Book Title: Abhaykumara ane Rohineya Chor Author(s): JAINA Education Committee Publisher: JAINA Education Committee View full book textPage 2
________________ અભયકુમાર અને રોહિણેય ચોર ભગવાન મહાવીરના ઉપદેશને આકસ્મિક રીતે સાંભળતો ચોર રોહિોય ! અભયકુમારે છુપાવેશમાં લશ્કરી માણસોને શહેરના બધા દરવાજે ગોઠવી દીધા હતા. પોતે પણ દેખરેખ રાખી રહ્યા હતા. રોહિણેય છૂપા ખેડૂતના વેશમાં હતો છતાં કેળવાયેલા સૈનિકો તેને તરત જ ઓળખી ગયા. સૈનિકોએ અભયકુમારને સંદેશો મોકલ્યો કે કોઈ અજાણ્યો માણસ શહેરમાં પ્રવેશ્યો છે. અભયકુમાર સજાગ થઈ ગયા. છૂપાઈને ઊભેલા અભયકુમારે પસાર થતા રોહિણેયને જોઈ લીધો. છૂપા વેશમાં હોવા છતાં તે ઘરફોડચોરને તે ઓળખી ગયા. તેના માણસોને રોહિણેયને ઘેરી લેવા કહ્યું. ચબરાક એવો રોહિણેય આવેલા ભયને ઓળખી ગયો. તે કિલ્લાની દીવાલ બાજુ દોડ્યો. કમનસીબે ત્યાં સૈનિકો હાજર જ હતા. તેને પકડી લીધો અને જેલમાં પૂરી દીધો. બીજે દિવસે તેને રાજાના દરબારમાં હાજર કરવામાં આવ્યો. ગુપ્તવેશે હોવાથી તે જ રોહિણેય છે તે નક્કી કરવું અઘરું હતું. અભયકુમારને ખાત્રી હતી કે તે રોહિણેય છે પણ ચોક્કસ પૂરાવા વિના તેની ઓળખ થાય નહિ અને તેને સજા પણ ન કરાય. જ્યારે રાજાએ તેને તેની ઓળખ આપવા કહ્યું ત્યારે તેણે જણાવ્યું કે પોતે શાલિગ્રામ ગામનો દુર્ગાચંદ્ર નામનો ખેડૂત છે. તે રાજગૃહીની મુલાકાતે આવ્યો હતો અને અત્યારે તે પાછો ફરતો હતો ત્યારે ચોકીદારોએ મને પકડી લીધો. રોહિણેયે ગામના લોકોને પોતાની નવી ઓળખાણ માટે શીખવાડી રાખ્યું હતું. જ્યારે શાલિગ્રામ તપાસ અર્થે માણસો મોકલ્યા તો ગામના લોકોએ રોહિણેયે જે કહ્યું હતું તે જ કહ્યું. પરંતુ રોહિણેય પાસેથી તેની ચોરીની કબૂલાત કરાવવા અભયકુમારે એક છટકું ગોઠવ્યું. રોહિણેય દારૂ પીવાનો ખૂબ શોખીન હતો. તેથી તેને હદ કરતાં વધારે શરાબ પીવડાવવામાં આવ્યો. વધારે પડતા દારૂના સેવનથી તે ભાન ભૂલવા લાગ્યો. હવે તેને ચોખ્ખો કરી સરસ ખુમ્બોદાર કપડાં પહેરાવી કિંમતી દાગીનાથી શણગારી તૈયાર કર્યો. તેને પાછું ભાન આવ્યું ત્યારે તેને એમ લાગ્યું કે પોતે સ્વર્ગમાં છે. શ્વાસ થંભી જાય તેવું સુંદર દૃશ્ય આજુબાજુ હતું. દિવાલ, છત અને જમીન જાણે સ્ફટિકની બનેલી હોય તેવું લાગે. સુંદર દાસીઓ હીરા જડેલા પંખા વડે સુગંધિત હવા નાંખતી હતી. પાછળથી ખૂબ જ મધુર ધીમું સંગીત વાગતું હતું. પરી જેવી સુંદર છોકરીઓ સંગીતના તાલે નૃત્ય કરતી હતી. દૈવી સંગીત સમ્રાટો સંગીતના જલસા માટે તૈયાર હતા. રોહિણેયને જૈન કથા સંગ્રહ 111Page Navigation
1 2 3 4 5