Book Title: Abhaydevsuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Catalog link: https://jainqq.org/explore/249080/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતા અંગશાસ્ત્રાને સુલભ અને સુગમ અનાવનાર મહાસમ નવાંગી ટીકાકાર આચાર્ય શ્રી અભયદેવસૂરિજી મહારાજ ૨૩ જૈનપર’પરામાં અભયદેવસૂરિ નામે કેટલાયે આચાર્યો થયા છે, તેમાં આ આચાર્ય અભયદેવસૂરિ નવાંગી ટીકાકાર તરીકે ખૂબ પ્રસિદ્ધિ પામ્યા છે. તે ચદ્રકુલીય સુવિદ્ધિતમાગી શ્રી વર્ધમાનસૂરિના પ્રશિષ્ય અને શ્રી બુદ્ધિસાગરસૂરિના શિષ્ય હતા. શ્રી વર્ધમાનસૂરિ પ્રારંભમાં સૂપુરના ચૈત્યવાસી હતા. તેમનું ૮૪ જિનમદિશ પર સ્વામિત્વ હતું. શ્રી ઉદ્યોતનસૂરિની પરંપરાથી પ્રભાવિત થઈ તેમણે ચૈત્યવાસના ત્યાગ કરી સુવિહિતમાગી પરંપરાના સ્વીકાર કર્યાં હતા. આચાર્ય શ્રી અભયદેવસૂરિના જન્મ વૈશ્યપરિવારમાં વીરનિર્વાણ સ. ૧૫૪૨ (વિ. સં. ૧૦૭૨ )માં થયા હતા. ઇતિહાસપ્રસિદ્ધ માલવદેશની રાજધાની ધારાનગરી તેમની જન્મભૂમિ હતી, તે મહીધર શેઠના પુત્ર હતા. તેમની માતાનુ નામ ધનદેવી હતું. અને તેમનું જન્મનામ અભયકુમાર હતું. ધારાનગરીમાં એ વખતે રાજા ભોજનુ શાસન હતુ. અભયકુમાર બુદ્ધિશાળી બાળક હતા, તેથી પિરવાર પાસેથી સહજપણે ધાર્મિક 'સ્કારો મળ્યા હતા. એક વખત શ્રી જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ ધારાનગરીમાં પધાર્યાં. પિતા મહીધર સાથે અભયકુમારે તેનું પ્રવચન સાંભળ્યુ. બાળકના મન પર વૈરાગ્યનો રંગ લાગ્યો. માતા-પિતાની આજ્ઞા લઈ અભયકુમારે શ્રી જિનેશ્વરસૂરિ પાસે દીક્ષા ગ્રહણ કરી; અને શ્રી બુદ્ધિસાગરસૂરિના શિષ્ય અન્યા. દીક્ષા બાદ આળમુનિએ ગંભીરતાપૂર્વક આગમેના અભ્યાસ કર્યાં. ગુરુજન પાસે ગ્રહણ અને આસેવન શિક્ષા ગ્રહણ કરી મહાક્રિયાનિષ્ઠ અભયદેવસુનિ શાસનરૂપી કમળને વિકસિત કરવા માટે સૂર્યંા તેજસ્વી જણાવા લાગ્યા. આચાય. શ્રી વર્ધમાનસૂરિના આદેશથી શ્રી જિનેશ્વરએ તેમને વિ. સં. ૧૦૮૯માં, ૧૬ વર્ષની વયે, આચા પદથી અલંકૃત કર્યાં. આચાર્ય શ્રી અભયદેવસૂરિ સિદ્ધાંતેના ગંભીર જ્ઞાતા હતા. આગમેતર વિષયેાનું પણ તેમને વિશાળ જ્ઞાન હતુ. શ્રમણગણને તે આગમની વાચના આપતા હતા. શ્રી વ માનસૂરિના સ્વર્ગવાસ પછી, એક વખત રાત્રિના સમયે આચાય અભયદેવસૂરિ ધ્યાનમાં બેઠા હતા. તે સમયે તેમને ટીકા રચવાની પ્રેરણા થઇ. પ્રભાવકત્ર આદિ ગ્રંથો પ્રમાણે આ પ્રેરણા શાસનદેવીએ કરી હતી. રાત્રિ સમયે ધ્યાનસ્થ અભયદેવસૂરિની સામે શાસનદેવી પ્રગટ થઈ ને ખાલ્યા, “ મુનિવર્ય ! આચાય શીલાંકસૂર અને કાટ્ટાચાર્ય વિરચિત ટીકાસાહિત્યમાં આચારાંગ અને સૂત્રકૃતાંગ આગમની ટીકાઓ સુરક્ષિત છે, જ્યારે બાકીના આગમાની ટીકાઓ કાળદોષના પ્રભાવે લુપ્ત થઇ ગઇ છે, આથી આ ક્ષતિ દૂર કરવા માટે આપ સધના હિતાર્થે પ્રયત્નવાન અને અને ટીકા રચવાના કાર્યના પ્રારંભ કરો. ’ . આચાર્ય શ્રી અભયદેવસૂરિએ કહ્યું કે “ દેવી ! મારા જેવા જાતિ દ્વારા શ્રી સુધર્માસ્વામીકૃત આગમો પૂર્ણરીતે જાણવા પણ કઠિન છે. અજાણતાં ઉત્સૂત્રપ્રરૂપણા થઈ જાય તે આ કાર્ય કર્મ બંધન અને અનંત સ'સારની વૃદ્ધિનું નિમિત્ત બની જાય. આપનાં વચનાનું ઉલ્લંધન 2010_04 Page #2 -------------------------------------------------------------------------- ________________ २३२ શાસનપ્રભાવક કરવું પણ ઉચિત નથી. આથી તમારા દ્વારા પ્રાપ્ત થયેલ સંકેત પર મારી સ્થિતિ કિંકર્તવ્યવિમૂઢ જેવી થઈ છે.” આચાર્ય શ્રી અભયદેવસૂરિના મનનું સમાધાન આપતાં શાસનદેવીએ કહ્યું કે – હે પંડિત માન્ય સિદ્ધાંતના સઘળા અર્થ ગ્રહણ કરવામાં આપને સર્વથા યોગ્ય સમજી મેં આપની પાસે આ મહત્વપૂર્ણ કાર્યની પ્રાર્થના કરી છે. આગમપઠોમાં ત્યાં આપને સંદેહ થાય ત્યાં મને યાદ કરજે. હું શ્રી સીમંધરસ્વામીને પૂછીને આપના પ્રશ્નોનું સમાધાન કરવા પ્રયત્ન કરીશ.” શાસનદેવીનાં આ વચનોથી આચાર્ય અભયદેવસૂરિને સંતોષ થયો. આગમ જેવાં મહાન કાર્યમાં તબળ આવશ્યક છે, એમ વિચારી તેમણે અખંડ આયંબિલ તપ સાથે ટીકારચનાનો પ્રારંભ કર્યો. એકાગ્રતાથી તેઓ પોતાના કાર્યમાં લાગી ગયા. અને શ્રમપરાયણવૃત્તિને લીધે નવ અંગ-આગમ પર ટીકાગ્રંથ રચવામાં તેઓ સફળ બન્યા. ટીકા-રચનાના કાર્ય પછી તેઓ ધોળકા પધાર્યા. આ દરમિયાન નિરંતર આયંબિલ તપના લૂમ્બાસૂકા આહારને લીધે અને સતત પરિશ્રમને કારણે તેમને કોઢ થયે. વિધીઓમાં અપવાદ ફેલા કેન્દ્ર ઉસૂત્રપ્રરૂપણાનું પ્રતિફળ છે. શાસનદેવી રૂષ્ટ થઈ તેમને દંડ આપી રહી છે.” આવી વાત સાંભળીને આચાર્ય અભયદેવસૂરિ ખૂબ વ્યથિત થયા. રાત્રિના સમયે તેમણે ધરણેન્દ્રનું સ્મરણ કર્યું. શાસનહિતૈષી ધરણેન્ટે તેમને પ્રસન્ન થઈ રોગશમનને ઉપાય બતાવી સ્વસ્થ બનાવ્યા. એક દિવસ સ્વપ્નાવસ્થામાં આચાર્ય અભયદેવસૂરિને લાગ્યું કે, વિકરાળ મહાકાળદેવે મારા શરીરને આકાંત કર્યું છે. આ સ્વપ્નને આધારે અભયદેવસૂરિએ વિચાર્યું કે, મારું આયુષ્ય ક્ષીણપ્રાય છે, આથી અનશન કરી લેવું યોગ્ય છે. સ્વપ્નાવસ્થામાં આચાર્ય અભયદેવસૂરિ સમક્ષ ફરીથી પ્રગટ થઈને ધરણેન્દ્ર કહ્યું કે “મેં આપનો કેન્દ્ર શમન કરવા ઉપાય બતાવ્યા છે, માટે આપ નિશ્ચિત બને.” શાસનપ્રભાવનામાં જાગરૂક આચાર્ય અભયદેવસૂરિએ કહ્યું કે “દેવરાજ ! મને મૃત્યુને ભય નથી, પણ મારા રોગને નિમિત્ત બનાવી પિશુંક લેકે દ્વારા પ્રચારિત ધર્મસંઘની નિંદા દુઃસહ્ય બની છે.” ત્યારબાદ ધરણેન્દ્રના કહેવા મુજબ શ્રાવકસંઘની સાથે અભયદેવસૂરિ સ્તંભન ગ્રામમાં આવ્યા. સેઢી નદીના કિનારે ધરણેન્દ્રએ બતાવેલા સ્થાને તેમણે જ્યતિઅણ” નામના ૩૨ કલેકના સ્તોત્રને રચ્યું. આ તેત્રની રચનાથી ત્યાં શ્રી પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થઈ. આ પ્રતિમા આજે ખંભાતમાં છે. પૂર્વકાળમાં કોઈ સમયે શ્રીકાંતાનગરીમાં ધનેશ શ્રાવકને ત્રણ પ્રતિમાઓ તેની અધિષ્ઠાયક દેવીની કૃપાથી સમુદ્રમાંથી પ્રાપ્ત થઈ હતી. શ્રાવકે એક પ્રતિમા ચારૂપ નામના ગામમાં, બીજી પ્રતિમા પાટણમાં અને ત્રીજી પ્રતિમા સેઢી નદીના કિનારે વૃક્ષોની વચ્ચે ભૂમિમાં સ્થાપન કરી હતી. આ છેલ્લી પ્રતિમાની સામે બેસી નાગાર્જુને રસસિદ્ધિ વિદ્યાની સાધના કરી હતી. અભયદેવસૂરિની સાધના દ્વારા સેઢી નદીના કિનારે પ્રતિમા પ્રગટ થયાની ઘટનાથી જનાપવાદ મટી ગયે, લેકે અભયદેવસૂરિની પ્રશંસા કરવા લાગ્યા. પછીથી ધરણેન્દ્રના કહેવાથી શ્રી અભયદેવસૂરિએ તેત્રની છેલ્લી બે ગાથાઓ લુપ્ત કરી દીધી. “જ્યતિહુઅણ” સ્તોત્રની આ ચમત્કારિક ગાથાઓ લુપ્ત કરી દેવાની વાત વિવિધતીર્થકલ્પમાં પણ છે. તેમાં કહ્યું છે કે, આ પદનું 2010_04 Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવતે ર૩૩ વિધિપૂર્વક ઉરચારણ કરવાથી દેવને આહવાન કરનારની સામે આવવું પડતું હતું. લોકો તેને દુરુપયેગ કરવા લાગ્યા, તેથી સ્તોત્રમાંથી છેલ્લાં બે પદો લુપ્ત કરી દેવામાં આવ્યાં. પ્રભાવક ચરિત્રમાં જણાવ્યા મુજબ, ટીકારચનાની પ્રતિલિપિ તૈયાર કરવાનું કામ તામ્રલિપ્તિ, આશાપલ્લી, ધવલકનગરીના ૮૪ તત્વજ્ઞ સુદક્ષ શ્રાવકેએ કર્યું. એ વખતે ૮૪ પ્રતિઓ લખાઈ હતી. પ્રતિલિપિ લખવામાં ત્રણ લાખ દ્રમક (મુદ્રાવિશેષ)ને વ્યય થયા હતા, જેની વ્યવસ્થા રાજા ભીમે કરી હતી. શાસનદેવીએ ફેકેલાં આભૂષણો લઈ શ્રાવક રાજા ભીમ પાસે ગયે હતું. તેના બદલામાં રાજા ભીમે ત્રણ લાખ ક્રમક આપ્યાં હતાં. આ દ્રવ્યથી અભયદેવસૂરિના ટીકાગ્રંથ લખવામાં આવ્યા હતા. ટીકારચનાનું કાર્ય પૂર્ણ કરી આચાર્ય અભયદેવસૂરિ પાલ્ડઉદા ગામમાં વિચરી રહ્યા હતા. ત્યાંના શ્રાવકે સામે સંકટ આવ્યું હતું. માલથી ભરેલાં તેમનાં વહાણે સમુદ્રમાં ડૂબી ગયાના સમાચાર જાણી શ્રાવકે બેચેન થઈ ગયા હતા. યથેચિત સમયે વહાણ આવી પહોંચ્યા નહિ તેથી બેચેની વધી ગઈ હતી. આચાર્ય અભયદેવસૂરિ જાતે તેમની વસ્તીમાં દર્શન આપવા ગયા. ત્યાં તેમણે પૂછ્યું કે- “વંદન વેળાનું અતિક્રમણ કેમ થયું ?” શ્રાવકેએ, નમ્રતાથી, માલ ભરેલાં વહાણે સમુદ્રમાં નષ્ટ થયાના સમાચાર સંભળાવ્યા. આ જાણી આચાર્ય અભયદેવસૂરિએ કહ્યું કે “ચિંતા ન કરે. ધર્મના પ્રતાપે બધું ઠીક થઈ જશે.” આચાર્ય અભયદેવસૂરિના આ શબ્દોથી શ્રાવકેમાં આશા જન્મી અને બીજા દિવસે વહાણે સુરક્ષિત આવી જવાના સમાચાર જાણું સૌ કોઈ ખૂબ જ રાજી થયા. આચાર્ય અભયદેવસૂરિ પાસે જઈ નમ્ર સ્વરે શ્રાવકેએ નિવેદન કર્યું કે –“આ માલ વેચતાં જે લાભ થશે તેને અધ ભાગ ટીકાસાહિત્યના લેખનકાર્યમાં વાપરીશું.” આમ, શ્રાવકના આવેલા આ ધનરાશિથી પણ ટીકાસાહિત્યની ઘણી પ્રતિલિપિઓ નિર્માણ થઈ. તે વખતના મુખ્ય આચાર્યો પાસે અનેક સ્થાનમાં તેમનું ટીકાસાહિત્ય પહોંચાડવામાં આવ્યું. - આચાર્ય અભયદેવસૂરિની ટીકાઓની રચનાના કાર્યમાં દ્રોણાચાર્ય મહાન સહયોગ પ્રાપ્ત થયો હતે. દ્રોણાચાર્ય ચૈત્યવાસી આચાર્ય હતા. તે વિશ્રત શ્રતધર હતા. અભયદેવસૂરિ સુવિહિતમાગી હતા. દ્રોણાચાર્યને સંબંધ ચૈત્યવાસી પરંપરા સાથે હોવા છતાં અભયદેવસૂરિ પ્રત્યે તેમને વિશેષ સદ્ભાવ હતો. અભયદેવસૂરિ પણ દ્રોણાચાર્યના આગમજ્ઞાનથી વિશેષ પ્રભાવિત હતા. દ્રોણાચાર્ય પિતાના શિષ્યોને આગમવાચના આપતા હતા ત્યારે અભયદેવસૂરિ પિતે પણ તેમની પાસે વાચના લેવા જતા. અભયદેવસૂરિને દ્રોણાચાર્ય ઊભા થઈ સન્માન આપતા હતા, અને પિતાની પાસે આસન આપતા હતા. શ્રી અભયદેવસૂરિની ટીકાઓનું જે વિદ્વાનોએ સંશોધન કર્યું હતું તેમાં દ્રોણાચાર્ય મુખ્ય હતા. અભયદેવસૂરિએ પિતાની ટીકાઓની પ્રશસ્તિમાં દ્રોણાચાર્યને આદરભાવથી ઉલ્લેખ કર્યો છે. સાહિત્યસર્જન : આચાર્ય અભયદેવસૂરિની પ્રસિદ્ધિ નવાંગી ટીકાકાર તરીકે છે, પરંતુ તેમણે અંગસૂત્ર સિવાય બીજા ગ્રંથ ઉપર પણ ટીકાઓ રચી છે. તેમની એક ટીકા 2010_04 Page #4 -------------------------------------------------------------------------- ________________ શાસનપ્રભાવક