Book Title: Agam 27 Bhakta parigna Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 17
________________ ગાથા-૩૪,૩૫ મસ્તક નમાવીને કહે છે – ભગવન્ ! આપની અનુમતિથી હું ભક્તપરિજ્ઞા સ્વીકારું છું. [૩૬ થી ૩૯] આરાધના વડે તેને અને પોતાને કલ્યાણ થાય તેમ દિવ્ય નિમિત્તથી જાણીને આચાર્ય અનશન કરાવે, નહીં તો દોષ લાગે. પછી ગુરુ ઉત્કૃષ્ટા સર્વે દ્રવ્યો તેને દેખાડીને ત્રિવિધ આહારના જાવજીવ પચ્ચક્ખાણ કરાવે, તે જોઈને કાંઠે પહોંરોલા મારે આના વડે શું ? એમ કોઈ ચિંતવે, કોઈ ભોગવીને સંવેગ પામીને ચિંતવે-શું મેં ભોગવીને છાંડ્યુ નથી. પવિત્ર પદાર્થો પરિણામે અશુચિ છે એમ સમજી શુભ ધ્યાન કરે, વિષાદ પામે તેને ચોયણા કરવી. EE [૪૦ થી ૪૨] ઉદરમલની શુદ્ધિ માટે સમાધિપાન તેને સારું હોય તો મધુર પાણી પાવું અને થોડું થોડું વિરેચન કરાવવું. એલચી, તજ, કેસર, તમાલપત્ર, સાકરવાળું દુધ કઢીને ટાઢુ પાડી પાવું, તે સમાધિ પાણી પછી ફોફલાદિથી મધુર ઔષધનું વિરેચન કરાવવું, જેથી ઉદરાગ્નિ શાંત થતાં તે સુખે સમાધિ પામે. [૪૩ થી ૪૬] અનશનકર્તા સાધુ યાવજ્જીવ ત્રિવિધ આહારને વોસિરાવે છે, એમ નિર્યામક આચાર્ય સંઘને નિવેદન કરે. તે સાધુને આરાધના નિમિત્તક બધું નિરૂપસર્ગપણે વર્તે, તે માટે સર્વ સંઘે કાયોત્સર્ગ કરવો. પછી સંઘ સમુદાય મધ્યે ચૈત્યવંદનપૂર્વક તે તપસ્વીને ચતુર્વિધ આહારનું પચ્ચક્ખાણ કરાવે અથવા સમાધિહેતુ ત્રિવિધ આહારને સાગાર પચ્ચખે. ત્યારપછી પાનકને પણ અવસરે વોસિરાવે. [૪૭ થી ૪૯] પછી મસ્તક નમાવી, બે હાથને મસ્તકે મુગટ સમાન કરીને તે વિધિ વડે સંવેગ પમાડતો સર્વ સંઘને ખમાવે. આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, કુલ, ગણ ઉપર મેં જે કંઈ કષાય કર્યા હોય તે સર્વે હું ત્રિવિધે ખમાવું છું. ભગવન્ ! મારા સર્વે અપરાધપદ ખમાવું છું, મને ખમો. હું પણ ગુણસમૂહવાળા સંઘને શુદ્ધ થઈને ખમાવું છું. [૫૦] આ રીતે વંદન, ખામણાં, સ્વનિંદા વડે સો ભવનું ઉપાર્જેલું કર્મ ક્ષણ માત્રમાં મૃગાવતી રાણી માફક ક્ષય કરે છે. [૫૧ થી ૫૫] હવે મહાવતમાં નિશ્ચલ, જિનવચનથી ભાવિત મનવાળા, આહાર પરચકખાણ કરનાર, તીવ્રસંવેગથી સુખી તે, અનશન આરાધનાના લાભથી પોતાને કૃતાર્થ માનનાર, તેને આચાર્યશ્રી પાપરૂપ કાદવને ઓળંગવા લાક્ડી સમાન શિક્ષા આપે છે, જેનું કદાગ્રહરૂપ મૂલ વધેલ છે, તેવા મિથ્યાત્વને મૂળથી ઉખેડી હે વત્સ ! પરમતત્વ સમ્યકત્વને સૂત્રનીતિથી વિચાર. ગુણાનુરાગથી વીતરાગની તીવ્ર ભક્તિ કર. પ્રવચનસારરૂપ પંચનમસ્કારમાં અનુરાગ કર. સુવિહિત સાધુને હિતકર સ્વાધ્યાય વિશે ઉધમવંત થા. નિત્ય પંચ મહાવ્રતનું રક્ષણ કર. [૫૬ થી ૫૯] મોહથી મોટા અને શુભકર્મમાં શલ્યસમ નિયાણ શલ્યનો ત્યાગ કર, મુનિન્દ્ર સમૂહે નિંદેલ ઈન્દ્રિયરૂપી મૃગેન્દ્રોને દમ. નિર્વાણસુખમાં અંતરાયરૂપ, નકાદિમાં ભયંકર પાતકારી અને વિષયતૃષ્ણામાં સદા સહાયક કષાયર્ષિશાચને હણ. કાળ ન પહોંચતા અને હમણાં થોડું શ્રામણ્ય બાકી રહેતા, મોહમહાવૈરીને વિદાવાને ખડ્ગ અને લાડી સમાન હિતશિક્ષાને સાંભળ. સંસારના મૂળબીજરૂપ મિથ્યાત્વને સર્વથા ત્યાગી સમ્યકત્વમાં દૃઢ ચિત થઈ, નમસ્કાર ધ્યાનમાં કુશળ યા. ભક્તપરિજ્ઞાપ્રકીર્ણકસૂત્ર અનુવાદ [૬૦ થી ૬૨] જેમ માણસો પોતાની તૃષ્ણા વડે મૃગતૃષ્ણામાં પાણી માટે, તેમ મિથ્યાત્વમૂઢ મનવાળો કુધર્મથી સુખ માને, તીવ્ર મિથ્યાત્વ જીવોને જે મહાઘોષ કરે, તે દોષ અગ્નિ, વિષ કે કૃષ્ણસર્પ પણ ન કરે. મિથ્યાત્વમોહિતચિત્ત અને સાધુ દ્વેષ રૂપ પાપથી તુરૂમણીના દત્તરાજા માફક અહીં જ તીવ્ર દુઃખ પામે. ૧૦૦ [૬૩] સર્વ દુઃખનો નાશ કરનાર સમ્યક્ત્વ વિશે પ્રમાદ ન કરીશ, કેમકે સમ્યકત્વથી જ્ઞાન, તપ, વીર્ય, ચાત્રિ રહેલ છે. [૬૪] ભાવાનુરાગ, પ્રેમાનુરાગ અને સદ્ગુણાનુરાગરક્ત છો, તેવો જ ધર્માનુરાગરક્ત નિત્ય જિનશાસન વિશે શા. [૬૫ થી ૬૯] દર્શનભ્રષ્ટ તે સર્વભ્રષ્ટ જાણવો, ચાસ્ત્રિભ્રષ્ટ સર્વભ્રષ્ટ થતો નથી. દર્શન પ્રાપ્ત જીવને સંસારમાં પરિભ્રમણ નથી. દર્શનભ્રષ્ટ સર્વભ્રષ્ટ છે, દર્શનભ્રષ્ટને નિર્વાણ નથી, ચાસ્ત્રિ રહિત મુક્તિ પામે છે, દર્શન રહિત પામતો નથી. શુદ્ધ સમ્યકત્વથી અવિરતિ પણ તિર્થંકર નામ કર્મ ઉપાર્જે, જેમ કૃષ્ણ અને શ્રેણિકે ઉપાખ્યુ છે. વિશુદ્ધ સમકિતી કલ્યાણની પરંપરાને પામે છે. કેમકે સમ્યકત્વ રૂપ રત્ન સુઅસુર લોકમાં અમૂલ્ય છે. ત્રણ લોકની પ્રભુતા પછી પણ કાળે કરી જીવ પડે છે, પણ સમકીત પામી અક્ષય સુખ મોક્ષ પામે છે. [૭૦ થી ૭૨] અરિહંત, સિદ્ધ, ચૈત્ય, પ્રવચન, આચાર્ય અને સર્વ સાધુને વિશે ત્રિકરણ શુદ્ધભાવથી તીવ્ર ભક્તિ કર. એકલી જિનભક્તિ દુર્ગતિ નિવારવા સમર્થ છે અને સિદ્ધિ પામતા સુધી દુર્લભ સુખ પરંપરા આપે છે. વિધા પણ ભક્તિવાનને સિદ્ધ થાય છે અને ફળદા હોય છે તો મોક્ષવિધા અભક્તિવંતને કેમ ફળે ? [૭૩ થી ૭૫] તે આરાધનાનાયકની જે માણસ ભક્તિ ન કરે, તે ઘણો ઉધમ કરતો ઉખરભૂમિમાં ડાંગર વાવે છે. આરાધકની ભક્તિ ન કરીને આરાધના ઈચ્છતો બી વિના ધાન્યને અને વાદળા વિના વર્ણન ઈચ્છે છે. રાજગૃહે મણિકારશ્રેષ્ઠીના જીવ દેડકાની માફક ઉત્તમકુળ અને સુખ પ્રાપ્તિ જિનભક્તિથી થાય છે. [૭૬ થી ૮૧] આરાધનાપૂર્વક, અન્ય સ્થાને ચિત ન રોકીને, વિશુદ્ધ લેશ્યાથી સંસારક્ષયકરણ નવકારને ન મૂકતો. મરણકાળે જો અરહંતને એક નમસ્કાર થાય તો સંસારનો નાશ કરવા સમર્થ છે, તેમ જિનવરે કહેલ છે. માઠા કર્યકર્તા મહાવત, જેને ચોર કહી શૂળીએ ચડાવેલ, તે નમોજિણાણું કહેતા શુભધ્યાને કમલપ્રયક્ષ થયો. ભાવ નમસ્કાર રહિત દ્રવ્યલિંગો જીવ અનંતીવાર ગ્રહણ કર્યા અને મૂક્યા. આરાધનારૂપ પતાકા લેવા નમસ્કાર હાયરૂપ છે, તેમજ સદ્ગતિના માર્ગે જવામાં જીવને અપ્રતિહત થ સમાન છે. અજ્ઞાની ગોવાળ પણ નવકાર આરાધી મરીને ચંપામાં શ્રેષ્ઠી પુત્ર સુદર્શન થયો. [૮૨ થી ૮૬] જેમ સુઆરાધિત વિધાથી પુરુષ, પિશાચને વશ કરે, તેમ સુઆરાધિત જ્ઞાન મન પિશાચને વશ કરે. જેમ વિધિથી આરાધેલ મંત્ર વડે કૃષ્ણસર્પ ઉપશમે, તેમ સુઆરાધિત જ્ઞાનથી મનરૂપ કૃષ્ણસર્પ વશ થાય. જેમ માંકડો ક્ષણ માત્ર પણ નિશ્ચલ ન રહી શકે તેમ વિષયો વિના મન ક્ષણમાત્ર મધ્યસ્થ રહી ન શકે. તેથી


Page Navigation
1 ... 15 16 17 18 19 20