Book Title: Abhaykumara ane Rohineya Chor Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee Catalog link: https://jainqq.org/explore/201029/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 110 ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ ૨૯. અભયકુમાર અને રોહિણેય ચોર મહાવીરસ્વામીના સમયમાં લોહખુર નામનો ઘરફોડ ચોર હતો. રાજગૃહી નગરમાં વૈભારગિરિ પર્વતની ખૂબ દૂર દૂરની ગુફામાં તે રહેતો હતો. તે પોતાના ધંધામાં ખૂબ જ પાવરધો હતો. ચોરી કર્યા પછી પાછળ કોઈ નિશાન છોડતો નહિ. તે અને તેની પત્ની રોહિણીને રોહિર્ણય નામે દીકરો હતો. તે જેમ મોટો થતો ગયો તેમ તે પણ તેના પિતાનો ધંધો શીખી ગયો અને ઘરફોડ ચોરીમાં હોંશિયાર બની ગયો. ચબરાકપણું અને ચતુરાઈમાં તે તેના પિતા કરતાં પણ સવાયો નીકળ્યો. તે ગુપ્ત વેશમાં હોય તો તેને ઓળખવો પણ અઘરો પડતો. કોઈ તેનો પીછો કરે તો તે ક્યાંય ભાગી જતો. એ સુખી અને સમૃદ્ધ માણસોને લૂંટતો અને કોઈ અજાણી અગમ્ય જગ્યાએ ખજાનો છૂપાવી દેતો. તેણે પ્રાપ્ત કરેલી મૂડીથી તે ગરીબોને મદદ કરતો. ઘણાં બધાં તેનો ઉપકાર માનતા અને તેનાથી ખુશ રહેતા, અને રાજ્ય સરકારને રોહિણેયને પકડવામાં મદદ ન કરતા. લોહખુર હવે ઘરડો થયો હતો. તેને પોતાની જિંદગીનો અંત નજીક દેખાતો હતો. મરણપયારીએ પડેલા લોહખુરે રોહિણેયને બોલાવીને કહ્યું કે આપણા ધંધામાં તારી હોંશિયારી અને બાહોશી જોઈને મને ખૂબ જ સંતોષ થાય છે. પોતે પોતાની જિંદગીમાં સફળ થયો હોઈ તેણે તેના દીકરાને શિખામણ આપી કે ક્યારેય મહાવીરસ્વામીનો ઉપદેશ સાંભળવા ના જઈશ. કારણ કે તેમની વાતો આપણા ધંધાની વિરુદ્ધની હોય છે. રોહિણેયે પિતાને વચન આપ્યું કે હું તમારી શિખામણ બરાબર પાળીશ. લોહખુરના મરી ગયા પછી રોહિણેયે પોતાનો ચોરીનો ધંધો એટલો વિસ્તારી દીધો કે સુખી માણસોને જો તેઓ ક્યાંય બહારગામ જાય તો પોતાની સંપત્તિની સલામતી ન લાગતી. તેઓ સતત ભયથી ફફડતા રહેતા કે આપણી ગેરહાજરીમાં શૈકિર્ણય આપણા ઘેરથી દરદાગીના તથા અન્ય કિંમતી વસ્તુઓ ચોરી જશે. કેટલાક લોકો રોહિર્ણયની ચોરીથી બચવા માટે રક્ષણ મેળવવા રાજા શ્રેણિક પાસે ગયા. મોટા મોટા પોલિસ ઓફિસરો પણ કંઈ ન કરી શક્યા. તેથી રાજાએ પોતાના બાહોશ મુખ્યમંત્રી અભયકુમારને રોહિણેયને પકડવાનું કામ સોંપ્યું. એકવાર રોહિણેય