Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
દ્રવ્યલિંગ-વઘત્વવિચાર
अथ यद्धर्मावच्छेदेनोत्कर्षवत्त्वज्ञान तद्धर्मावच्छेदेनैव तदनुमितिरिति चेत् ? तथापि स्वदुक्तरीत्या पार्श्वस्थत्वाद्यवच्छेदेनापि साध्वमेदाध्यारोपादिसामग्र्योत्कर्षवत्त्वज्ञानात्तदवच्छेदानुमत्या कथं न प्रमादोपबृहणम् । अत एवोक्तયવાળા વાંદણાદિ સૂત્રો બેલત હોવાથી જાતને પણ મૃષાવાદી જાહેર કરે છે. તેમજ "વિશિષ્ટભક્તિથી બેલાએલી અને રૂપકાલંકારાદિ ગર્ભિત તાદશસ્તુતિ વગેરેની પ્રાજિકા એવી સ્થાપના યાચનાદિ ભેદવાળી સત્ય કે અસત્ય-અમૃષા એવી વ્યવહાર ભાષા કલ્યાણની જ હેતુભૂત બને છે. સ્થાપ્ય–સ્થાપનાનો તેમજ ઉપમેય–ઉપમાનનો ભેદ અમુક અંશે તિરહિત થાય અને અમુક અંશે અભેદ પ્રતીત થાય એવી તરતમતા ભાષાવિશેષથી જ થાય છે. આ તારતમ્યને અનુસરીને જ ભક્તિનું તારતમ્ય થતું પણ દેખાય છે. તેથી તેવું તારતમ્ય જેમ વધે એ રીતની સત્ય કે વ્યવહાર ભાષા પણ કલ્યાણ કરનારી બને જ છે. આવું ભેદતિરોધાનનું તારતમ્ય હોવાને કારણે જ 'સારે પાલક્ષણ અને સાથેઅવસાના લક્ષણાથી થતા વાકય પ્રવેગ લાક્ષણિક હોવા છતાં બનને વાકયપ્રયોગોમાં સ્પષ્ટ વિશેષતા હોય છે.
[પાસત્યાદિના લિંગમાં કઇ ગુણનું અનુસંધાન શક્ય નથી]
આમ અભેદાધ્યવસાયથી ગુણવત્તાની પ્રતીતિ થઈ જતી હોવાથી ભાવલિંગને દ્રવ્યલિંગમાં અભેદાધ્યવસાય કરવાથી દ્રવ્યલિંગમાં પણ અતિશયિતત્વની પ્રતીતિ થાય છે. વળી લિંગ, લિંગી વિના રહેનારું ન હોવાથી લિંગી પણ ત્યાં અવશ્ય હાજર હોય જ છે તેથી દ્રવ્યલિંગમાં થતી અતિશયિતત્વની પ્રતીતિથી તદ્વાન એવા પાસસ્થાદિમાં અતિશયિતત્વનું પ્રતિસંધાન થાય છે અને તેથી લિંગને નમસ્કારાદિ કરવામાં લિંગની પણ અનુમોદના થઈ જ જાય છે. આ જ અભિપ્રાયથી કહ્યું છે કે–“નમસ્કર્તા પ્રતિમાને જેઈને જે ગુણેને મનમાં લાવે છે તે જ્ઞાનાદિ ગુણે શ્રી જિનેશ્વરમાં અવશ્ય છે જ. તેથી આકૃતિથી તુલ્ય અને સાવદ્યકર્મ રહિત એવી પ્રતિમામાં જિનગુણસંકલ્પ પુણ્યફળક બને છે પરંતુ પાસસ્થાદિમાં તે દોષનું પ્રતિસંધાન છે અને ગુણે તે છે નહિ તે પછી તેના લિંગમાં ક્યા ગુણોને મનમાં લાવીને નમસ્કાર કરે ?
પૂર્વપક્ષ ઃ જે ધર્મને આગળ કરીને ઉત્કર્ષનું જ્ઞાન થાય તે જ ધર્મને આગળ કરીને તેની અનુમોદના થતી હોવાથી એ અનુમોદના પરમાર્થથી તે ધર્મની જ અનુંમાનામાં પર્યાવસિત થાય છે. તેથી પાસત્યાદિને પણ એના લિંગને આગળ કરીને ૧. જેમાં આરોપ્યમાન (ઉપમાન) અને આરોપ વિષય (ઉપમેય) એ બનને શબ્દથી કથિત હોય છે
તેવી લક્ષણો સારો પા કહેવાય છે. જ્યાં ઉપમાનને જ શબ્દથી ઉલેખ હેય, ઉપમેયને તો તેમાં જ અંતર્ભાવ કરવાની વિવક્ષા લેવાથી પૃથશબ્દથી ઉલ્લેખ ન હોય તે સાધ્યવસાના લક્ષણું કહેવાય છે. ૨૧