Book Title: Agam 20 Upang 09 Kalp Vatansika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
શ્રી નિરયાવલિકા સૂત્ર
रणो भज्जा कूणियस्स रण्णो चुल्लमाउया काली णामं देवी होत्था वण्णओ । तीसे णं कालीए देवीए पुत्ते काले णामं कुमारे होत्था वण्णओ । तस्स णं कालस्स कुमारस्स पउमावई णामं देवी होत्था, सूमाल पाणिपाया जाव विहरइ ।
કર
ભાવાર્થ :- હે જંબૂ ! તે કાલે અને તે સમયે ચંપા નામની નગરી હતી. તેના ઈશાનખૂણામાં પૂર્ણભદ્ર નામનું ઉદ્યાન હતું. ત્યાં કોણિક નામનો રાજા હતો. તેને પદ્માવતી નામની પટ્ટરાણી હતી. તે ચંપાનગરીમાં શ્રેણિક રાજાની પત્ની કોણિક રાજાની વિમાતા કાલી નામની રાણી હતી. રાજા, રાણી આદિનું વર્ણન પૂર્વવત્ જાણવું. તે કાલીદેવીને કાલકુમાર નામનો સુકુમાલ અંગોપાંગવાળો પુત્ર હતો. તેને પદ્માવતી દેવી નામની પત્ની હતી. જે સુકોમળ હાથ-પગ આદિ આંગોપાંગથી યુક્ત હતી યાવત્ સુખપૂર્વક રહેતી હતી.
વિવેચન :
પ્રથમ વર્ગમાં કાલી રાણી આદિના પુત્ર કાલકુમાર આદિનું વર્ણન છે અને આ વર્ગમાં તે કાલકુમાર આદિ દશ ભાઈઓના દસ પુત્રોનું વર્ણન છે અર્થાત્ કાલકુમાર આદિ પ્રત્યેકના એક—એક પુત્રનું વર્ણન છે. આ દશે પુત્રોના નામ પોતાની માતાના નામના આધારે છે. જેમ કે કાલકુમાર અને તેની પત્ની પદ્માવતીનો પુત્ર 'પદ્મકુમાર' છે. તેમજ ક્રમશઃ મહાપદ્મકુમાર વગેરે દશ નામ જાણવા. આ દશે કુમાર શ્રેણિક રાજા અને કાલી આદિ રાણીના પૌત્ર છે.
પ્રભુ મહાવી૨ના ઉપદેશે સંસારથી વિરક્ત થઈ પદ્મકુમાર આદિ દશે ભાઈઓ દીક્ષિત થયા હતા. તે દશે ભાઈઓ સંયમ આરાધના કરી દેવલોકે ગયા. આ બીજા વર્ગના દશ અધ્યયનોમાં તેઓનું વર્ણન છે. પદ્માવતીનું સ્વપ્નદર્શન :
૪ तए णं सा पउमावई देवी अण्णया कयाइ तंसि तारिसगंसि वासघरंसि अब्भितरओ सचित्तकम्मे जाव सीहं सुमिणे पासित्ताणं पडिबुद्धा । एवं जम्मणं जहा महाबलस्स जाव णामधेज्जं - जम्हा णं अम्हं इमे दारए कालस्स कुमारस्स पुत्ते पउमावईए देवीए अत्तए, तं होउ णं अम्हं इमस्स दारगस्स णामघेज्जं पउमेपउमे । सेसं जहा महाबलस्स । अट्ठट्ठओ दाओ जाव उप्पि पासायवरगए विहरइ । सामी समोसरिए । परिसा णिग्गया । कूणिए णिग्गए । पउमे वि जहा महाबले णिग्गए तहेव । अम्मापिइ आपुच्छणा जाव पव्वइए; अणगारे जाए- इरियासमिए जाव गुत्तबंभयारी ।
ભાવાર્થ :- એક વાર તે પદ્માવતી દેવી પોતાના અતિ ઉત્તમ મનોહર ચિત્રોથી ચિત્રિત દિવાલ– વાળા વાસગૃહમાં સૂતી હતી. તેણીએ સ્વપ્નમાં સિંહને જોયો, જોઈને જાગૃત થઈ. સ્વપ્નફળ, પુત્રજન્મ અને
Loading... Page Navigation 1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70