Book Title: Agam 20 Upang 09 Kalp Vatansika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 50
________________ સ્વીટ વિવેચનનો લાભ લઈ જૈનદર્શનના હાર્દને સમજે, તેવી અંતઃસ્કૂરણા મમ ગુરુણીમૈયા પૂ. ઉષાબાઈ મ. ને થઈ. તે ભાવનાને પૂ. ગુસ્વર્યોએ સાકાર સ્વરૂપ આપ્યું. મહતું પુણ્ય યોગે મને શ્રી નિરયાવલિકા સૂત્રનો અનુવાદ કરવાની આજ્ઞા થઈ. ગુર્વાજ્ઞાને સહર્ષ શિરોધાર્ય કરીને કાર્યનો પ્રારંભ કર્યો. શ્રુત અવગાહન કરતાં મને ખરેખર અનેરો આનંદ પ્રાપ્ત થયો છે. આ અનુવાદમાં પૂર્વ પ્રકાશિત આગમોનો આધાર લીધો છે. તેના રચયિતા પૂર્વાચાર્યોને ભાવવંદન કરીને તેઓનો આભાર વ્યક્ત કરું છું. સહુ પ્રથમ મમ સફળતાના સુકાની અનંત ઉપકારી પૂ. તપસ્વી ગુરુદેવને સ્મૃતિ પટ પર લાવી ભાવવંદન કરું છું. અપ્રમત યોગી, નિષ્કામ શ્રુતસેવક એવા પૂ. ત્રિલોકમુનિ. મ. ને કેમ ભૂલાય? જેઓશ્રીએ ખંતથી અને પ્રેમથી પોતાના શાસ્ત્રજ્ઞાનનો અમોને લાભ આપી, આ અનુવાદનું શુદ્ધિકરણ કરી આપેલ છે. તેમની આ શ્રુતસેવાની પ્રતિપળ અનુમોદના કરું છું.. પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રેરણાસ્ત્રોત વહાવતા એવા પૂ. જયંત–ગિરિ–જનક–જગહસુ-ગજ-નમ્ર મુનિ મ. સા. તેમજ અમારા સહુના શિરછત્ર પૂજ્યવરા પૂ. શ્રી મુક્તાબાઈ મ.; આ સહુને ભાવવંદન કરું છું. મારા જ્ઞાનદાત્રી પરમ ઉપકારી એવા વડીલ ગુણીમૈયા પૂ. સાહેબજીની શ્રુતચિ તો અવર્ણનીય છે. જેઓશ્રીએ સદા બાહ્ય જગતથી વિમુખ રહીને, પોતાની સાધનાના અમૂલ્ય સમયનું યોગદાન આપી, સતત પરિશ્રમ ઉઠાવીને, અનુવાદનું અક્ષરશઃ અવલોકન કરીને, લેખનને સરસ ઓપ આપ્યો છે, તેઓશ્રીના ચરણકમલમાં શત્ શત્ વંદન.. મારા સંયમી જીવનના શિલ્પકાર એવા અનંત ઉપકારી ગુણીમૈયા વિદુષી પૂ. ઉષાબાઈ મ. નો ઉપકાર માનવાની શક્તિ મારામાં નથી છતાં પણ તેઓએ મને અનુવાદ કરવાની પ્રેરણા આપી, યોગ્ય માર્ગદર્શન આપ્યું તેઓની હું ખૂબ જ ઋણી છું. સહસંપાદિકા ડો. શ્રી આરતીબાઈ મ.(પી.એચ.ડી.) અને વિદુષી સાધ્વીશ્રી સુબોધિકાબાઈ મ. એ અનુવાદને સરળ બનાવેલ છે. તેમના પુરુષાર્થને ધન્યવાદ. 44

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70