Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03
Author(s): Bechardas Doshi, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શેઠશ્રી અમીચં છ
નાલાલજી
Jain Education International
માધુ
શ્રીમતી કુંવઆઈ અમીચંદજી પનાલાલ
શેઠશ્રી અમીચંદ પનાલાલે બંધાવેલ
દેરાસરનો ઇતિહાસ
વાલકેશ્વરજિનાલયના મૂલનાયક ભગવાન શ્રી આદીશ્વરજી દાદાની મૂર્તિની આશ્ચર્યજનક ઘટના
શેઠાણી શ્રી કુંવરબાઈને જિનમંદિર બંધાવવાની ભાવના પ્રગટી
વિ॰ સં૦ ૧૯૫૯ના અરસાની આ વાત, ત્યારે વાલકેશ્વરમાં જૈનોનાં ગણતરીનાં ધરો, અન્ય સમાજની વસ્તી પણ ઓછી. એ વખતે વાલકેશ્વરમાં ખાણુ શેઢશ્રી અમીચંદજી પનાલાલજી કુટુંબ પરિવાર સાથે રહેતા હતા. તેમનાં ધર્મપત્નીનું નામ શ્રીમતી કુંવરઅેન. શેઠશ્રી મૂલવતની તો ગુજરાત પાટણના પણ વરસોથી મુંબઈ વાલકેશ્વરમાં આવીને વસેલા, ઝવેરાતનો એમનો ધંધો. શેઠશ્રીનાં ધર્મપત્ની કુંવરબાઈ ખૂબ જ ધર્મભાવનાવાળાં બહેન હતાં એટલે એમને એક વાતનો હંમેશ રંજ રહ્યા કરતો કે આત્મકલ્યાણુમાં પરમાણંખન જેવા જિનેશ્વરદેવની મૂર્તિનાં દર્શનનો મને—સહુને લાભ ન મળે તો એક મોટા દુર્ભાગ્યની જ ખાખત ગણાય એટલે એક જિનમંદિર અહીં બંધાવાય તો કેવું સારું ! એવો પુણ્ય વિચાર એક શુભ પળે પ્રગટ્યો. એ વિચાર એમના પતિ શેઠશ્રી અમીચંદજી આગળ વ્યક્ત કર્યો. શેઠશ્રી અમીચંદજી અત્યંત ધર્મશ્રદ્ધાળુ સુશ્રાવક હતા. શેઠશ્રીએ શેઠાણીની ઉત્તમ ભાવનાને વધાવી લીધી અને શાસનદેવ આપણી ભાવનાને સફળ કરે એવા ઉદ્ગારો કાઢ્યા.
For Private & Personal Use Only
www.jainelibrary.org