Book Title: Acharya Atmaramji
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249284/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી આત્મારામજી [૧૨] આજે જે હું કહેવા ઈચ્છું છું તેની જવાબદારી બીજા કોઈ ઉપર નથી. શ્રદ્ધેય આચાર્યશ્રી વિષે બેલવાને માટે અધિકાર જે કાંઈ હોય તે તે ફક્ત એટલે જ છે કે લગભગ ૨૫૦ વર્ષથી બંધ પડ્યા જેવા કૃત અભ્યાસને જે વિશાળમાર્ગ ન્યાયાંનિધિ શ્રી આત્મારામજી મહારાજે શરૂ કર્યો અને જેમાં સમયને છાજે એવું તે જ મૂક્યું તે માર્ગને હું સાધારણ પથિક છું. મહારાજશ્રીના જીવન વિષે ફક્ત બે બાબત ઉપર મુખ્ય દષ્ટિ અત્યારે મેં રાખી છે. ૧. જેને ઈતિહાસમાં મહારાજને દરજજો અને તેના કારણો. ૨. તેમની જગ્યા કેણ લઈ શકે ? ૧. મહારાજને દરજજો અને તેનાં કારણે ૨૫૦૦ વર્ષના જૈન ઇતિહાસમાં તાંબર-દિગંબર બન્ને સંપ્રદાયે કેટલીક વિભૂતિઓ એવી જન્માવી છે કે ઈતિહાસને લેખક અને અભ્યાસીનું ધ્યાન તેની તરફ ગયા વિના રહે જ નહિ. એવી વિભૂતિઓમાં કેટલીક વિરલ વિભૂતિઓ છેલ્લા હજાર વર્ષમાં શ્વેતાંબર સંપ્રદાયે અપી છે તેમાં મહારાજશ્રીનું સ્થાન આવે છે. વાચક થશેવિજય પછી તે બસે વર્ષે અશ્વતપણાનું સ્થાન મહારાજજીએ જ વાસ્તવિક રીતે સંભાળી લીધું છે. તેથી છેલ્લા અઢી વર્ષના ઈતિહાસમાં તે શ્વેતાંબર કે દિગંબર બને પંથમાં એક મહાન વિભૂતિ તરીકે મહારાજજી જ નજરે આવે છે. તેમને આ દરજો પ્રાપ્ત થયાનાં ખાસ વિશેષ કારણો છે, તેની ટૂંકમાં નેધ લઈએ. ૧) શ્રદ્ધા અને બુદ્ધિ મહારાજજીમાં ગમે તેટલી અડગ શ્રદ્ધા હોત અને ગમે તેટલે શાસન અનુરાગ હોત છતાં જે તેમણે બુદ્ધિદ્વાર ખુલ્લું ન મૂકયું હોત અને મેળવી શકાય તેટલા સમગ્ર જ્ઞાનને મેળવવા અખંડ પુરુષાર્થ કર્યો ન હોત તો તેઓ આચાર્ય પરંપરામાં માત્ર નામના જ દાખલ થયા હતા. તેમણે પોતાની બુદ્ધિને શાસ્ત્રવ્યાયામની કસોટીએ જિંદગીભર કસી. અને જે વખતે છાપેલાં પુસ્તકે બહુ જ ઓછાં હતાં તે વખતે અત્યારના જમાના માણસ ન કુપી Page #2 -------------------------------------------------------------------------- ________________ અ. [૫ શકે તેટલાં જૈન જૈનેતર દાનાનાં અનેક વિષયોનાં સંખ્યાબંધ પુસ્તકા વાંચી કાઢ્યાં. જે વખતે જૈન પરંપરામાં ઐતિહાસિક દૃષ્ટિ આવી ન હતી અને જૈન પુસ્તકા ઉપરાંત શિલાલેખા, તામ્રપત્રો, ભૂગોળ, ભૂસ્તર આદિ વિદ્યાઓને પણ બહુશ્રુતપણામાં સ્થાન છે એ કલ્પના જ જાગી ન હતી તે વખતે મળેલાં બધાં સાધના જાણી અતિહાસિક