Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
પિતાશ્રીના સ્વર્ગવાસથી કૌટુમ્બિક જવાબદારી સવિશેષ પ્રમાણમાં આવી પડી. તે ચકતા ચકતા સ્વખળે અને આપ સુઝથી તેમજ પિતાશ્રીએ જે ધંધાકિય શિક્ષણ સાંપ્યું હતુ તેના આધારે હિ ંમતભેર અને નિષ્ઠાપૂર્વક ઝવેરાતના ધંધામાં ગતિ–પ્રગતિ કરતા રહ્યા, એટલુંજ નહિ સાથે બીજા ઉદ્યોગે ધંધા સ્થાપવાના પણ સપ્રમાણ રસ લીધે, અને પરિશ્રમ ઉઠાવ્યા. આના અનુક્રમે ૧૯૫૩ માં યુરોપ પ્રવાસ કર્યો તેના ફળસ્વરૂપ યુરોપની કેટલીક કંપનીઓ સાથે એજન્સી વિગેરે ધંધાદારી સંબંધ સ્થાપ્યા, આ ગાળા દરમ્યાન એમની મનેભૂમિમાં કેટલીક આંતરરાષ્ટ્રિય યોજનાએ પણ આકાર લઈ રહી હતી. ત્યાર ખાદ ૧૯૫૫-૫૬ માં ભારત જુનીયર ચેમ્બરના સંસ્થાપક અને અગ્રણી સભ્ય તરિકે આંતરરાષ્ટ્રિય જુનિયર ચેમ્બરની વિશ્વ પરિષદ માં તેમને નિમ ંત્રણ મળ્યું. આ અધિવેશન એડિનબરા (સ્કેટલેન્ડ) માં ચેાજવામાં આવ્યું હતું.. અત્રેની જુનિયર ચેમ્બરનું પ્રતિનિધિત્વ ઉત્તમ કક્ષાએ પાર પાડી તેને માટે વિશ્વ સસ્થા તરફથી ચાર્ટર (Charter) પણ હાંસલ. કરી આવ્યા.
પરિષદના અધિવેશનનું કાર્ય પૂરૂ થયા ખાદ તેમાંથી પરવારીને એમણે ફરી યુરોપના પ્રવાસ કર્યા. નાખેલ પારિતાષિકના વિજેતા સ્થાપક આલફેડ નેબેલે સ્થાપેલી વિશ્વવિખ્યાત કંપની ડાયનેમીટ નાખેલ (Dynamit Nobel) ની એજન્સી દક્ષિણ ભારત માટે પ્રાપ્ત કરી સાથે બીજી અનેક એજન્સીએ ખાસ કરીને દેશના ઔદ્યોગિક વિકાસને અનુલક્ષીને મેળવી પાછા આવ્યા.
આ પ્રકારના બાહ્યજીવનની કે વ્યાવહારિક જીવનની પ્રવૃત્તિએ વિશાળ પટ પર પથરાયેલી હેાવા છતાં એમના આંતર-જીવનની સસ્કાર વાટિકા તા જ્ઞનાદ્વારની પ્રબળ ભાવનાથી મહેકી રહી હતી. જૈનધર્મ, જૈનદર્શન, પક્ષાપક્ષ રહિત સર્વાંગી અને સમગ્રષ્ટિવાળી ધાર્મિક વિચારણા તેમના આંતરમનથી કઢિ વિખુટી નહાતી પડી. સ'પ્રદાયના વાદ કે મતમતાંતરમાં પડયા વિના ધર્માંને આચરણમાં મૂકવામાંજ તેમના ભાવ વધારે રહ્યો હતો. શ્રી શ્વેતાંબર સ્થાકવાસી જૈન સસ્થાઓની ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેઓ હ ંમેશા સક્રિય હતા. પાલનપુર આયંબીલ શાળાના આજીવનદ્રષ્ટી તરીકે જિન શાસનના સુયોગ્ય પગલે ચાલ્યા હતા. ૧૯૪૯ માં ભરાયેલ અખિલ ભારતીય શ્વેતાંબર સ્થાનક વાસી જૈન કોન્ફરન્સ માં સંપૂર્ણ રીતે અને ધ રસમાં એકાકાર થઈ ગયા હતા. એ તેમની આધ્યાત્મિક વિકાસ દૃષ્ટિના દ્યોતક પ્રસંગ કહી શકાય. એમની માંદગી વખતે પણ ધાર્મિક ચર્ચા અને નવકાર મંત્રમાંજ એમનું રટન હતું. સામાજિક ક્ષેત્રે જોતાં રસિકભાઇને શિક્ષણ-કેળવણીની ખામતમાં વધુ રસ હતા. મદ્રાસની કેટલીક નામાંકિત અને પ્રથમ પંક્તિની સંસ્થાએ ગણાય છે તેમાં શ્રી શ્વેતાંબર સ્થાનકવાસી જૈન એજ્યુકેશનલ સાસાયટીનું પણ સ્થાન
જીવાભિગમસૂત્ર