Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01
Author(s): Shyamacharya, Punyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay

Previous | Next

Page 12
________________ પ્રકાશકીય નિવેદન શ્રીસંઘે ખૂબ ઉમંગપૂર્વક એ પ્રેરણાને વધાવી લીધી, અને પૂજ્ય આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મહારાજના દીક્ષા પર્યાયના ષષ્ટિપૂતિ સમારોહ પ્રસંગે, પજવણસૂત્રના પ્રકાશનમાં સહાયરૂપે, શ્રી મહાવીર જૈન વિદ્યાલયને અર્પણ કરવા માટે રૂ. ૩૩,૦૦૦ જેવો સારો ફાળો એકત્ર કર્યો. આ ફાળાની સવિસ્તર યાદી અમારા આ નિવેદનને અંતે આપવામાં આવી છે. પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજ પ્રત્યે આવી નિબૅજ ભક્તિ અને વિદ્યાલયના આગમ પ્રકાશનના કાર્ય પ્રત્યે આવી મમતા દર્શાવવા બદલ અમે વડોદરા શ્રીસંઘને સવિશેષ આભાર માનીએ છીએ. આ કાર્ય માટે પ્રેરણા આપવા બદલ અમે પૂજ્ય પંન્યાસજી શ્રી રમણીકવિજયજીનો અને પૂજ્ય મુનિ શ્રી ચંદ્રોદયવિજયજીનો અંત:કરણપૂર્વક આભાર માનીએ છીએ. અને આ માટે જહેમત ઉઠાવનાર તેમ જ ફાળો આપનાર વડોદરા શ્રીસંઘના અગ્રણીઓ તેમજ નાનાં-મોટાં સૌ કાર્યકરો અને ભાઈઓ-બહેનો પ્રત્યે અમારી કૃતજ્ઞતાની લાગણી દર્શાવીએ છીએ. અંતમાં ભલે કંઈક ધીમી ગતિએ પણ વિદ્યાલયે હાથ ધરેલ આગમ પ્રકાશનનું કાર્ય આ રીતે ક્રમે ક્રમે આગળ વધી રહ્યું છે, તેનો અમને સવિશેષ આનંદ છે. અમે તો એ ધન્ય દિવસ જેવાના મનોરથો સેવીએ છીએ કે જ્યારે આ ગ્રંથમાળાનો અંતિમ ગ્રંથ પ્રકાશિત થાય, અને આ આખી યોજના, આપણી ધારણા મુજબ, સાંગોપાંગ પરિપૂર્ણ થાય. એ માટે પરમાત્મા આપણને સૌને અને સમસ્ત શ્રીસંઘને બુદ્ધિ, શક્તિ અને ભાવનાની રત્નત્રયીનું પ્રદાન કરે એવી અંતરની પ્રાર્થના સાથે અમે આ નિવેદન પૂરું કરીએ છીએ. શત થાય, અને આ શ્રીસંઘને બુદ્ધિશકિગોપાંગ પરિપૂર્ણ થાય. ગોવાલિયા ટેક રોડ મુંબઈ ૨૬ માહ વદિ ૭, રવિવાર તા. ૯-૨-૧૯૬૮ લિ. સેવકો ચંદુલાલ વર્ધમાન શાહ જયંતિલાલ રતનચંદ શાહ બાલચંદ ગાંડાલાલ દોશી માનદ મંત્રીઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 506