Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
સ્વ. શ્રીયુત્ જીવરાજ ભાઈના જીવનમાં ડોકીયું કરતાં જણાય છે કે તેઓનું સમગ્ર જીવન જૈન ધર્મના સુપ્રસિદ્ધ ધર્મગ્રંથના અધ્યયન વાંચન મનન અને તેના રહસ્યનું ગ્રહણ કરવામાં જ રચ્યું પચ્યું રહેતું હતું. તેમણે પિત ના આ દુર્લભ જીવન અને નશ્વર શરીરને ધર્માચરણ તથા સ્થાનકવાસી જૈન ધર્મોપાસક સાધુ સાધ્વીજીઓની નિઃસ્વાર્થ સેવામાં જ સમર્પિત કર્યું હતું. આશરે દસેકવર્ષથી એમણે અમદાવાદને જ પિતાનું નિવાસસ્થાન બનાવ્યું હતું. જીવનમાં છેલી વખતે જ એમને હદયરોગની મોટી બીમારી લાગુ પડી હતી. તે બીમારીને લીધે તેની મહાવેદના હોવા છતાં સમાધિ પૂર્વક ત્રણમાસ પર્યન્ત તેને સામને કરીને સં. ૨૦૧૭ના ધર્મમય એવા ચાતુર્માસના ભાદરવા વદ ૭ સાતમ સને ૧૯૬૦ના અકબરની પહેલી તારીખે સ્વસ્થ થયા. - આ રીતે તેમને પ્રાદુર્ભાવ જન્મ અને તિરોભાવ-મરણ બને ચાતુર્માસના ધર્મમય વાતાવરણમાં જ થયેલ છે.
તેઓ બાલ્યકાળથી જ ધર્મારાધનમાં પ્રવૃત્ત થયા હતા. અને તેથી ધર્મારાધનમાં તેઓ એક અઠંગ ગીની જેમ મરણની છેલ્લી ઘડી પર્યન્ત જરા પણ ડગ્યા વિના અવિચળ રહ્યા હતા. એમનું ધર્માચરણ એટલું બધું શુદ્ધ, દઢ અને નિયમિત હતું કે–જીવનના છેલ્લા દિવસે પણ એમણે સામયિક અને પ્રતિક્રમણ છેડયું નહીં આ તેમના જીવનની ઉર્ધ્વ ગામિતાનો પ્રત્યક્ષ પુરાવે છે. એમનું અંતઃકરણ એટલું બધું શુદ્ધ, પવિત્ર અને અધ્યાત્મમય હતું કેએમને પોતાના અંતકાળની જાણ અગાઉથી થઈ ગઈ હતી. એટલે એમના સુપુત્રને આ માહિતી. સવારથી જ તેમણે આપી દીધી હતી. અને પોતે સ્વસ્થતા જાણવી રાખીને નવકાર મંત્રનું ઉચ્ચારણ પણ સંપૂર્ણ સભાન અવસ્થામાં કર્યું હતું. અને આ રીતે આ ધર્મપરાયણ જીવે | ભૌતિક દેહનો ત્યાગ કર્યો હતો.
આજીવન ધર્મોપાસક તરીકે પંકાયેલ તથા અનેક પાઠ વ્રત નિયમ જ્ઞાન ધ્યાન તપ અને પચખાણેથી જીવનને ઉર્ધ્વગામી બનાવનાર યશસ્વી પુણ્યશાળી શ્રી જીવરાજ ભાઈ પ્રત્યે ધ્રાંગધ્રાના સ્થાન જૈન મોટા સંઘને પહેલેથી જ ખૂબ માન શ્રદ્ધા અને પૂજ્યભાવ હતાં જ તેથી એ સંચિત લાગણી વ્યક્ત કરવા ખાતર સંઘે તેઓ શ્રીનું ઘણું જ સન્માન અને ગૌરવ કર્યું હતું.
તેઓ પોતાના ધર્મકર્મ અને પવિત્ર આચરણને જગતમાં પ્રવર્તાવવા ખાતર જ પિતાની પાછળ એક ધર્મમાં ઉદાર એવું વિશાળ કુટુંબ મૂકતા. ગયા છે. જેઓને સામાન્ય પરિચય નીચે મુજબ છે.
એમના ધર્મ માગને આગળ ધપાવનાર એમના સુપુત્ર શ્રીરમણ લાલ ભાઈ જીવરાજ શાહ પિતાના પિતાના બધા જ ગુણોથી અલંકૃત હોઈ તેમનામાં રહેલી અત્યંત તીવ્ર ધર્મભાવનાને લીધે તેઓ સમાજમાં ખૂબ પ્રતિષ્ઠિત છે. તેઓ ઉત્તમ, દક્ષ, બુદ્ધિ પરાયણ અને દયાળુ છે. તેઓ જ્ઞાન દયાના સૂમ વિચારને વરેલા છે. તથા સ્વભાવના ખૂબ જ દયાળુ અને મળતાવડા છે. તેઓ ખૂબ જ ઉદાર હૃદયના છે. એમના ઉન્નત સંસ્કારથી એમનું સમગ્ર કુટુંબ પણ ધર્માનુરાગી જ હોય તેમાં કહેવા માગું જ ન હોય.
જીવાભિગમસૂત્રા