Book Title: Agam 30A Gacchachara Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 27
________________ ગાથા-% થી ૪૪ ૧૯૩ ૧૯૪ ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ કહેલ છે કે – નિર્મન્થ અને નિત્થીઓને પરસ્પર મૂત્ર આપવું કે આચમન કરવું ન કો, પરંતુ અધિવિશ્વવિચિકા આદિ ગાઢ કારણે અને નવરાદિ રોગાનંકરૂપ આગાઢ કારણે કલો. આવા સાધુ જ્યાં હોય તે ગચ્છ કહેવાય. [33] મૃદુક-દ્રવ્ય, ભાવ ભેદથી બે પ્રકારે છે. તેમાં દ્રવ્ય મૃદક અર્કસૂલાદિ છે, ભાવ મૃદુક - સિદ્ધાંતને યથોક્ત કહેનાર છે જિનોકતમાં નિઃશંકાદિ સ્વભાવવાળા, અપવાદાપવાદ આગમ શ્રવણમાં ગુરુ વડે વિધામંત્રાદિ રહસ્ય કહેવા છતાં ગંભીરસ્વભાવી, ગુર વડે તાડિત થવા છતાં ગુરફુલવાસમાં નિશ્ચલચિત. હાસ્યસામાન્યથી હસવું, દ્રવ - બીજાનો ઉપહાસ - X • વિકથામુક્ત, ગુરુ આજ્ઞાના ભંગાદિ અન્યાયને ન કરતાં ગોચર ભૂમિમાં વિચરે અર્થાત્ જ્ઞાનાદિ પ્રયોજનથી ભમે છે અથવા ગોચરભૂમિઅભિગ્રહનો બીજો ભેદ, તેના આઠ ભેદો, તે માટે વિચારે છે. તે અભિગ્રહો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના ભેદે ચાર પ્રકારે છે. (૧) તેમાં લેપકૃત કે લેપકૃત દ્રવ્યને હું લઈશ, અમુકે ભાલા વડે આપેલ હું લઈશ, તે દ્રવ્યાભિગ્રહ, (૨) ફોકાભિગ્રહમાં આઠ ગોચરભૂમિ છે, તેમાં એક દિશામાં અભિગ્રહ લઈ ઉપાશ્રયથી નીકળે ઈત્યાદિ આઠ ભેદ આ પ્રમાણે છે - (૧) ઋજુવી, (૨) ગત્વાપત્યાગતિકા, (3) ગોમૂત્રિકા, (૪) પેટા, (૫) રાપિટા, (૬) પતંગવીથિકા, (૭) અત્યંતરસંબૂક, (૮) બાહ્યગંબૂક. [વ્યાખ્યાપિંડનિર્યુક્તિથી જાણવી.] (3) મારે અમુક સમયે ભિક્ષાર્થે જવું, તે કાલાભિગ્રહ. (૪) ભાવાભિગ્રહ - ગાતા, રોતા ઈત્યાદિ ભાવયુક્ત પુરુષ આપે તો લેવું. [૪] સાધુને વિવિધ અભિગ્રહ - દુકર પ્રાયશ્ચિતને આચરતા જોઈને મનમાં આશ્ચર્ય ઉપજે છે કોને ? દેવેન્દ્રોને પણ, જ્યાં આવા મુનિઓ છે, તે ગચ્છ છે. તેમાં પ્રાયશ્ચિત દશ ભેદે છે – ૧- આહારાદિ ગ્રહણ, ઉચ્ચાર, સ્વાધ્યાયભૂમિ, ચૈત્ય-ગુરુ વંદના, પીઠફલક પાછા આપવાને, કુલ-ગણ-સંધાદિ તર્થેિ, ૧oo હાથથી બહાર જાય તો આલોચના પ્રાયશ્ચિત થાય. તે ગુરુની પાસે પ્રગટ કરતાં શુદ્ધિ થાય. ૨- સમિતિ, ગુપ્તિમાં પ્રમાદમાં, ગુરુ આશાતનામ, વિનય ભંગમાં ઈચ્છાકારાદિ સામાચારી ન કરવામાં, લઘુમૃષાવાદ-અદત્તાદાન-મૂછમાં, અવિધિથી આવાસાદિ કરવામાં, કંદર્પ-હાસ્ય-વિકથા-કપાય-વિષય-અનુષંગાદિમાં પ્રતિક્રમણ પ્રાયશ્ચિત-મિથ્યાદુકૃતથી શુદ્ધ થાય. | 3- સહસા કે અનાભોગથી અથવા સંભ્રમભયાદિથી સર્વ વ્રતાતિસારમાં અને ઉતગુણાતિચારોમાં કે દુશ્ચિતિંતમાં મિશ્ર પ્રાયશ્ચિત્ત, આલોચના