ગુજરી જતાં રંગજીભાઈને બે દીકરા ભાઈ બબલદાસ ત્થા ભાઈ પ્રેમચંદ અને એક દીકરી બહેન કાન્તા તથા તેમના ભાઈ પિપટલાલ અને માતુશ્રી વગેરેને નીભાવવાનું તેમના જ શિરે હતું. મશીનરીના ધંધામાં તેઓએ શરૂઆતમાં એકલા ઘણું સારી મહેનત કરી પેઢીની જમાવટ કરી હતી. ત્યાર બાદ તેમના ભાઈ પિપટલાલ મેટ્રિક સુધીનો અભ્યાસ પૂરો કરી રંગજીભાઈ સાથે દુકાનમાં જોડાયા. ભાઈશ્રી પોપટલાલને ધધે શીખવાને અથાગ પ્રેમ જોઈ રંગજીભાઈએ પિપટલાલને ઘણા આગળ વધાર્યા. અને દુકાનને ઘણે ખરે બોજ ભાઈશ્રી પિપટલાલે પિતાને શિરે લઈ લીધું. ત્યાર બાદ રંગજીભાઈના બે દીકરા ભાઈ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૪