ઉપાંગ આગમ ઉપર પણ છે. તેમણે સ્વતંત્ર ગ્રંથરચના પણ કરી હતી. ગણધર શ્રી સુધર્મોસ્વામીના આગમસાહિત્યના ગૂઢાર્થ સમજવા માટે આચાર્ય અભયદેવસૂરિની ટીકાએ ચાવી સમાન માનવામાં આવે છે. આ ટીકા સક્ષિપ્ત અને શબ્દાપ્રધાન છે. તેમાં અનેક વિષયાનુ નિરૂપણ કરવામાં આવેલ છે. તેમની આ ટીકાઓની સહાય વિના અંગશાસ્ત્રના રહસ્યને સમજવુ' મુશ્કેલ છે, તેમણે દ્વાદશાંગીમાંના અંગ ૩ થી ૧૧ ઉપર ટીકા લખી છે. તેમણે રચેલ ટીકા વગેરે ગ્ર'થાને પરિચય આ પ્રમાણે છે : ૨૦૪ સ્થાનાંગવૃત્તિ : મૂળસૂત્ર પર સ્થાનાંગવૃત્તિની રચના છે. સૂત્રસંબદ્ધ વિષયેનુ વિસ્તારથી વિવેચન છે. દાર્શનિક દૃષ્ટિની વિશદ વ્યાખ્યા છે. વૃત્તિમાં કયાંક કચાંક સક્ષિપ્ત કથાનક છે. આ વૃત્તિની રચનામાં શ્રી અભયદેવસૂરિને સવિજ્ઞપાક્ષિક અજીતસિંહસૂરિના શિષ્ય શ્રી યશે દેવગણના સહયોગ પ્રાપ્ત થયા હતા. દ્રોણાચાય ના નામેાલ્લેખ પણ આ ટીકામાં છે, જેમણે આ ટીકાનું સંશોધન કર્યું હતું. આ ટીકાનો રચનાકાળ વિ. સં. ૧૧૨૦ છે. આનુ ગ્રંથમાન ૧૪૨૫૦ પરિમાણ છે. સમવાયાંગવૃત્તિ : આ વૃત્તિની રચના પણ મૂળ સૂત્રો પર છે. આ મધ્યમ પિરમાણુની ટીકા છે. આમાં પ્રજ્ઞાપનાસૂત્રને તથા ગંધહસ્તિ ભાગ્યનો ઉલ્લેખ છે. આ ટીકાની રચના વિ. સ. ૧૧૨૦ માં પાટણમાં થઇ છે. આનું ગ્રંથમાન ૩૫૭૫ શ્ર્લોક પરિમાણ છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિવૃત્તિ : આ સંક્ષિપ્ત શબ્દાર્થપ્રધાન ટીકા છે. આમાં એક વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના દશ અર્થ બતાવ્યા છે, જે ભિન્ન ભિન્ન અબેયની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આ ટીકામાં શ્રી સુધર્માંસ્વામી આદિને નમસ્કાર કર્યા પછી ટીકાકારે આ સૂત્રની પ્રાચીન ટીકા, ચૂર્ણ અને જીવાભિગમ આદિની વૃત્તિની સહાયતાથી ટીકા રચવાનો સંકલ્પ કરેલેા છે. આથી સ્પષ્ટ છે કે, ટીકાકાર શ્રી અભયદેવસૂરિ સામે ભગવતીસૂત્રની પ્રાચીન ટીકા હતી. ટીકાના અંતમાં ગ્રંથકારે જિનેશ્વરસૂરિથી પોતાની ગુરુપર પરાના ઉલ્લેખ કર્યાં છે. આ ટીકાની રચના વણ અભયદેવસૂરિએ પાટણમાં વિ.