Book Title: Acharya Atmaramji Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ અ. [૫ શકે તેટલાં જૈન જૈનેતર દાનાનાં અનેક વિષયોનાં સંખ્યાબંધ પુસ્તકા વાંચી કાઢ્યાં. જે વખતે જૈન પરંપરામાં ઐતિહાસિક દૃષ્ટિ આવી ન હતી અને જૈન પુસ્તકા ઉપરાંત શિલાલેખા, તામ્રપત્રો, ભૂગોળ, ભૂસ્તર આદિ વિદ્યાઓને પણ બહુશ્રુતપણામાં સ્થાન છે એ કલ્પના જ જાગી ન હતી તે વખતે મળેલાં બધાં સાધના જાણી અતિહાસિક દૃષ્ટિએ જૈનદનની પ્રાચી. નતા અને મહત્તા સ્થાપિત કરવાના પ્રયત્ન એમણે જ પહેલવહેલાં કર્યો હતો. એમનું આશ્રય પમાડે એવું વિશાળ વાચન, અદ્ભુત સ્મરણશક્તિ અને ઉત્તર આપવાની સચેટતા એમના સ્મરણીય પુસ્તકમાં પદે પદે દેખાય છે. એ જ બુદ્ધિયોગે તેમને વિશિષ્ટ દરજ્જે આપ્યા છે. (૨) ક્રાંતિકારિતા તેમનામાં અહિંયોગ ઉપરાંત એક બીજું તત્ત્વ હતું, કે જે તત્ત્વે એમને મહત્તા અપ` છે, તે તત્ત્વપરીક્ષક શક્તિનું અગર તે ક્રાંતિકારિતાનું. ઘણાં વર્ષ અપાર પૂજાના ભાર નીચે એક સંપ્રદાયમાં બદ્ધ થયા પછી તેને કાંચીની પેઠે ફેંકી દેવાનું સાહસ એ તેમની ક્રાંતિકારિણી શક્તિ સૂચવે છે. એમના આત્મામાં કાઈ એવી સત્યશોધક શક્તિ હૈાવી જોઈ એ કે જેણે તેમને રૂઢિના ચીલા ઉપર સંતુષ્ટ રહેવા ન દીધા. એમનું જીવન ખીજા ત્રીસેક વર્ષ લખાયું હોત તો તેમની ક્ષત્રિયાચિત ક્રાંતિકારિણી પ્રકૃતિએ તેમને કઈ ભૂમિકાએ પહેોંચાડ્યા હોત એની કલ્પના કરવી એ કઠણ છે. પણ એટલું તા એમના તરવરતા જીવનમાંથી ચોખ્ખું દેખાય છે કે તે એકવાર પોતાને જે સાચું લાગે તેને કહેવા અને આચરવામાં કાઈ માટા ખાનખાનાની પરવા કરે કે પ્રતિષ્ઠાથી લલચાઈ જાય તેવા ન હતા. (૩) વારસામાં ઉમેરા જૈનશ્રુતનો જે વારસો મળ્યો તે જ વારસો સભાળી બેસી રહ્યા હોત અને હુશ્રુત કહેવાયા હોત તે પણ તેમનું આ સ્થાન ન હોત. એમણે દેશકાળની વિદ્યાસમૃદ્ધિ જોઈ, નવા સાધનો જોયાં અને ભાવિની જોખમદારી જોઈ, અને આત્મા તનમની ઊઠયો. તે સાથે જ તે માટે જેટલું પાતાથી થઈ શકે તે કરવા મડયા. એમણે વેદ વાંચ્યા, ઉપનિષદો જોયા, સ્ત્રોતસૂત્રો સ્મૃતિ અને પુરાણાનું પારાયણ કર્યું. નવું ઉદ્ભવતું સામયિક સાહિત્ય જોયું. મૃત અને જીવતી બધી જૈન શાખાનું સાહિત્ય, તેમને ઇતિહાસ અને તેમની પરપરાએ જાણી, અને ત્યારબાદ પોતાને જે કહેવું હતું તે કહ્યું. એમના કથનમાં શાસ્ત્રના પ્રચંડ સંગ્રહ છે. વ્યવસ્થાની પ્રતિભા છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4