છાનો-છૂપાતો રાજગૃહી તરફ જતો હતો ત્યાં રસ્તામાં મહાવીરસ્વામીનું સમવસરણ આવતું હતું. તેને મહાવીરસ્વામીના ઉપદેશ ના સાંભળીશ તેવી પિતાની શિખામણ યાદ હતી. તેણે તેના કાન પર હાથ દાબી દીધા. એ જ વખતે તેનો પગ અણીદાર કાંટા પર પડ્યો, અને કાંટો પગમાં ઊંડે સુધી ખૂંપી ગયો. એટલે કાંટો કાઢવા કાન પરથી હાથ લઈ લેવા પડ્યા. આટલા સમય દરમિયાન તેણે ભગવાન મહાવીરનો નીચે જણાવેલ ઉપદેશ સાંભળ્યો. “બધી જ જિંદગીમાં માનવ જીવન ઉત્તમ છે. માણસ તરીકે જ મુક્તિ મેળવી શકાય. કોઈ પણ માણસ જાત, ધર્મ કે રંગના ભેદભાવ વિના મોક્ષ મેળવી શકે છે. સારાં કાર્યોથી માણસ સ્વર્ગ મેળવી શકે છે. જ્યાં જીવનના તમામ સુખો મળે છે.” “સ્વર્ગના દેવતા ચાલે તો તેમના પગ ધરતીને ના અર્ક, તેમનો પડછાયો ના પડે, તેમની આંખો પલકારા ન કરે અને તેમના ગળાની ફૂલોની માળા કરમાતી નથી. સ્વર્ગની જિંદગી મોક્ષ અપાવતી નથી એટલે જ સ્વર્ગના દેવતા પણ માનવ જીવનઝંખે છે.’ આ સમય દરમિયાન રોહિણેયે પગનો કાંટો કાઢી નાંખ્યો હતો અને ફરીથી કાન બંધ કરી દીધા અને શહેર તરફ ચાલવા લાગ્યો. જૈન ક્થા સંગ્રહ Page #2 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર અને રોહિણેય ચોર ભગવાન મહાવીરના ઉપદેશને આકસ્મિક રીતે સાંભળતો ચોર રોહિોય ! અભયકુમારે છુપાવેશમાં લશ્કરી માણસોને શહેરના બધા દરવાજે ગોઠવી દીધા હતા. પોતે પણ દેખરેખ રાખી રહ્યા હતા. રોહિણેય છૂપા ખેડૂતના વેશમાં હતો છતાં કેળવાયેલા સૈનિકો તેને તરત જ ઓળખી ગયા. સૈનિકોએ અભયકુમારને સંદેશો મોકલ્યો કે કોઈ અજાણ્યો માણસ શહેરમાં પ્રવેશ્યો છે. અભયકુમાર સજાગ થઈ ગયા. છૂપાઈને ઊભેલા અભયકુમારે પસાર થતા રોહિણેયને જોઈ લીધો. છૂપા વેશમાં હોવા છતાં તે ઘરફોડચોરને તે ઓળખી ગયા. તેના માણસોને રોહિણેયને ઘેરી લેવા કહ્યું. ચબરાક એવો રોહિણેય આવેલા ભયને ઓળખી ગયો. તે કિલ્લાની દીવાલ બાજુ દોડ્યો. કમનસીબે ત્યાં સૈનિકો હાજર જ હતા. તેને પકડી લીધો અને જેલમાં પૂરી દીધો. બીજે દિવસે તેને રાજાના દરબારમાં હાજર કરવામાં આવ્યો. ગુપ્તવેશે હોવાથી તે જ રોહિણેય છે તે નક્કી કરવું અઘરું હતું. અભયકુમારને ખાત્રી હતી કે તે રોહિણેય છે પણ ચોક્કસ પૂરાવા વિના તેની ઓળખ થાય નહિ અને તેને સજા પણ ન કરાય. જ્યારે રાજાએ તેને તેની ઓળખ આપવા કહ્યું ત્યારે તેણે જણાવ્યું કે પોતે