સં. કરી હતી. આ ટીકાનુ ં ગ્રંથમાન ૧૮૬૧૬ શ્ર્લોકપરિમાણુ બતાવ્યું છે, જ્ઞાતાધ કથાવૃત્તિ : મૂળસૂત્રસ્પર્શી શબ્દાપ્રધાન આ ટીકા ૩૮૦૦ શ્ર્લોકપરિમાણુ છે. આ ગ્રંથની રચનાઃ પાટણમાં વિ. સ’. ૧૧૨૦ માં વિજયાદશમીને દિવસે થઇ છે. જ્ઞાતાધમ કથાના બે શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૯ કથાનક છે. એ કથાનક અત્યંત પ્રસિદ્ધ છે. જ્ઞાત હોવાને લીધે આ શ્રુતસ્ક ંધતું નામ જ્ઞાતા છે. બીજા શ્રુતસ્કંધમાં ઘણી ધર્મકથાઓ વ્હેવાથી તેનું નામ ધ કથા છે, ઉપાસકદશાંગવૃત્તિ : ઉપાસકદશાંગવૃત્તિની રચના મૂળ સૂત્ર પર થઈ છે. આ સંક્ષિપ્ત ટીકા છે. આની રચના જ્ઞાતાસૂત્રની વૃત્તિની રચના પછી થઈ છે. આમાં ટીકાકારે વિશેષ શબ્દોમાં અનુ સ્પષ્ટીકરણ કરેલ છે. આ વૃત્તિનું' ગ્રંથમાન ૯૦૦ પદ્મપરિમાણ છે. અંતકૃશાવૃત્તિ : આ વૃત્તિ પણ મૂળસૂત્રસ્પર્શ અને શબ્દપ્રધાન છે. આ વૃત્તિનું ગ્રંથમાન ૮૯૯ પરિમાણુ છે. અનુત્તરૌપપાતિવૃત્તિ : આ પણ શબ્દપ્રધાન સક્ષિપ્ત ટીકા છે. આનું ગ્રંથમાન ૧૦૦ શ્લેાકપ્રમાણ છે. આમાં શબ્દોની સારગર્ભિત વ્યાખ્યા પાટકના મનને વિશેષ પ્રભાવિત કરે છે. પ્રશ્નવ્યાકરણવૃત્તિ : આ શબ્દાર્થપ્રધાનવૃત્તિ લગભગ ૪૬૩૦ પદપરમાણુ ૧૧૨૮ માં 2010-04 Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રમણભગવા ૨૩૫ છે, આમાં ૫ આશ્રવ અને પ સંવરનું યુક્તિપૂર્વક વર્ણન છે. દ્રોણાચાયે` આ વૃત્તિનુ સંશાધન કર્યુ છે. શુભાશુભ કર્મોના જુદા જુદા રૂપે ફળનાં પિરણામ જાણવા આ વૃત્તિ વિશેષ સહાયક છે. વિપાકવૃત્તિ : આ વૃત્તિ પણ સૂત્રસ્પી છે. પારિભાષિક પદાના સંક્ષિપ્ત અર્થ આમાં જણાવ્યા છે. આગમસૂત્રને પ્રવચનપુરુષ કહેલ છે. શુભાશુભ કર્મોના વિવિધ રૂપે ફળપરિણામ સમજવા માટે વિશેષ સહાયક છે. ગ્રંથગત વિઓને સંશોધન કરવા માટે વૃત્તિકારે શ્રીમાન્ પુરુષોને સ ંશોધિત કરવા માટે કહ્યું છે : નુયોને વવયુવતમુદ્દત તપોધના પ્રાક્રોધચન્તુ । ટીકાકારે આ કથનથી પોતાના વિચારોની સરળતા પ્રગટ કરી છે. ટીકાના અંતમાં ટીકાકારે પેાતાનું નામ અને પેાતાના ગુરુના નામને ઉલ્લેખ પણ કરેલે છે. આ ટીકાનું સંશોધન અણુહિલપુર પાટણમાં દ્રોણાચાયે કર્યું હતું. વૃત્તિનું ગ્રંથમાન ૩૧૨૫ પરિમાણ બતાવ્યુ` છે. ઔપપાતિકવૃત્તિ : આ વૃત્તિ ઉપાંગ આગમ પર છે. ટીકાકાર શ્રી અભયદેવસૂરિની ઉપાંગ આગમ પર આ એક જ ટીકા છે. આ વૃત્તિનું ગ્રંથમાન ૩૧૨૫ પરિમાણ છે. વૃત્તિના આરભમાં ઔપપાતિક શબ્દની સુંદર વ્યાખ્યા આપી છે. શબ્દાપ્રધાન ટીકા સૈદ્ધાંતિક, સામાજિક, અને સાંસ્કૃતિક વિવિધ પ્રકારની સામગ્રીથી પરિપૂર્ણ છે. વૃત્તિના અંતમાં ટીકાકારે ગુરુ જિનેશ્વરસૂરિતુ નામ અને ચંદ્રપુલને ઉલ્લેખ પણ કયે છે. વૃત્તિની પ્રશસ્તિ મુજબ આ વૃત્તિનુ સંશાધન અણહિલપુર