Book Title: Agam 20 Upang 09 Kalp Vatansika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
સંયમી જીવનના સહયોગી મારા ગુર્બનો તેમજ નાના સતીજીઓને પણ આ તકે યાદ કરું છું. જેઓએ આ કાર્યમાં મને સુંદર સહકાર આપ્યો છે.
ગુરુપ્રાણ ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ ઉત્સાહથી આ કાર્યને આગળ વધાર્યું છે. શ્રી મુકુંદભાઈ, શ્રી ધીરુભાઈએ પૂર્ણતયા સહકાર આપ્યો છે. ભાઈશ્રી નેહલભાઈએ પ્રિન્ટિગ કાર્ય કર્યું છે. તે બદલ સહુનો આ સમયે આભાર વ્યક્ત કરું છું.
અનુવાદમાં છદ્મસ્થાવસ્થાને કારણે, પ્રમત્તયોગે જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાયું હોય, કોઈ પણ ક્ષતિ રહેલ હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્......
મુમુક્ષુ ભવ્યાત્માઓ આ શ્રુતસાગરમાં ડૂબકી મારીને જ્ઞાન મોતી સહજ ભાવે મેળવી આત્માનંદ અનુભવે એ જ મંગલ ભાવના.....
પૂ. મુક્ત-લીલમ ગુરુણીના પ્રશિષ્યા અને વિદૂષી પૂ. ઉષાબાઈ સ્વામીના શિષ્યાસાધ્વી કિરણ
45