Book Title: Abhaykumara ane Rohineya Chor
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 4
________________ અભયકુમાર અને રોહિણેય ચોર અમે દૈવી ઉત્સવ કરવાના છીએ.” “એમના આગમન અંગે તમે જે તૈયારીઓ કરી છે તે બરાબર છે કે નહિ તે મને ચકાસી લેવા દો. તેમની પાસેથી સ્વર્ગના અધિકારીઓને જોઈતી માહિતી જાણી લેવા દો.” આટલું કહીને તેઓ રોહિણેય પાસે આવ્યા. ચોપડી ખોલીને રોહિણેયને સ્વર્ગની પરમ શાંતિ ભોગવવા પાછલી જિંદગીમાં કરેલા કાર્યો કહેવા કહ્યું રોહિણેય ચારે બાજુ જોયા કરતો હતો. તેને યાદ આવ્યું કે જ્યારે તેનો પગ કાંટા ઉપર પડ્યો હતો ત્યારે મહાવીરસ્વામીના ઉપદેશમાં સ્વર્ગના દેવો કેવા હોય તે તેણે સાંભળ્યું હતું, અત્યારે તે વાતો તે સમજવા મથી રહ્યો હતો. એણે જોયું કે આ બધા તો જમીન પર જ ચાલે છે. તેમના શરીરનો પડછાયો પડે છે. અને તેમની આંખો સામાન્ય માણસની જેમ પલકારા માટે છે. એ તરત જ સમજી ગયો કે આ સ્વર્ગ નથી પણ અભયકુમારે મારા ચોરીના પુરાવા ભેગા કરવા ભ્રમણાથી ઊભું કરેલું સ્વર્ગ છે. તેથી તેણે જવાબ આપ્યો કે પાછલી જિંદગીમાં મેં યોગ્ય કામ માટે પૈસાનું દાન કર્યું છે,મંદિરો બંધાવ્યા છે, પવિત્ર તીર્થસ્થળોની યાત્રા કરી છે અને જરૂરિયાતવાળાને મદદ કરી છે. જે માણસ તેની વાતોની નોંધ કરતા હતા તેઓએ કહ્યું જે કોઈ ખોટું કામ કર્યું હોય તે પણ જણાવ. રોહિણેયે કહ્યું કે હું કાળજીપૂર્વક ખોટાં કામથી દૂર રહેતો હતો. અને તેથી જ હું સ્વર્ગમાં જન્મ્યો છું. આમ અભયકુમારની તેને પકડવાની યોજના સફળ ન થઈ. રોહિર્ણયને નિર્દોષ ખેડૂત માનીને છોડી મૂકવામાં આવ્યો. રોહિોય છૂટી તો ગયો પણ ખરેખર જે બન્યું તે અંગે તેને સતત વિચારો આવ્યા કરતા. એને સમજાઈ ગયું કે આકસ્મિક રીતે સાંભળેલ મહાવીરસ્વામીના શબ્દોએ તેને બચાવી લીધો તો પછી પિતાએ આપેલી શિખામણમાં પિતા સાચા કેવી રીતે કરે? મહાવીરસ્વામી ખરેખર મહાન વ્યક્તિ છે. આકસ્મિક સાંભળેલા શબ્દો જો આટલી મદદ કરે તો વિચારો કે તેમનો ઉપદેશ શું ન કરે? મહાવીરસ્વામીનો ઉપદેશ ન સાંભળીને તેણે પોતાનાં વર્ષો વેડફી નાંખ્યા છે. લાંબી લાંબી વિચારણાના અંતે તેણે નક્કી કર્યું કે મહાવીરસ્વામીના ચરણોમાં જ રહેવું. તે તેમની સભામાં પહોંચી ગયો અને પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા કહ્યું. સાધુ થવાની પોતાની ઇચ્છા જણાવી. મહાવીરસ્વામીએ કહ્યું, “તું તારી સાચી ઓળખ જણાવ અને સંસાર છોડતાં પહેલાં રાજા પાસે જઈને ભૂતકાળમાં કરેલા પાપોની કબૂલાત કર.'' પોતાની સાચી ઓળખ સભામાં હાજર રહેલા રાજાને આપી. યોગ્ય શિક્ષા કરવા કહ્યું. તેણે અભયકુમારને વિનંતી કરી કે ચોરી દરમિયાન પ્રાપ્ત કરેલી તમામ સંપત્તિ તેઓ સ્વીકારી લે. રોહિણેયે પોતાની બધી ચોરી કબૂલ કરી છે અને જે કંઈ મેળવ્યું છે તે પાછું આપવા પણ તૈયાર છે તે જોઈ રાજાએ તેને માફ કર્યો, અને સાધુ થવા માટે મંજૂરી આપી. રોહિણેયને ખરેખર પોતે જે કંઈ ભૂતકાળમાં કર્યું હતું તેનો ખૂબ જ પસ્તાવો થતો હતો. પોતાનાં ખોટાં કાર્યો દ્વારા પ્રાપ્ત કરેલાં કર્મોને ખપાવવા તેણે તપ કરવાનું શરૂ કર્યું. વૃદ્ધાવસ્થામાં એણે મહાવીરસ્વામીની આજ્ઞા લઇ સંલેખના (ખોરાક છોડી દઈને મૃત્યુ પર્યંત ધ્યાનમાં જ રહેવું) વ્રત લીધું. મરીને તે સ્વર્ગમાં ગયો. જૈન થા સંગ્રહ 113

Loading...

Page Navigation
1 2 3 4 5