Book Title: Abhaydevsuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 2
________________ २३२ શાસનપ્રભાવક કરવું પણ ઉચિત નથી. આથી તમારા દ્વારા પ્રાપ્ત થયેલ સંકેત પર મારી સ્થિતિ કિંકર્તવ્યવિમૂઢ જેવી થઈ છે.” આચાર્ય શ્રી અભયદેવસૂરિના મનનું સમાધાન આપતાં શાસનદેવીએ કહ્યું કે – હે પંડિત માન્ય સિદ્ધાંતના સઘળા અર્થ ગ્રહણ કરવામાં આપને સર્વથા યોગ્ય સમજી મેં આપની પાસે આ મહત્વપૂર્ણ કાર્યની પ્રાર્થના કરી છે. આગમપઠોમાં ત્યાં આપને સંદેહ થાય ત્યાં મને યાદ કરજે. હું શ્રી સીમંધરસ્વામીને પૂછીને આપના પ્રશ્નોનું સમાધાન કરવા પ્રયત્ન કરીશ.” શાસનદેવીનાં આ વચનોથી આચાર્ય અભયદેવસૂરિને સંતોષ થયો. આગમ જેવાં મહાન કાર્યમાં તબળ આવશ્યક છે, એમ વિચારી તેમણે અખંડ આયંબિલ તપ સાથે ટીકારચનાનો પ્રારંભ કર્યો. એકાગ્રતાથી તેઓ પોતાના કાર્યમાં લાગી ગયા. અને શ્રમપરાયણવૃત્તિને લીધે નવ અંગ-આગમ પર ટીકાગ્રંથ રચવામાં તેઓ સફળ બન્યા. ટીકા-રચનાના કાર્ય પછી તેઓ ધોળકા પધાર્યા. આ દરમિયાન નિરંતર આયંબિલ તપના લૂમ્બાસૂકા આહારને લીધે અને સતત પરિશ્રમને કારણે તેમને કોઢ થયે. વિધીઓમાં અપવાદ ફેલા કેન્દ્ર ઉસૂત્રપ્રરૂપણાનું પ્રતિફળ છે. શાસનદેવી રૂષ્ટ થઈ તેમને દંડ આપી રહી છે.” આવી વાત સાંભળીને આચાર્ય અભયદેવસૂરિ ખૂબ વ્યથિત થયા. રાત્રિના સમયે તેમણે ધરણેન્દ્રનું સ્મરણ કર્યું. શાસનહિતૈષી ધરણેન્ટે તેમને પ્રસન્ન થઈ રોગશમનને ઉપાય બતાવી સ્વસ્થ બનાવ્યા. એક દિવસ સ્વપ્નાવસ્થામાં આચાર્ય અભયદેવસૂરિને લાગ્યું કે, વિકરાળ મહાકાળદેવે મારા શરીરને આકાંત કર્યું છે. આ સ્વપ્નને આધારે અભયદેવસૂરિએ વિચાર્યું કે, મારું આયુષ્ય ક્ષીણપ્રાય છે, આથી અનશન કરી લેવું યોગ્ય છે. સ્વપ્નાવસ્થામાં આચાર્ય અભયદેવસૂરિ સમક્ષ ફરીથી પ્રગટ થઈને ધરણેન્દ્ર કહ્યું કે “મેં આપનો કેન્દ્ર શમન કરવા ઉપાય બતાવ્યા છે, માટે આપ નિશ્ચિત બને.” શાસનપ્રભાવનામાં જાગરૂક આચાર્ય અભયદેવસૂરિએ કહ્યું કે “દેવરાજ ! મને મૃત્યુને ભય નથી, પણ મારા રોગને નિમિત્ત બનાવી પિશુંક લેકે દ્વારા પ્રચારિત ધર્મસંઘની નિંદા દુઃસહ્ય બની છે.” ત્યારબાદ ધરણેન્દ્રના કહેવા મુજબ શ્રાવકસંઘની સાથે અભયદેવસૂરિ સ્તંભન ગ્રામમાં આવ્યા. સેઢી નદીના કિનારે ધરણેન્દ્રએ બતાવેલા સ્થાને તેમણે જ્યતિઅણ” નામના ૩૨ કલેકના સ્તોત્રને રચ્યું. આ તેત્રની રચનાથી ત્યાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ. આ પ્રતિમા આજે ખંભાતમાં છે. પૂર્વકાળમાં કોઈ સમયે શ્રીકાંતાનગરીમાં ધનેશ શ્રાવકને ત્રણ પ્રતિમાઓ તેની અધિષ્ઠાયક દેવીની કૃપાથી સમુદ્રમાંથી પ્રાપ્ત થઈ હતી. શ્રાવકે એક પ્રતિમા ચારૂપ નામના ગામમાં, બીજી પ્રતિમા પાટણમાં અને ત્રીજી પ્રતિમા સેઢી નદીના કિનારે વૃક્ષોની વચ્ચે ભૂમિમાં સ્થાપન કરી હતી. આ છેલ્લી પ્રતિમાની સામે બેસી નાગાર્જુને રસસિદ્ધિ વિદ્યાની સાધના કરી હતી. અભયદેવસૂરિની સાધના દ્વારા સેઢી નદીના કિનારે પ્રતિમા પ્રગટ થયાની ઘટનાથી જનાપવાદ મટી ગયે, લેકે અભયદેવસૂરિની પ્રશંસા કરવા લાગ્યા. પછીથી ધરણેન્દ્રના કહેવાથી શ્રી અભયદેવસૂરિએ તેત્રની છેલ્લી બે ગાથાઓ લુપ્ત કરી દીધી. “જ્યતિહુઅણ” સ્તોત્રની આ ચમત્કારિક ગાથાઓ લુપ્ત કરી દેવાની વાત વિવિધતીર્થકલ્પમાં પણ છે. તેમાં કહ્યું છે કે, આ પદનું Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6