Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 02 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 8
________________ ૦૦૦૦૦૦૦૦૦૦૦ છે આ મુખ ઉ૦૦૦૦૦૦૦૦૦૦૦૦8 સંચમ ગ્રહણ કર્યા બાદ મારા પૂજ્ય ગુરુદેવ શ્રી સુધર્મસાગરજી મહારાજ સાહેબની હાર્દિક ઈચ્છા હતી કે મારે કંઈક ઉપાગી સંશોધન કાર્યમાં પડવું. ગ્રહણ–આસેવન શિક્ષા બાદ સંસ્કૃત અભ્યાસમાં ઊંડે ઉતર્યો, નાના–મેટા અન્ય–અન્ય સંપાદન કર્યા બાદ મનવ મ ધુ પ્રઝિયા ના દળદાર ગ્રન્થનું સર્જન કર્યું. સંપૂર્ણ સ્વતંત્ર પણે, એકલે હાથે, લઘુપ્રક્રિયા પર સપ્તાંગી ટીકા રચી અને સંસ્કૃત વ્યાકરણનું સ્વ અધ્યયન શકય બનાવ્યું. પૂજ્ય ગુરુદેવ શ્રી સુધર્મ સાગરજી મ. સા.ના ભક્તિ રસ માધુર્યને જ્યારે સતત જાણ્યું–માણ્યું ત્યારે જ્ઞાન આરાધનામાંથી મારા લક્ષ્યને ડું દર્શન આરાધના પર પરાવર્તિત કર્યું. શત્રુંજય ભક્તિ અર્થે એક વિશિષ્ટ પુસ્તક સંપાદિત કર્યું. અને ૭૫૦ જેટલા ચૈત્યવંદનેને અભૂતપૂર્વ સંગ્રહ કર્યો જેનું વિમોચન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી પટવા સુંદરલાલજી હસ્તે થયું. મારવાડ-માલવાની સુંદર ભૂમિ પર તીર્થ સ્પર્શના કરતા વિચરી રહ્યા હતા ત્યારે સાધ્વીજીઓ માટે વ્યાખ્યાન સાહિત્યની આવશ્યકતા અને માંગ જાણવામાં આવી. સાથોસાથ પૂજ્ય ગુરુ ભગવંત શ્રી સુધર્મસાગરજી મ.સા. દ્વારા અનેક વખત પ્રગટ થતી એક વાત યાદ આવી... “શ્રાવકોને શ્રાવક–આચાર અંગે શાસ્ત્રીય સમજ આપવાની તીવ્રતમ આવશ્યકતા છે.” ચાતુર્માસમાં સળંગ વ્યાખ્યાન વાંચી શકાય તેમજ શ્રાવકને તેમના કર્તવ્યની સુંદર જાણકારી મળે તે રીતે ૧૦૮ પરિશીલને તૈયાર કર્યા. શાસ્ત્રીય પદાર્થોની ગહન ચર્ચા સાથે જેનજેનેતર દષ્ટાન્ત અને સ્તવન સજઝાયની પંક્તિની સુંદર ગોઠવણ કરી એક સરખી લંબાઈવાળા આ પરિશીલના ત્રણ ભાગ પાડયા. પ્રથમ ભાગમાં ૩૫–બીજા ભાગમાં ૩–ત્રીજા ભાગમાં ૩૪ પરિશીલને ગેહલા છે,Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 402