અને મિચ્છામિદુક્કડમ્. ૪- પિંડ, ઉપધિ, શય્યાદિ અશુદ્ધ જાણે કે કાળાતિકાંત, ક્ષેત્રાતિકાંત કે સૂર્ય ઉગ્યા પહેલા કે પછી ગ્રહણ કરે આદિમાં વિવેક પ્રાયશ્ચિત્ત, તેમાં ત્યાગ કરવાથી શુદ્ધિ થાય. ૫- નાવ નદી ઉતરણ, સ્વપ્નાદિમાં કાયોત્સર્ગ પ્રાયશ્ચિત્ત. 2િ8/13] ૬- પૃથ્વી આદિના સંઘનમાં તપ પ્રાયશ્ચિત. • વિકૃષ્ટ તપ કરણમાં સમર્થ હોવાથી ગર્વિત થાય • x • કે નિકારણ અપવાદ રુચિ થાય, તેને છેદ પ્રાયશ્ચિત્ત. - x - ૮- આકુટ્ટીથી પંચેન્દ્રિયવધ, દર્પથી મૈથુન, ઓસન્નવિહાર ઈત્યાદિમાં મૂલ પ્રાયશ્ચિત, પુનર્વતારોપણ. - ૪ - ૯- સ્વ પક્ષ કે પરપક્ષમાં નિરપેક્ષ પ્રહાર કરે કે હાથ આદિથી ઘાત કરે આદિમાં અનવસ્થાપ્ય યોગ્ય પ્રાયશ્ચિત - X • (હાલ નથી) ૧૦- તીર્થંકરાદિની ઘણી આશાતના કરે, રાજા ઘાતક, સણીને ભોગવે, સ્વપક્ષમાં કપાય-વિષય-પ્રદષ્ટ, ત્યાનદ્ધિ નિદ્રા પારાંચિક પ્રાયશ્ચિત - આ પ્રાયશ્ચિત આચાર્યને જ અપાય. (હાલ નથી) હવે જીવરક્ષાદિ દ્વારથી ગચ્છ સ્વરૂપ – • ગાથા-૩૫ - પૃedી, અણુ, અગ્નિ, વાયુ, વનસ્પતિ તથા વિવિધ જીવોને મરણાંતે પણ મનથી પીડા ન કરાય, તેને ગચ્છ જાણવો. • વિવેચન-૩પ : પૃરવી, અપ, તેઉ, વાયુને વા શબ્દ તેનો ભેદસૂચક છે, તુ શબ્દ યતના સૂચક છે. વનસ્પતિ અને બસોને મનમાં પણ જ્યાં મરણાંતે પણ પીડા ન પરોંચાડાય તે ગચ્છ. તેમાં પૃથ્વીકાય ત્રણ ભેદે – સચિવ, અચિત, મિશ્ર. આ સચિત પણ વ્યવહારથી અને નિશ્ચયથી બે ભેદે છે - x - x • તથા અકાય પણ ત્રણ ભેદે - ધનોદધિ, ધનવલયકરકાદિ નિશ્ચય સચિત, કુવા આદિનું પણ વ્યવહારથી અચિત. વરસાદાદિનું પાણી મિશ્ર છે. એ રીતે અગ્નિ પણ સચિત્ત, અચિત, મિશ્રના ત્રણ ભેદે છે - X - X • વાયુ પણ એ રીતે સચિતાદિ ત્રણ ભેદે કહેલ છે. * * * * * અનંત વનસ્પતિકાય નિશ્ચયથી સચિત છે, બાકીની વનસ્પતિ વ્યવહારથી સચિત છે. મુઝાયેલ ફળ-કુસુમ-પાંદડા મિશ્ર છે. લોટનો કાળ- ચાળેલો ન હોય તેવો લોટ, શ્રાવણ અને ભાદરવામાં પાંચ દિન મિશ્ર, આસો અને કારતકમાં ચાર દિવસ મિશ્ર, માગસર અને પોપમાં ત્રણ દિવસ, મહા-ફાગણમાં પાંચ પ્રહર, ચૈત્ર-વૈશાખમાં ચાર પ્રહર અને જેઠ-અષાઢમાં ત્રણ પ્રહર મિશ્ર હોય. ચાળવાથી અંતમુહૂર્ત મિશ્ર રહે. બેઈન્દ્રિયો સર્વ જીવપદેશવાળા હોય ત્યારે સચિત અને વિપરીત હોય તે અચિત. બંને ભેગા હોય તે મિશ્ર. * * * * * . • ગાથા-૩૬ : ખજુરીબ અને મુજથી (સાવરણીથી જે ઉપાશ્રયને સાફ કરે છે, તેને જીવોની કોઈ દયા નથી તેમ હે ગૌતમ ! તું સારી રીતે જણ. • વિવેચન-૩૬ :ખપત્રની સાવરણી કે મુંજમય બહુકરીથી જે સાધુ, શીતાદિથી રક્ષણ માટે

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37