પાટણમાં શ્રી દ્રોણાચાર્યે કર્યુ છે. આ ટીકાઓમાં ત્રણ ટીકા સ્થાનાંગવૃત્તિ, સમવાયાંગવૃત્તિ અને જ્ઞાતાધમ કથાવૃત્તિ વિ. સં. ૧૧૨૦ માં રચી છે. આ ત્રણ વૃત્તિનું પરિમાણુ ૨૧૯૨૫ શ્લોક છે. એક વર્ષમાં આવા વિશાળ સાહિત્યની રચના કરવી એ તેમની મહાન સર્જનશક્તિને પરિચય કરાવે છે. ઉપાંગ સહિત આ વૃત્તિએનું ગ્રંથમાન ૧૦૭૬૯ લોકપ્રમાણ છે. આગમાતિરિક્ત ગ્રંથો પર ટીકા : આચાય અભયદેવસૂરિએ આગમા પર ટીકાએ લખીને જ સ ંતાય લીધા નથી, તેમણે બીજા ગ્ર ંથો પર પણ ટીકાએ લખી છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ સૂચિત ષોડશક તેમ જ પચાશક ગ્રંથ પર શ્રી અભયદેવસૂરિએ ટીકા રચવાનુ કાર્ય કર્યુ છે. આ બ'ને ગ્રંથેામાં પચાશકની ટીકા વિશાળ છે, એ ટીકાનું ગ્રંથમાન ૭૪૮૦ પરિમાણ છે. આ ટીકાનો રચનાકાળ વિ. સ. ૧૧૨૪ છે, આચાય અભયદેવસૂરિએ ટીકાગ્ર થેની રચના ઉપરાંત પ્રજ્ઞાપના તૃતીયપદ સ’ગ્રહણી, જયતિહુઅણુ સ્તોત્ર, પાંચનિ'થી પ્રકરણ તેમ જ છ કમ ગ્રંથ સવ્રુત્તિભાષ્ય આદિ ગ્રંથની રચના કરી છે. પ્રજ્ઞાપના તૃતીયપદ સંગ્રહણીનું ગ્રથમાન ૧૩૨ શ્લોકપરિમાણ છે. પ્રભાવકચરત્ર મુજબ થી અભયદેવસૂરિના સ્વર્ગવાસ પાટણમાં થયા હતા. એ વખતે પાટણમાં કણરાજાનું રાજ હતું. સ્વર્ગવાસ સંવત-સમયના ઉલ્લેખ નથી; જ્યારે પટ્ટાવલી મુજબ અભયદેવસૂરિના સ્વર્ગવાસ ગુજરાતમાં કપડવંજ ગામમાં થયા હતા. પટ્ટાવલીમાં દર્શાવ્યા પ્રમાણે સ્વર્ગવાસ સવત ૧૧૩૫ બતાવેલ છે. કોઈ કાઇ સ્થળે વિ. સ. ૧૧૩૯ જણાવેલ છે. એમાં ૪ વર્ષીનું અંતર છે. આચાર્ય શ્રી અભયદેવસૂરિએ ટીકાનિર્માણનું કાર્ય વિ. સં. ૧૧૨૦ થી ૧૧૨૮માં કર્યું હતું. પટ્ટાવલી અનુસાર ટીકાનિર્માણના કાર્યાં પછી ૬ અથવા ૧૧ વર્ષે તેમના સ્વર્ગવાસ થયેલ છે. એ આધારે શ્રી અભયદેવસૂરિ વિક્રમની ૧૧-૧૨ મી સદીમાં થયાનુ નક્કી થાય છે. 2010_04 Page #6 -------------------------------------------------------------------------- ________________ 236 શાસનપ્રભાવક જેન આગની સુગમ વ્યાખ્યાઓ આપી ટીકાકાર આચાર્યશ્રી અભયદેવસૂરિ ચતુર્વિધ સંઘની શ્રદ્ધાના સુદઢ આલંબન રૂપ બન્યા છે. જૈનદર્શનાદિ અનેક વિષયના સમર્થ જ્ઞાતા અને ગ્રંથકાર આચાર્યશ્રી જિનવલભસૂરિજી મહારાજ વિક્રમની બારમી શતાબ્દીમાં જૈન સંઘમાં ચૈત્યવાસીઓની પ્રધાનતા હતી. તેઓ વિદ્વાન શક્તિસંપન્ન અને જૈન ધર્મના પાગી હતા. ધમની રક્ષા તથા તેના ઉત્થાનમાં હંમેશાં તત્પર રહેતા