Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 915
________________ શ્રી રસિકલાલ મણીલાલ મહેતાની જીવન-ઝરમર મદ્રાસના અગ્રગણ્ય નાગરિક, વિશાળ એવી પ્રજ્ઞા–મેધાથી મંડિત વ્યાપાર ઉદ્યોગપતિ શ્રી રસિકલાલ મણીલાલ મહેતાનું વ્યક્તિત્વ અનેકવિધ ક્ષેત્રમાં સબળતાને વર્યું હતું, અને એટલે જ કદાચ એમની પાસે સ્વાનુભવના અને ધયના પ્રસંગોની તે ખાણ હતી. ઉત્તર ગુજરાત-બનાસકાંઠા ધાનેરામાં ૧૯૨૧ ના ૧૫મી નવેમ્બર દિવાળીના દિવસના પૂર્વાર્ટ્સમાં તેમને જન્મ થયો હતો. પિતાનું નામ મણભાઈ માતાનું નામ પારૂબેન. પિતાશ્રી મણીભાઈ હીરાના વેપારમાં હતા. તેમના બંધુ ચંદુભાઈની સાથે મણીલાલ ચંદુલાલ એન્ડ કુ.” ની સ્થાપના કરી હતી. તેમાંથી છૂટા થયા બાદ હાલની જાણીતી “મણીલાલ એન્ડ સન્સ કુ. ની તેમણે સ્વતંત્ર સ્થાપના કરી હતી. શ્રી રસિકભાઈએ પ્રાથમિક શિક્ષણ મદ્રાસમાંજ મેળવ્યું હતું. ૧૯૩૮ માં મેટ્રીકયુલેશન પાસ કર્યા બાદ વ્યાપારમાં જોડાયા હતા. ઉમદા ખ્વાહિશે સાથે વેપારમાં પ્રવેશ કર્યો ત્યારે શી ખબર કે બીજે જ વર્ષે માતાના અવસાન રૂપ વિટંબણા કુટુંબ ઉપર આવી પડશે ! ૩૮ વર્ષની વયે પારૂબેનનું અવસાન થયું ત્યારે રસિકભાઈની ઉમ્મર ફક્ત ૧૮ વર્ષની હતી. ૧૮ વર્ષના યુવાનની કર્તવ્ય, સહનશક્તિ અને ધીરજની કસોટી કરવા પર કુદરતે મીટ માંડી હોય તેમ પિતાશ્રીની તબિયત પણ લથડતી ચાલતી હતી. તેમની સેવા, સંભાળ સારવારની જવાબદારી પણ રસિકભાઈની ઉપર આવી પડી એમણે આ જવાબદારીને હિંમત પૂર્વક ઉઠાવી લીધી એટલું જ નહિ, તે સાથે વ્યાપારી જ્ઞાનાનુભવની પ્રપ્તિમાં કચાશ રહેવા ન પામે તે પણ એમણે લક્ષમાં રાખ્યું. લગ્ન ઈ. સ. ૧૯૪૦ માં ધર્મપત્નીનું નામ જ્યાબેન રસિકભાઈનું દામ્પત્ય જીવન ખૂબજ સુખી હતું. પતિ પત્ની બન્ને એકમેકના પૂરક થયા. એવું સંતોષી અને આનંદી જીવન ગુજાર્યું. યુદ્ધ સમયે, મદ્રાસ ખાલી થવાના સંજોગો ઉપસ્થિત થયા એ વેળાએ કેટલેક સમય પાલનપુરમાં ગાળ્યું. એ વખતે મદ્રાસ, કારાકુડી વિ. દક્ષિણ ભારતના સ્થળોએ એમની ધંધાકીય પ્રવૃત્તિ અંગે આવાગમન તો ચાલુ જ રહેલું. ૧૯૪૫માં તેમના જયેષ્ઠ પુત્ર શૈલેશના જન્મ પાલનપુરમાં થયો. આ અરસામાં યુદ્ધ પૂરું થતાં મદ્રાસનું રહેઠાણ પુનઃ ચાલુ કર્યું. પિતાશ્રીની માંદગી પણ વધુ જોર પકડતી ચાલી. ૧૯૪૭ માં પપ વર્ષની વયે તેઓ અવસાન પામ્યા. એ વખતે ભાઈશ્રી રસિકભાઈની ઉમ્મર ૨૬ વર્ષની અને નાના ભાઈ રજનીકાંતની ઉમ્મર ૨૩ વર્ષની હતી. જીવાભિગમસૂત્ર

Loading...

Page Navigation
1 ... 913 914 915 916 917 918