શાલિગ્રામ ગામનો દુર્ગાચંદ્ર નામનો ખેડૂત છે. તે રાજગૃહીની મુલાકાતે આવ્યો હતો અને અત્યારે તે પાછો ફરતો હતો ત્યારે ચોકીદારોએ મને પકડી લીધો. રોહિણેયે ગામના લોકોને પોતાની નવી ઓળખાણ માટે શીખવાડી રાખ્યું હતું. જ્યારે શાલિગ્રામ તપાસ અર્થે માણસો મોકલ્યા તો ગામના લોકોએ રોહિણેયે જે કહ્યું હતું તે જ કહ્યું. પરંતુ રોહિણેય પાસેથી તેની ચોરીની કબૂલાત કરાવવા અભયકુમારે એક છટકું ગોઠવ્યું. રોહિણેય દારૂ પીવાનો ખૂબ શોખીન હતો. તેથી તેને હદ કરતાં વધારે શરાબ પીવડાવવામાં આવ્યો. વધારે પડતા દારૂના સેવનથી તે ભાન ભૂલવા લાગ્યો. હવે તેને ચોખ્ખો કરી સરસ ખુમ્બોદાર કપડાં પહેરાવી કિંમતી દાગીનાથી શણગારી તૈયાર કર્યો. તેને પાછું ભાન આવ્યું ત્યારે તેને એમ લાગ્યું કે પોતે સ્વર્ગમાં છે. શ્વાસ થંભી જાય તેવું સુંદર દૃશ્ય આજુબાજુ હતું. દિવાલ, છત અને જમીન જાણે સ્ફટિકની બનેલી હોય તેવું લાગે. સુંદર દાસીઓ હીરા જડેલા પંખા વડે સુગંધિત હવા નાંખતી હતી. પાછળથી ખૂબ જ મધુર ધીમું સંગીત વાગતું હતું. પરી જેવી સુંદર છોકરીઓ સંગીતના તાલે નૃત્ય કરતી હતી. દૈવી સંગીત સમ્રાટો સંગીતના જલસા માટે તૈયાર હતા. રોહિણેયને જૈન કથા સંગ્રહ 111 Page #3 -------------------------------------------------------------------------- ________________ 112 ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ ઘડીભર તો થયું કે પોતે ક્યાં છે? એણે એક છોકરીને પૂછ્યું કે પોતે ક્યાં છે અને શા માટે બધાં મારી સેવામાં હાજર છો? છોકરીએ જવાબ આપ્યો કે આ સ્વર્ગ છે, અને એ એમનો નવો રાજા છે. એને બધી ય સ્વર્ગીય સગવડો પૂરી પાડવામાં આવશે, જે હવે તેની પોતાની જ છે, અને સ્વર્ગના રાજવી ઇંદ્ર જેવું જીવન તે સ્વર્ગની તરુણીઓ સાથે આનંદથી જીવી શકશે. એણે એની જાતને પૂછ્યું, “એક ચોર માટે આ બધું સત્ય હોઈ શકે?' પછી તેને યાદ આવ્યું કે તે ગરીબો અને જરૂરતમંદોને મદદરૂપ થતો હતો તેથી તેને લાગ્યું કે ભગવાન બધું કરી રહ્યા છે. પછી એણે વિચાર્યું કે આ કદાચ “અભયકુમારની કોઈ યોજના તો નહિ હોય ને?” ખરેખર સત્ય શું છે તે નક્કી કરવું તેના માટે અઘરું થઈ પડ્યું. એણે વિચાર્યું કે સારો રસ્તો શું થઈ રહ્યું છે તેની રાહ જોવાનો છે. અભયકુમારની આભાસી સ્થમંરચના થોડીવારમાં સુંદર વસ્ત્રોમાં સજ્જ માણસ એક હાથમાં પુસ્તક અને સોનાનો દંડ લઈને આવ્યો. અને તરુણીઓને પૂછ્યું, “તમારા નવા સ્વામી જાગ્યા કે નહિ?” તરુણીએ જવાબ આપ્યો, “તેઓ હમણાં જ ઊઠ્યા છે અને તેઓ સ્વર્ગમાં આવ્યા તેના માનમાં જૈન થા સંગ્રહ Page #4 -------------------------------------------------------------------------- ________________ અભયકુમાર અને રોહિણેય ચોર અમે દૈવી ઉત્સવ કરવાના છીએ.” “એમના આગમન અંગે તમે જે તૈયારીઓ કરી છે તે બરાબર છે કે નહિ તે મને ચકાસી લેવા દો. તેમની પાસેથી સ્વર્ગના અધિકારીઓને જોઈતી માહિતી જાણી લેવા દો.” આટલું કહીને તેઓ રોહિણેય પાસે આવ્યા. ચોપડી ખોલીને રોહિણેયને સ્વર્ગની પરમ શાંતિ ભોગવવા પાછલી જિંદગીમાં કરેલા કાર્યો કહેવા કહ્યું રોહિણેય ચારે બાજુ જોયા કરતો હતો. તેને યાદ આવ્યું કે જ્યારે તેનો પગ કાંટા ઉપર પડ્યો હતો ત્યારે મહાવીરસ્વામીના ઉપદેશમાં સ્વર્ગના દેવો કેવા હોય તે તેણે સાંભળ્યું હતું, અત્યારે તે વાતો તે સમજવા મથી રહ્યો હતો. એણે જોયું કે આ બધા તો જમીન પર જ ચાલે છે. તેમના શરીરનો પડછાયો પડે છે. અને તેમની આંખો સામાન્ય માણસની જેમ પલકારા માટે છે. એ તરત જ સમજી ગયો કે આ સ્વર્ગ નથી પણ અભયકુમારે મારા ચોરીના પુરાવા ભેગા કરવા ભ્રમણાથી ઊભું કરેલું સ્વર્ગ છે. તેથી તેણે જવાબ આપ્યો કે પાછલી જિંદગીમાં મેં યોગ્ય કામ માટે પૈસાનું દાન કર્યું છે,મંદિરો બંધાવ્યા છે, પવિત્ર તીર્થસ્થળોની યાત્રા કરી છે અને જરૂરિયાતવાળાને મદદ કરી છે. જે માણસ તેની વાતોની નોંધ કરતા હતા તેઓએ કહ્યું જે કોઈ ખોટું કામ કર્યું હોય તે પણ જણાવ. રોહિણેયે કહ્યું કે હું કાળજીપૂર્વક ખોટાં કામથી દૂર રહેતો હતો. અને તેથી જ હું સ્વર્ગમાં જન્મ્યો છું. આમ અભયકુમારની તેને પકડવાની યોજના સફળ ન થઈ. રોહિર્ણયને નિર્દોષ ખેડૂત માનીને છોડી મૂકવામાં આવ્યો. રોહિોય છૂટી તો ગયો પણ ખરેખર જે બન્યું તે અંગે તેને સતત વિચારો આવ્યા કરતા. એને સમજાઈ ગયું કે આકસ્મિક રીતે સાંભળેલ મહાવીરસ્વામીના શબ્દોએ તેને બચાવી લીધો તો પછી પિતાએ આપેલી શિખામણમાં પિતા સાચા કેવી રીતે કરે? મહાવીરસ્વામી ખરેખર મહાન વ્યક્તિ છે. આકસ્મિક સાંભળેલા શબ્દો જો આટલી મદદ કરે તો વિચારો કે તેમનો ઉપદેશ શું ન કરે? મહાવીરસ્વામીનો ઉપદેશ ન સાંભળીને તેણે પોતાનાં વર્ષો વેડફી નાંખ્યા