________________
原
C蛋蛋蛋蛋蛋蛋蛋蛋
સરળ ગુજરાતી ભાવાર્થ
આગમ - ૭
ધર્મકથાનુયોગ પ્રધાન ઉપાસક દશાંગ સૂત્ર - ૭
અન્ય નામ :- ઉવાસગદસા
શ્રુતસ્કંધ
અધ્યયન
ઉદ્દેશક
પદ
ઉપલબ્ધ પાઠ
ગદ્યસૂત્ર
પદ્યસૂત્ર
-૧૦
૧૦
૭૧,૫૨,૦૦૦
श्री आगमगुणमंजूषा २५
-૮૧૨શ્લોક પ્રમાણ
૨૩૨
XXX
(૧) અધ્યયન : આનંદ
આ અધ્યયનના એક ઉદ્દેશક માં ચંપાનગરી, પૂર્ણભદ્રચૈત્ય, આર્ય સુધર્મા સ્વામી ગણધર ભગવાન, તથા જંબૂસ્વામી, દસ અધ્યયનોના નામ પછી વાણિજ્ય ગામના દુતિપલાસ ચૈત્યમાં ભગવાન મહાવીરના સમવસરણમાં આનંદ શ્રાવકનું દેશના સાંભળવા જવું, ૧૨ વ્રતો લેવા, તે વ્રતોનું વિસ્તૃત વર્ણન, આનંદ શ્રાવને અવધિજ્ઞાન, ગણધર ગૌતમ સ્વામીની જિજ્ઞાસા, ભગવાન મહાવીર દ્વારા સમાધાન, ગૌતમ સ્વામીની ક્ષમાયાચના, અગિયાર ઉપાસક પ્રતિમાની આરાધના, આનંદશ્રાવકનું દેવલોક ગમન અનેત્યાંથી ચ્યવન પામીને મહાવિદેહમાં જન્મ અને અંતે નિર્વાણ એમ વર્ણન કરવામાં આવ્યું છે. (૨) અધ્યયન : કામદેવ
આ અધ્યયનના એક ઉદ્દેશકમાં ચંપાનગરી, પૂર્ણભદ્ર ચૈત્ય અને જિતરાત્રુ રાજાના વર્ણન પછી ભગવાન મહાવીરના સમવસરણ પછી કામદેવના વ્રતગ્રહણનું અને તે આરાધન દરમિયાન મિથ્યાદષ્ટિ દેવ દ્વારા પિશાચરૂપે, હસ્તિરૂપે અને સર્પરૂપે પરીક્ષા પછી કામદેવની પ્રશંસા અને ક્ષમાપ્રાર્થના વગેરે વર્ણન પછી ગૌતમસ્વામીની કામદેવ વિષે જિજ્ઞાસાનું ભગવાન મહાવીર દ્વારા સમાધાનનું વર્ણન છે.
(૩) અધ્યયન : ચુલિની પિતા
આ અધ્યયનના એક ઉદ્દેરામાં વારાણસી નગરી, કોઇક ચૈત્ય, જિતરાત્રુ રાજાના વર્ણન પછી ભગવાન મહાવીરના સમવસરણ પછી ચુલિની પિતાનું દ્વાદાવ્રત ગ્રહણ અને
555 5 5 5 OR