હતા. પરંતુ તેઓ આચારમાં શિથિલ રહેતા હતા. આ ચૈત્યવાસીઓની જુદા જુદા નગરમાં મુખ્ય ગાદી હતી. ચિન્તડના ચૈત્યવાસી મઠની એક શાખા કૂર્ચપુર (કૂચેરા-મારવાડ)માં હતી. આસીકાદુર્ગનિવાસી આચાર્ય જિનેશ્વર (જિનચંદ્ર) તેના અધ્યક્ષ હતા. તેમને જિનવલ્લભ નામે શિષ્ય હતું, જે તેની માતાએ તેને બાલ્યવયમાં જ અર્પણ કર્યો હતે. દીક્ષા બાદ ગુરુએ તેને વ્યાકરણ, કાવ્ય, ન્યાય વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યે સર્પકર્ષણી, સર્પમાનિ જેવી ચમત્કારિક વિદ્યા આપી; અને વાચનાચાર્ય પદ પ્રદાન કર્યું હતું. શ્રી જિનવલ્લભની પ્રખર મેધા, બુદ્ધિ અને તીવ્ર જ્ઞાનરુચિના કારણે તેમને તથા જિનશેખરને વિશેષ આગમાદિના અભ્યાસ માટે પાટણમાં નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ પાસે મોકલ્યા. અહીં બંનેને વિવેકપૂર્વક જિનાગમ ભણતાં ધર્મમાર્ગનું સાચું જ્ઞાન થયું. તેમણે તિજનું જ્ઞાન પણ મેળવ્યું. અધ્યયનની પરિસમાપ્તિ બાદ તેઓ ગુરુ પાસે ગયા પરંતુ તેઓ હવે તેમના રહ્યા ન હતા. શ્રી જિનવલ્લભે ચૈત્યવાસને સ્પષ્ટ અસ્વીકાર કરી, વડગચ્છની સંવેગી શાખાના આચાર્ય વર્ધમાનસૂરિના પટ્ટધર પરમ સંવેગી શ્રી જિનેશ્વરસૂરિ પાસે જઈ તેમના શિષ્ય બન્યા. “વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી”માં જણાવ્યું છે કે, તેમણે ચંડિકાના નામથી પિતાને ગ૭ ચલાવ્યું હતું. વાગડમાં ઘણી મોટી સંખ્યામાં તિરધમ એને જેન બનાવ્યા હતા. એક શ્રીમાળી જ્ઞાતિના નિર્ધન શ્રાવકને પરિગ્રહ પરિમાણનું મોટું વ્રત કરાવ્યું. તે ધનવાન બનતાં, વ્રતથી અધિક પ્રાપ્ત થયેલા ધનને ચિત્તોડમાં ભગવાન મહાવીર સ્વામીના જિનમંદિરનું નવનિર્માણ કરી સદ્વ્ય ય કર્યો. શ્રી જિનવલ્લભગણિના વિદ્યાગુરુ આચાર્ય અભયદેવસૂરિ એ સમયે જેનસિદ્ધાંતોના પારગામી વિદ્વાન હતા. ચૈત્યવાસી અને સંવેગી - બધાયે આચાર્યો તેમને માનતા હતા. આવી સમર્થ વ્યક્તિની પાટે બેસવાને સૌ કોઈ ઈચ્છે એ સ્વાભાવિક હતું. આચાર્ય અભયદેવસૂરિની પાટે શ્રી પ્રસન્નચંદ્રસૂરિ અને શ્રી વર્ધમાનસૂરિ (વિ. સં. 1172) આવ્યા. શ્રી જિનવલ્લભગણિ પણ તેમની પાટે બેસવાને ઉત્સુક હશે, પણ તે શકય નહોતું. તેમની આચાર્ય પદવીને પ્રશ્ન અભયદેવસૂરિના સ્વર્ગવાસ પછી ઘણાં વર્ષો ઊઠયો. તેમને આચાર્યપદ આપવા સામે ઘણાએ વિરોધ કર્યો પરંતુ સુવિહિત આચાર્ય દેવભદ્રસૂરિજી આવા શક્તિસંપન્ન સાધુને બીજે ન જવા દેવાના 2010_04