Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ અભિનવ ઉપદેશ પ્રાસાદ-૨ શેઠ કહે, ભાઈ! તમે મારી વાત સમજયા નહીં. આજ સુધી મેં સાડા સતાવીશ લાખ રૂપીયા જ દાનમાં દીધા છે. જે લેકેનાં ઉપગમાં આવેલા છે. મારું વાવેલું જ લણવાનું છે બાકી બધું ધન તે અહીં મૂકીને જવાનું છે. વ્યવહારમાં પણ એટલા માટે જ કહે છે કે दे गया सो ले गया खा गया सो खो गया તત્વાર્થ સૂત્રમાં પણ એટલા માટે જ કહ્યુંને કે, અનુપ્રાર્થ स्वस्यातिसर्गो दानम् દેનારના મનમાંથી વસ્તુનું મમત્વ ઘટે અને મનમાં સંતોષ તથા સમાધાનને ભાવ પેદા થાય. તેમજ લેનારને પણ શુદ્ધ દાનના પ્રભાવે સદ્દગુણોને વિકાસ થાય અને જીવન સિદ્ધાંત અનુસાર ચાલે. મનુષ્યને મળેલું આ અમૂલ્ય જીવન કેવળ પેટ ભરવા માટે જ નથી. પેટ તે આ જગતમાં કાગડા-કુતરા પણ ભરે જ છે. જ્યારે મનુષ્યને તે ઉત્તમ બુદ્ધિ અને ઉન્નત હૃદય મળેલા છે. સ્પષ્ટ વાણું મળેલી છે. તે એટલા માટે જ છે કે જેથી બીજા પ્રતિ પિતાને પ્રાપ્ત થયેલા સાધનોનો ત્યાગ કરે. બીજાને પણ કંઈક આપવું તેવું વિચારી શકે. બાકી માત્ર પોતાનું જ પેટ ભરવામાં રહે તો પશુમાં અને માનવમાં ફેર શું રહેવાનો? પરમતારક તીર્થંકર પરમાત્મા પણ જ્યારે સંયમ અંગીકાર કરે ચાને દીક્ષા ગ્રહણ કરે તે પહેલાં એક વર્ષ સુધી પોતાના હાથે જ દાન દઈને જગતના જીવોને દાન દેવાની પ્રેરણા આપે છે. તીર્થંકર પરમાત્મા એક વર્ષ પર્યન્ત જે દાન આપે તે પ્રતિદિન ૧ કરોડ અને આઠ લાખ સોનૈયાનું દાન થાય છે. એક વર્ષમાં ૩૮૮ કરોડ ૮૦ લાખ સેનૈયાનું દાન કરી જગતને દાનને ઉત્કૃષ્ટ આદર્શ પુરો પાડે છે. તે જે સેનૈયાનું દાન આપે છે તે સોનૈયાના પ્રમાણને જણાવતા શાસ્ત્રકાર મહારાજા ફરમાવે છે કે ત્રીસ સેનૈયાનો એક શેર થાય, બારસે સેનૈયાની એક મણ થાય છે અને નવહજાર મણ નૈયા એક દિવસમાં દાનમાં અપાય છે. બીજા શબ્દોમાં કહ્યું કે ચાલીસ મણના માપનું એક ગાડું થાય એવા બસે પચીસ ગાડા સોનૈયાના રાજ દાનમાં ઠલવાય છે. તમને

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 402