દૃષ્ટિએ જૈનદનની પ્રાચી. નતા અને મહત્તા સ્થાપિત કરવાના પ્રયત્ન એમણે જ પહેલવહેલાં કર્યો હતો. એમનું આશ્રય પમાડે એવું વિશાળ વાચન, અદ્ભુત સ્મરણશક્તિ અને ઉત્તર આપવાની સચેટતા એમના સ્મરણીય પુસ્તકમાં પદે પદે દેખાય છે. એ જ બુદ્ધિયોગે તેમને વિશિષ્ટ દરજ્જે આપ્યા છે. (૨) ક્રાંતિકારિતા તેમનામાં અહિંયોગ ઉપરાંત એક બીજું તત્ત્વ હતું, કે જે તત્ત્વે એમને મહત્તા અપ` છે, તે તત્ત્વપરીક્ષક શક્તિનું અગર તે ક્રાંતિકારિતાનું. ઘણાં વર્ષ અપાર પૂજાના ભાર નીચે એક સંપ્રદાયમાં બદ્ધ થયા પછી તેને કાંચીની પેઠે ફેંકી દેવાનું સાહસ એ તેમની ક્રાંતિકારિણી શક્તિ સૂચવે છે. એમના આત્મામાં કાઈ એવી સત્યશોધક શક્તિ હૈાવી જોઈ એ કે જેણે તેમને રૂઢિના ચીલા ઉપર સંતુષ્ટ રહેવા ન દીધા. એમનું જીવન ખીજા ત્રીસેક વર્ષ લખાયું હોત તો તેમની ક્ષત્રિયાચિત ક્રાંતિકારિણી પ્રકૃતિએ તેમને કઈ ભૂમિકાએ પહેોંચાડ્યા હોત એની કલ્પના કરવી એ કઠણ છે. પણ એટલું તા એમના તરવરતા જીવનમાંથી ચોખ્ખું દેખાય છે કે તે એકવાર પોતાને જે સાચું લાગે તેને કહેવા અને આચરવામાં કાઈ માટા ખાનખાનાની પરવા કરે કે પ્રતિષ્ઠાથી લલચાઈ જાય તેવા ન હતા. (૩) વારસામાં ઉમેરા જૈનશ્રુતનો જે વારસો મળ્યો તે જ વારસો સભાળી બેસી રહ્યા હોત અને હુશ્રુત કહેવાયા હોત તે પણ તેમનું આ સ્થાન ન હોત. એમણે દેશકાળની વિદ્યાસમૃદ્ધિ જોઈ, નવા સાધનો જોયાં અને ભાવિની જોખમદારી જોઈ, અને આત્મા તનમની ઊઠયો. તે સાથે જ તે માટે જેટલું પાતાથી થઈ શકે તે કરવા મડયા. એમણે વેદ વાંચ્યા, ઉપનિષદો જોયા, સ્ત્રોતસૂત્રો સ્મૃતિ અને પુરાણાનું પારાયણ કર્યું. નવું ઉદ્ભવતું સામયિક સાહિત્ય જોયું. મૃત અને જીવતી બધી જૈન શાખાનું સાહિત્ય, તેમને ઇતિહાસ અને તેમની પરપરાએ જાણી, અને ત્યારબાદ પોતાને જે કહેવું હતું તે કહ્યું. એમના કથનમાં શાસ્ત્રના પ્રચંડ સંગ્રહ છે. વ્યવસ્થાની પ્રતિભા છે Page #3 -------------------------------------------------------------------------- ________________ ૯૬] અને અભ્યાસની જાગૃતિ છે. એમણે મળેલ વારસામાં હવે પછી આચાય પદે આવનાર વ્યક્તિને સૂચવી શાસનની ખરી સેવા દત્તક લીધેલ ગ્રંથાથી અગર ખરીદેલ પીએથી નહિ થાય. દર્શન અને ચિંતન આટલો ઉમેશ કરી આપ્યું કે જૈન (ર) એમની જગ્યા કાછુ લઈ શકે? એ પ્રશ્નના ઉત્તર એ જ આજની સમસ્યાના ઉકેલ છે. જેનામાં સ્વતંત્ર બુદ્ધિ વિનાની શ્રદ્ધા એટલે આજકાલ ચાલતી વ્યાખ્યા પ્રમાણે આસ્તિકતા માત્ર હશે અને