છે. લાંબી લાંબી વિચારણાના અંતે તેણે નક્કી કર્યું કે મહાવીરસ્વામીના ચરણોમાં જ રહેવું. તે તેમની સભામાં પહોંચી ગયો અને પોતાને શિષ્ય તરીકે સ્વીકારવા કહ્યું. સાધુ થવાની પોતાની ઇચ્છા જણાવી. મહાવીરસ્વામીએ કહ્યું, “તું તારી સાચી ઓળખ જણાવ અને સંસાર છોડતાં પહેલાં રાજા પાસે જઈને ભૂતકાળમાં કરેલા પાપોની કબૂલાત કર.'' પોતાની સાચી ઓળખ સભામાં હાજર રહેલા રાજાને આપી. યોગ્ય શિક્ષા કરવા કહ્યું. તેણે અભયકુમારને વિનંતી કરી કે ચોરી દરમિયાન પ્રાપ્ત કરેલી તમામ સંપત્તિ તેઓ સ્વીકારી લે. રોહિણેયે પોતાની બધી ચોરી કબૂલ કરી છે અને જે કંઈ મેળવ્યું છે તે પાછું આપવા પણ તૈયાર છે તે જોઈ રાજાએ તેને માફ કર્યો, અને સાધુ થવા માટે મંજૂરી આપી. રોહિણેયને ખરેખર પોતે જે કંઈ ભૂતકાળમાં કર્યું હતું તેનો ખૂબ જ પસ્તાવો થતો હતો. પોતાનાં ખોટાં કાર્યો દ્વારા પ્રાપ્ત કરેલાં કર્મોને ખપાવવા તેણે તપ કરવાનું શરૂ કર્યું. વૃદ્ધાવસ્થામાં એણે મહાવીરસ્વામીની આજ્ઞા લઇ સંલેખના (ખોરાક છોડી દઈને મૃત્યુ પર્યંત ધ્યાનમાં જ રહેવું) વ્રત લીધું. મરીને તે સ્વર્ગમાં ગયો. જૈન થા સંગ્રહ 113 Page #5 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના સમયની જીવન કથાઓ પ્રામાણિકતા અને અચૌર્યના સિદ્ધાંતો આ વાતનો મુણ્ય મુદ્દો છે. કોઈનું ચોરીને તે ઘન ગર્લ્સબોને સખાવત ખેં માપવું ન જોઈએ ભલે તમે ઘનનો અન્થ ક્ષેત્રમાં સારા કામ હૃપે ઉપયોગ કરશે તો પણ ખોટું તે ખોટું જ છે. ખરાબ કર્મોનો ક્ષય કરવા માટૅ ખરતાલો જરી છે અને પછી સ્માચરણ બદલવાનું. બીજી વાત આ વાતમાં જણાય છે કે માનવ અવતારમાં જ મોક્ષ શક્ય છે. ત્વચ દેવોને પણ મોક્ષ મેળવવા માનવ ઋવતાર લૅલૉ પર્વે છે. માનવ તર્ક જગ્યા ઍટલા શ્રાપણે નસીબદાર કહેવાઈએ અને તેથી તેનો સાચો ઉપયોગ કરી શક્સ તેટલાં ખરાબ કર્મોનો ક્ષય કરવા પ્રયત્નો કવાં જોઈએ. ભગવાન મહાવીરના ઉપદેશની શક્તિ પણ જુસ્રો. ઉપદેશના થોડા શબ્દોઍ પણ ઍહણેસના આખા જીવનને બદલી નાંખ્યું. તો તેના સંપૂર્ણ ઉપદેશને સાંભળો તો? દબોચ્ચે આપણે તેમના ઉપદેશને તેમના મુખે સાંભળી શકતા નથી પણ આ ઉપદેશ આપણે આગમ દ્વારા મેળવી શકીએ છીએ. શક્ય એટલો આગમનો »ભ્યાસ કરશે. અને તેને સમજવા પ્રસન્ન થશે. જેથી શૈણેયની જેમ આપê પણ આપણું જીવન વધુ સારું કરી શકીઍ છીઍ. 114 જૈન કથા સંગ્રહ