Book Title: Acharya Atmaramji Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ આચાર્ય શ્રી આત્મારામજી [૧૨] આજે જે હું કહેવા ઈચ્છું છું તેની જવાબદારી બીજા કોઈ ઉપર નથી. શ્રદ્ધેય આચાર્યશ્રી વિષે બેલવાને માટે અધિકાર જે કાંઈ હોય તે તે ફક્ત એટલે જ છે કે લગભગ ૨૫૦ વર્ષથી બંધ પડ્યા જેવા કૃત અભ્યાસને જે વિશાળમાર્ગ ન્યાયાંનિધિ શ્રી આત્મારામજી મહારાજે શરૂ કર્યો અને જેમાં સમયને છાજે એવું તે જ મૂક્યું તે માર્ગને હું સાધારણ પથિક છું. મહારાજશ્રીના જીવન વિષે ફક્ત બે બાબત ઉપર મુખ્ય દષ્ટિ અત્યારે મેં રાખી છે. ૧. જેને ઈતિહાસમાં મહારાજને દરજજો અને તેના કારણો. ૨. તેમની જગ્યા કેણ લઈ શકે ? ૧. મહારાજને દરજજો અને તેનાં કારણે ૨૫૦૦ વર્ષના જૈન ઇતિહાસમાં તાંબર-દિગંબર બન્ને સંપ્રદાયે કેટલીક વિભૂતિઓ એવી જન્માવી છે કે ઈતિહાસને લેખક અને અભ્યાસીનું ધ્યાન તેની તરફ ગયા વિના રહે જ નહિ. એવી વિભૂતિઓમાં કેટલીક વિરલ વિભૂતિઓ છેલ્લા હજાર વર્ષમાં શ્વેતાંબર સંપ્રદાયે અપી છે તેમાં મહારાજશ્રીનું સ્થાન આવે છે. વાચક થશેવિજય પછી તે બસે વર્ષે અશ્વતપણાનું સ્થાન મહારાજજીએ જ વાસ્તવિક રીતે સંભાળી લીધું છે. તેથી છેલ્લા અઢી વર્ષના ઈતિહાસમાં તે શ્વેતાંબર કે દિગંબર બને પંથમાં એક મહાન વિભૂતિ તરીકે મહારાજજી જ નજરે આવે છે. તેમને આ દરજો પ્રાપ્ત થયાનાં ખાસ વિશેષ કારણો છે, તેની ટૂંકમાં નેધ લઈએ. ૧) શ્રદ્ધા અને બુદ્ધિ મહારાજજીમાં ગમે તેટલી અડગ શ્રદ્ધા હોત અને ગમે તેટલે શાસન અનુરાગ હોત છતાં જે તેમણે બુદ્ધિદ્વાર ખુલ્લું ન મૂકયું હોત અને મેળવી શકાય તેટલા સમગ્ર જ્ઞાનને મેળવવા અખંડ પુરુષાર્થ કર્યો ન હોત તો તેઓ આચાર્ય પરંપરામાં માત્ર નામના જ દાખલ થયા હતા. તેમણે પોતાની બુદ્ધિને શાસ્ત્રવ્યાયામની કસોટીએ જિંદગીભર કસી. અને જે વખતે છાપેલાં પુસ્તકે બહુ જ ઓછાં હતાં તે વખતે અત્યારના જમાના માણસ ન કુપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4