Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03
Author(s): Bechardas Doshi, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રસ્તાવના
દર્શન તત્વજ્ઞાન અને જૈન આગમગ્રંથોના ઊંડા અભ્યાસી સુખ્યાત વિદ્વદર શ્રી દલસુખભાઈ માલવણિયા (શ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના ભૂતપૂર્વ નિયામક અને વર્તમાનમાં સલાહકાર) એ જયારે માગ્યો ત્યારે મને સંપૂર્ણ સહકાર આપ્યો છે. શ્રી લા ૬૦ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના નિયામક વિદ્યાપુરૂષ ડોશ્રી નગીનદાસભાઈ જીવણલાલ શાહે મારી આ ગુજરાતી પ્રસ્તાવનાનું અંગ્રેજી ભાષાંતર કરી આપ્યું છે. આજ ૭૨ વર્ષની વયે પણ જૈન સાહિત્યને લગતા કાર્યોમાં અને જૈન સામાજિક પ્રવૃત્તિઓમાં જેઓ સદેવ સક્રિય શ્રમ કરી રહ્યા છે તે મારા આશુતોષ મુરબ્બી નેહી શ્રી રતિલાલભાઈ દીપચંદ દેસાઈએ, મારી આ પ્રસ્તાવના જોઈ તપાસીને યોગ્ય સૂચનપૂર્વક સુધારા જણાવ્યા છે. આ ત્રણેય વિદ્વાનો પ્રત્યે ધન્યવાદપૂર્વક ઉપકારવશતાની લાગણી દર્શાવું છું.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના માનદ મંત્રીમહોદયો–શ્રી જયંતિલાલ રતનચંદ શાહ, શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારી, શ્રી જગજીવન પોપટલાલ શાહ-જ્ઞાનભક્તિથી પ્રેરાઈને આગમપ્રકાશનના અતિ ઉપયોગી અને ઉપકારક કાર્યને પુષ્ટસુપુષ્ટ કરી રહ્યા છે તે બદલ તેમના પવિત્ર કાર્યની અનુમોદના. પૂર્વક તેઓ પ્રત્યે હાર્દિક ધન્યવાદ જણાવું છું.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ડિરેક્ટર શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરાએ વિદ્યાલયનાં સમગ્ર કાર્યોની પ્રવૃત્તિ ઉપરાંત આગમપ્રકાશન કાર્યને પણ પોતાનું જ કાર્ય માનીને મને, પ્રસ્તુત સંપાદનના મુદ્રણને લગતા સમગ્ર કાર્યમાં એક સ્વજનની ભાવનાથી નિવિલબ સહાય કરી છે, તે બદલ અંતઃકરણથી તેમનો આભાર માનું છું.
મુંબઈના સુખ્યાત મૌજ પ્રિન્ટિંગ બ્યુરોના મુખ્ય સંચાલક શ્રી પ્રભાકરભાઈ ભાગવત અને અન્ય કાર્યકર ભાઈઓએ પ્રસ્તુત ગ્રંથના મુદ્રણકાર્યમાં મને સંપૂર્ણ સહકાર આપ્યો છે તે બદલ તેઓ સૌ મારા માટે ચિરસ્મરણીય બની રહ્યા છે
પોષ સુદ ૧, રવિવાર, તા. ર૭-૧૨-૮૧ ૧૧, કરણ સોસાયટી, નવાવાડજ પાસે અમદાવાદ ૧૩.
વિદ્વજનવિનય અમૃતલાલ મોહનલાલ ભોજક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org