Book Title: Abhaykumara ane Rohineya Chor
Author(s): JAINA Education Committee
Publisher: JAINA Education Committee

View full book text
Previous | Next

Page 1
________________ 110 ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ ૨૯. અભયકુમાર અને રોહિણેય ચોર મહાવીરસ્વામીના સમયમાં લોહખુર નામનો ઘરફોડ ચોર હતો. રાજગૃહી નગરમાં વૈભારગિરિ પર્વતની ખૂબ દૂર દૂરની ગુફામાં તે રહેતો હતો. તે પોતાના ધંધામાં ખૂબ જ પાવરધો હતો. ચોરી કર્યા પછી પાછળ કોઈ નિશાન છોડતો નહિ. તે અને તેની પત્ની રોહિણીને રોહિર્ણય નામે દીકરો હતો. તે જેમ મોટો થતો ગયો તેમ તે પણ તેના પિતાનો ધંધો શીખી ગયો અને ઘરફોડ ચોરીમાં હોંશિયાર બની ગયો. ચબરાકપણું અને ચતુરાઈમાં તે તેના પિતા કરતાં પણ સવાયો નીકળ્યો. તે ગુપ્ત વેશમાં હોય તો તેને ઓળખવો પણ અઘરો પડતો. કોઈ તેનો પીછો કરે તો તે ક્યાંય ભાગી જતો. એ સુખી અને સમૃદ્ધ માણસોને લૂંટતો અને કોઈ અજાણી અગમ્ય જગ્યાએ ખજાનો છૂપાવી દેતો. તેણે પ્રાપ્ત કરેલી મૂડીથી તે ગરીબોને મદદ કરતો. ઘણાં બધાં તેનો ઉપકાર માનતા અને તેનાથી ખુશ રહેતા, અને રાજ્ય સરકારને રોહિણેયને પકડવામાં મદદ ન કરતા. લોહખુર હવે ઘરડો થયો હતો. તેને પોતાની જિંદગીનો અંત નજીક દેખાતો હતો. મરણપયારીએ પડેલા લોહખુરે રોહિણેયને બોલાવીને કહ્યું કે આપણા ધંધામાં તારી હોંશિયારી અને બાહોશી જોઈને મને ખૂબ જ સંતોષ થાય છે. પોતે પોતાની જિંદગીમાં સફળ થયો હોઈ તેણે તેના દીકરાને શિખામણ આપી કે ક્યારેય મહાવીરસ્વામીનો ઉપદેશ સાંભળવા ના જઈશ. કારણ કે તેમની વાતો આપણા ધંધાની વિરુદ્ધની હોય છે. રોહિણેયે પિતાને વચન આપ્યું કે હું તમારી શિખામણ બરાબર પાળીશ. લોહખુરના મરી ગયા પછી રોહિણેયે પોતાનો ચોરીનો ધંધો એટલો વિસ્તારી દીધો કે સુખી માણસોને જો તેઓ ક્યાંય બહારગામ જાય તો પોતાની સંપત્તિની સલામતી ન લાગતી. તેઓ સતત ભયથી ફફડતા રહેતા કે આપણી ગેરહાજરીમાં શૈકિર્ણય આપણા ઘેરથી દરદાગીના તથા અન્ય કિંમતી વસ્તુઓ ચોરી જશે. કેટલાક લોકો રોહિર્ણયની ચોરીથી બચવા માટે રક્ષણ મેળવવા રાજા શ્રેણિક પાસે ગયા. મોટા મોટા પોલિસ ઓફિસરો પણ કંઈ ન કરી શક્યા. તેથી રાજાએ પોતાના બાહોશ મુખ્યમંત્રી અભયકુમારને રોહિણેયને પકડવાનું કામ સોંપ્યું. એકવાર રોહિણેય છાનો-છૂપાતો રાજગૃહી તરફ જતો હતો ત્યાં રસ્તામાં મહાવીરસ્વામીનું સમવસરણ આવતું હતું. તેને મહાવીરસ્વામીના ઉપદેશ ના સાંભળીશ તેવી પિતાની શિખામણ યાદ હતી. તેણે તેના કાન પર હાથ દાબી દીધા. એ જ વખતે તેનો પગ અણીદાર કાંટા પર પડ્યો, અને કાંટો પગમાં ઊંડે સુધી ખૂંપી ગયો. એટલે કાંટો કાઢવા કાન પરથી હાથ લઈ લેવા પડ્યા. આટલા સમય દરમિયાન તેણે ભગવાન મહાવીરનો નીચે જણાવેલ ઉપદેશ સાંભળ્યો. “બધી જ જિંદગીમાં માનવ જીવન ઉત્તમ છે. માણસ તરીકે જ મુક્તિ મેળવી શકાય. કોઈ પણ માણસ જાત, ધર્મ કે રંગના ભેદભાવ વિના મોક્ષ મેળવી શકે છે. સારાં કાર્યોથી માણસ સ્વર્ગ મેળવી શકે છે. જ્યાં જીવનના તમામ સુખો મળે છે.” “સ્વર્ગના દેવતા ચાલે તો તેમના પગ ધરતીને ના અર્ક, તેમનો પડછાયો ના પડે, તેમની આંખો પલકારા ન કરે અને તેમના ગળાની ફૂલોની માળા કરમાતી નથી. સ્વર્ગની જિંદગી મોક્ષ અપાવતી નથી એટલે જ સ્વર્ગના દેવતા પણ માનવ જીવનઝંખે છે.’ આ સમય દરમિયાન રોહિણેયે પગનો કાંટો કાઢી નાંખ્યો હતો અને ફરીથી કાન બંધ કરી દીધા અને શહેર તરફ ચાલવા લાગ્યો. જૈન ક્થા સંગ્રહ

Loading...

Page Navigation
1 2 3 4 5