ચિકિત્સા કરવાની, દેશકાળ પ્રમાણે પૂરવણી કરવાની, નવાં મળે પચાવવાની અને કિંમતી જૂનાં ખળે સાચવવાની, એક પણ બાધક અધન સ્વીકાર્યાં સિવાય–સંકુચિતતા રાખ્યા સિવાય બધી વિદ્યાઓને અપનાવવાની અને બદલાતા સંયોગા પ્રમાણે નવા નવા ચેાગ્ય ઇલાજો લેવાની નાસ્તિકતા જેનામાં નહિ હોય તે જો આચાર્ય પદે આવશે તો પણ ભાવિ ધર્મ સમાજ ઘટનામાં તેનું સ્થાન કશું જ નહિ હોય. મહારાજશ્રીને પદે આવનારમાં લાયમાન અને યાકાખી જેવી વિદ્યાનિકા તથા ચિકિત્સાશક્તિ જોઈશે. આ આનંદશંકર ધ્રુવ ડૉ. શીલ જેવા તાત્ત્વિક અને તટસ્થ વિશાળ અભ્યાસ જોઈશે, કવિ ટાગારની કલ્પનાશક્તિ જોઈશે અને ગાંધીજીની નિર્ભયતા તેમ જ નિખાલસતા જોઈશે. આટલા ગુણા ઉપરાંત એમનું સ્થાન લેવા ઈચ્છનાર અને જૈન સમાજને વિત રહેવામાં ફાળે આપવા ઇચ્છનાર વ્યક્તિમાં પંચને નહિ પણ અંદરને ત્યાગ જોઈશે. એનામાં ક્રાઈરેટની સેવાભાવનાની તપસ્યા અને એનીબિસેટના ‘ આગળ વધે ’ને ઉત્સાહ જોઈશે. પાતાની પરિસ્થિતિમાં રહી નવા નવા માર્ગો ચાજવાની અને તે દ્વારા જ્ઞાન અને ત્યાગની સમૃદ્ધિ વધારવાની શક્તિ જોઈ શે. જયંતીની પુષ્પાંજલિ માત્ર ગુણાનુવાદમાં પૂરી થાય છે પણ તેથી જે જે કૃત્રિમતા-અવાસ્તવિકતાના કચરા એકઠા થવાના સંભન્ન ઊભો થાય છે તે લાભના પ્રમાણમાં બહુ જ મોટા છે. તેથી કાઈ પણ પૂજ્ય વ્યક્તિની જયંતી વખતે ગુણાનુવાદમાં ભાગ લેનાર ઉપર યથાર્થતા સામે દૃષ્ટિ રાખવાની ભારે જવાબદારી ઊભી થાય છે. એ વાત ધ્યાનમાં રાખી મારે કહેવું જોઈએ કે મહારાજશ્રીએ બહુશ્રુતપણાની ગંગા શરૂ કરી છે તે નવી પરિસ્થિતિ જોતાં માત્ર ગંગાત્રી છે અને સંપ્રદાયની ભૂમિકા ઉપર ઊભા રહી તેમણે જે સ શેાધનત્તિ તેમ જ ઐતિહાસિકવૃત્તિ દાખવી છે તે ભાવી સંશોધકો અને ઐતિહાસિકાને ઇતિહાસને મહેલ બાંધવા માટે પાયામાં મૂકાતા એક Page #4 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી આત્મારામજી પથ્થરની ગરજ પૂરી પાડે છે. સંશોધને, અતિહાસિક ગષણાઓ અને વિઘાઓ ક્યાં પૂરી થાય છે તે કોઈ ન જ કહી શકે, તેથી તે દિશામાં સમગ્ર પુરુષાર્થે દાખવી પગલું ભરનારને નાનકડે છે ફાળ પણ બહુ જ કિંમતી ગણા જોઈએ. આ દષ્ટિએ “અજ્ઞાન તિમિર ભાસ્કર” ઉપર વિશેષ કામ કરવા ઈચ્છનાર પ્રૌઢ સંશોધક અને અતિહાસિકને પુષ્કળ અવકાશ છે. [ સંવત ૧૯૮૫ના છ સુદ 8 શુક્રવારે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં શ્રી વિજયવલ્લભસૂરિના અધ્યક્ષપણું નીચે ઉજવાયેલી શ્રી આત્મારામજીની જયંતી પ્રસંગે આપેલ વ્યાખ્યાન