Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03
Author(s): Bechardas Doshi, Amrutlal Bhojak
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રસ્તાવના
૫. પ્રત્યેક ધાતુના પ્રારંભમાં * આવું ચિહ્ન આપ્યું છે અને તેની નીચે આવેલા ધાતુરૂપોના આગળ–આવું ચિહ્ન મૂક્યું છે.
૬. સર્વનામનો મૂલ શબ્દ નોંધીને તેની નીચે–આવું ચિહ્ન આપીને તેનાં વિભક્તિરૂપો નોંધ્યાં છે.
છે. અપેક્ષિત શબ્દ જેવા માટે તે તે પ્રાકૃત શબ્દના વૈકલ્પિક વણે વિચારીને આ પરિશિષ્ટના શબ્દો જેવાની ભલામણ કરું છું.
ત્રીજા પરિશિષ્ટમાં સમગ્ર ભગવતીસૂત્રમાં આવેલાં વિશેષનામો, તેના પરિચય અને સ્થલનિર્દેશ સાથે, આપ્યાં છે. (પૃ. ૧૫૪૭-૫૭). આમાં અધોલોક અને ઊર્ધ્વલોક સંબંધી સમગ્ર વિશેષનામો નોંધ્યાં નથી, જેવાં કે રામા, કોસ્મ વગેરે. આવાં નામો જાણવા માટે બીજું પરિશિષ્ટ જેવું.
ચોથા પરિશિષ્ટમાં વિવાદ્યgorત્તિત્ત ભાગ ૧ (શતક ૧ થી ૯) ની સમગ્ર વાચનાને જેસલમેરના ભંડારની પ્રાચીન તાડપત્રીય પ્રતિસાથે મેળવતાં જે વિશિષ્ટ પાઠો મળ્યા છે, તે આપ્યા છે. આમાંના જે ઘણું પાઠો મૂલવાચનાના શુદ્ધ પાઠરૂપે છે તેની આગળ આવું ચિહ્ન મૂકયું છે. (પૃ. ૧૫૫૮-૭૧) આમાં ૧૫૭૦મા પૃષ્ઠના પ્રથમ વિભાગની બીજી પંક્તિના પ્રારંભમાં “૨૬૦ છે તેના બદલે “જદ્દ સુધારવું.
પાંચમા પરિશિષ્ટમાં, ઉપર જણાવેલી જેસલમેરની પ્રતિને જે પાઠો વિવાદgoરિત્યુત્ત ભાગ ૧ ના ટિપ્પણે સાથે મળતા છે, તેનાં સ્થાન દર્શાવ્યાં છે. આ સ્થાનોમાં જે મૂલવાચનાની શુદ્ધિરૂપે છે તેના આગળ પણ આવું ચિહ્ન આપ્યું છે. (૫૦ ૧૫૭૨-૭૩)
છઠ્ઠા પરિશિષ્ટમાં, વિયાપurત્તિસુરં ભાગ ૧ અને ભાગ ૨ માં આપેલા શુદ્ધિપત્રક ઉપરાંત, મારા અનવધાનથી રહી ગયેલી અશુદ્ધિઓના શુદ્ધપાઠ આપ્યા છે. (પૃ૦ ૧૫૭૪-૭૫).
અંતમાં પ્રસ્તુત વિચાહપત્તિમુત્તના ત્રીજા ભાગનું શુદ્ધિપત્રક આપ્યું છે (પૃ. ૧૫૭૬-૭૭)
વાચકો અને નકલ કરનાર–કરાવનારને મારી નમ્ર વિનંતિ છે કે, તેઓ આ ગ્રંથ વાચતાં કે નકલ કરતાં પહેલાં ઉપર જણાવેલા ચોથા, પાંચમા અને છઠ્ઠા પરિશિષ્ટના તેમ જ ત્રણે ભાગના અંતમાં આપેલ દ્ધિપત્રમાં જણાવેલા શુદ્ધપાઠો પ્રમાણે મૂલવાચન સુધારવા પૂરી કાળજી રાખે. ઋણસ્વીકાર
પૂજ્યપાદ આગમપ્રભાકર શ્રત-શીલવારિધિ મુનિભગવંત શ્રી પુણ્યવિજયજી મહારાજ સાહેબના પરમોપકારથી મને, ૬૭ વર્ષની વયના કારણે, મર્યાદિત ગતિથી પણ, આગમપ્રકાશન કાર્યમાં યત-કિચિન સહકાર આપવાનું સૌભાગ્ય સાંપડ્યું છે. તેને મારી અહોભાગ્યતા માનું છું અને પૂજ્યપાદ આગમપ્રભાકરજીના ઉપકારનું સ્મરણ કરીને તેમના ચરણારવિંદમાં સવિનય વંદનાવલી
પૂજ્યપાદ આગમપ્રભાકરજીના દેહાવસાન પછી સમગ્ર આગમપ્રકાશન કાર્યને અવિરત ચાલુ રાખીને આજ જેઓ અથક પરિશ્રમપૂર્વક ક્રમે ક્રમે આગમગ્રંથોનું સંપાદન કરી રહ્યા છે, તથા પ્રત્યક્ષ મળવાના પ્રત્યેક પ્રસંગે મને જેમના અનુગ્રહથી આગમસાહિત્ય સંબંધી મહત્વની હકીકતોની જાણકારી મળતી જ રહી છે, તે પૂજ્યપાદ જ્ઞાનયોગી મુનિ શ્રી અંબૂ વિજયજી મહારાજ સાહેબને સવિનય વંદનાવલી કરીને તેમનો ઉપકાર માનું છું. અને તેમને ભગીરથ અને ગંભીર કાર્યોમાં સર્વપ્રકારે અનુકૂળતા કરી આપવા શાસનદેવને પ્રાર્થના કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org