________________
શ્રમણભગવતે
ર૩૩ વિધિપૂર્વક ઉરચારણ કરવાથી દેવને આહવાન કરનારની સામે આવવું પડતું હતું. લોકો તેને દુરુપયેગ કરવા લાગ્યા, તેથી સ્તોત્રમાંથી છેલ્લાં બે પદો લુપ્ત કરી દેવામાં આવ્યાં.
પ્રભાવક ચરિત્રમાં જણાવ્યા મુજબ, ટીકારચનાની પ્રતિલિપિ તૈયાર કરવાનું કામ તામ્રલિપ્તિ, આશાપલ્લી, ધવલકનગરીના ૮૪ તત્વજ્ઞ સુદક્ષ શ્રાવકેએ કર્યું. એ વખતે ૮૪ પ્રતિઓ લખાઈ હતી. પ્રતિલિપિ લખવામાં ત્રણ લાખ દ્રમક (મુદ્રાવિશેષ)ને વ્યય થયા હતા, જેની વ્યવસ્થા રાજા ભીમે કરી હતી. શાસનદેવીએ ફેકેલાં આભૂષણો લઈ શ્રાવક રાજા ભીમ પાસે ગયે હતું. તેના બદલામાં રાજા ભીમે ત્રણ લાખ ક્રમક આપ્યાં હતાં. આ દ્રવ્યથી અભયદેવસૂરિના ટીકાગ્રંથ લખવામાં આવ્યા હતા.
ટીકારચનાનું કાર્ય પૂર્ણ કરી આચાર્ય અભયદેવસૂરિ પાલ્ડઉદા ગામમાં વિચરી રહ્યા હતા. ત્યાંના શ્રાવકે સામે સંકટ આવ્યું હતું. માલથી ભરેલાં તેમનાં વહાણે સમુદ્રમાં ડૂબી ગયાના સમાચાર જાણી શ્રાવકે બેચેન થઈ ગયા હતા. યથેચિત સમયે વહાણ આવી પહોંચ્યા નહિ તેથી બેચેની વધી ગઈ હતી. આચાર્ય અભયદેવસૂરિ જાતે તેમની વસ્તીમાં દર્શન આપવા ગયા. ત્યાં તેમણે પૂછ્યું કે- “વંદન વેળાનું અતિક્રમણ કેમ થયું ?” શ્રાવકેએ, નમ્રતાથી, માલ ભરેલાં વહાણે સમુદ્રમાં નષ્ટ થયાના સમાચાર સંભળાવ્યા. આ જાણી આચાર્ય અભયદેવસૂરિએ કહ્યું કે “ચિંતા ન કરે. ધર્મના પ્રતાપે બધું ઠીક થઈ જશે.” આચાર્ય અભયદેવસૂરિના આ શબ્દોથી શ્રાવકેમાં આશા જન્મી અને બીજા દિવસે વહાણે સુરક્ષિત આવી જવાના સમાચાર જાણું સૌ કોઈ ખૂબ જ રાજી થયા. આચાર્ય અભયદેવસૂરિ પાસે જઈ નમ્ર સ્વરે શ્રાવકેએ નિવેદન કર્યું કે –“આ માલ વેચતાં જે લાભ થશે તેને અધ ભાગ ટીકાસાહિત્યના લેખનકાર્યમાં વાપરીશું.” આમ, શ્રાવકના આવેલા આ ધનરાશિથી પણ ટીકાસાહિત્યની ઘણી પ્રતિલિપિઓ નિર્માણ થઈ. તે વખતના મુખ્ય આચાર્યો પાસે અનેક સ્થાનમાં તેમનું ટીકાસાહિત્ય પહોંચાડવામાં આવ્યું. - આચાર્ય અભયદેવસૂરિની ટીકાઓની રચનાના કાર્યમાં દ્રોણાચાર્ય મહાન સહયોગ પ્રાપ્ત થયો હતે. દ્રોણાચાર્ય ચૈત્યવાસી આચાર્ય હતા. તે વિશ્રત શ્રતધર હતા. અભયદેવસૂરિ સુવિહિતમાગી હતા. દ્રોણાચાર્યને સંબંધ ચૈત્યવાસી પરંપરા સાથે હોવા છતાં અભયદેવસૂરિ પ્રત્યે તેમને વિશેષ સદ્ભાવ હતો. અભયદેવસૂરિ પણ દ્રોણાચાર્યના આગમજ્ઞાનથી વિશેષ પ્રભાવિત હતા. દ્રોણાચાર્ય પિતાના શિષ્યોને આગમવાચના આપતા હતા ત્યારે અભયદેવસૂરિ પિતે પણ તેમની પાસે વાચના લેવા જતા. અભયદેવસૂરિને દ્રોણાચાર્ય ઊભા થઈ સન્માન આપતા હતા, અને પિતાની પાસે આસન આપતા હતા. શ્રી અભયદેવસૂરિની ટીકાઓનું જે વિદ્વાનોએ સંશોધન કર્યું હતું તેમાં દ્રોણાચાર્ય મુખ્ય હતા. અભયદેવસૂરિએ પિતાની ટીકાઓની પ્રશસ્તિમાં દ્રોણાચાર્યને આદરભાવથી ઉલ્લેખ કર્યો છે.
સાહિત્યસર્જન : આચાર્ય અભયદેવસૂરિની પ્રસિદ્ધિ નવાંગી ટીકાકાર તરીકે છે, પરંતુ તેમણે અંગસૂત્ર સિવાય બીજા ગ્રંથ ઉપર પણ ટીકાઓ રચી છે. તેમની એક ટીકા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org