Book Title: Abhaydevsuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 5
________________ શ્રમણભગવા ૨૩૫ છે, આમાં ૫ આશ્રવ અને પ સંવરનું યુક્તિપૂર્વક વર્ણન છે. દ્રોણાચાયે` આ વૃત્તિનુ સંશાધન કર્યુ છે. શુભાશુભ કર્મોના જુદા જુદા રૂપે ફળનાં પિરણામ જાણવા આ વૃત્તિ વિશેષ સહાયક છે. વિપાકવૃત્તિ : આ વૃત્તિ પણ સૂત્રસ્પી છે. પારિભાષિક પદાના સંક્ષિપ્ત અર્થ આમાં જણાવ્યા છે. આગમસૂત્રને પ્રવચનપુરુષ કહેલ છે. શુભાશુભ કર્મોના વિવિધ રૂપે ફળપરિણામ સમજવા માટે વિશેષ સહાયક છે. ગ્રંથગત વિઓને સંશોધન કરવા માટે વૃત્તિકારે શ્રીમાન્ પુરુષોને સ ંશોધિત કરવા માટે કહ્યું છે : નુયોને વવયુવતમુદ્દત તપોધના પ્રાક્રોધચન્તુ । ટીકાકારે આ કથનથી પોતાના વિચારોની સરળતા પ્રગટ કરી છે. ટીકાના અંતમાં ટીકાકારે પેાતાનું નામ અને પેાતાના ગુરુના નામને ઉલ્લેખ પણ કરેલે છે. આ ટીકાનું સંશોધન અણુહિલપુર પાટણમાં દ્રોણાચાયે કર્યું હતું. વૃત્તિનું ગ્રંથમાન ૩૧૨૫ પરિમાણ બતાવ્યુ` છે. ઔપપાતિકવૃત્તિ : આ વૃત્તિ ઉપાંગ આગમ પર છે. ટીકાકાર શ્રી અભયદેવસૂરિની ઉપાંગ આગમ પર આ એક જ ટીકા છે. આ વૃત્તિનું ગ્રંથમાન ૩૧૨૫ પરિમાણ છે. વૃત્તિના આરભમાં ઔપપાતિક શબ્દની સુંદર વ્યાખ્યા આપી છે. શબ્દાપ્રધાન ટીકા સૈદ્ધાંતિક, સામાજિક, અને સાંસ્કૃતિક વિવિધ પ્રકારની સામગ્રીથી પરિપૂર્ણ છે. વૃત્તિના અંતમાં ટીકાકારે ગુરુ જિનેશ્વરસૂરિતુ નામ અને ચંદ્રપુલને ઉલ્લેખ પણ કયે છે. વૃત્તિની પ્રશસ્તિ મુજબ આ વૃત્તિનુ સંશાધન અણહિલપુર પાટણમાં શ્રી દ્રોણાચાર્યે કર્યુ છે. આ ટીકાઓમાં ત્રણ ટીકા સ્થાનાંગવૃત્તિ, સમવાયાંગવૃત્તિ અને જ્ઞાતાધમ કથાવૃત્તિ વિ. સં. ૧૧૨૦ માં રચી છે. આ ત્રણ વૃત્તિનું પરિમાણુ ૨૧૯૨૫ શ્લોક છે. એક વર્ષમાં આવા વિશાળ સાહિત્યની રચના કરવી એ તેમની મહાન સર્જનશક્તિને પરિચય કરાવે છે. ઉપાંગ સહિત આ વૃત્તિએનું ગ્રંથમાન ૧૦૭૬૯ લોકપ્રમાણ છે. આગમાતિરિક્ત ગ્રંથો પર ટીકા : આચાય અભયદેવસૂરિએ આગમા પર ટીકાએ લખીને જ સ ંતાય લીધા નથી, તેમણે બીજા ગ્ર ંથો પર પણ ટીકાએ લખી છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ સૂચિત ષોડશક તેમ જ પચાશક ગ્રંથ પર શ્રી અભયદેવસૂરિએ ટીકા રચવાનુ કાર્ય કર્યુ છે. આ બ'ને ગ્રંથેામાં પચાશકની ટીકા વિશાળ છે, એ ટીકાનું ગ્રંથમાન ૭૪૮૦ પરિમાણ છે. આ ટીકાનો રચનાકાળ વિ. સ. ૧૧૨૪ છે, આચાય અભયદેવસૂરિએ ટીકાગ્ર થેની રચના ઉપરાંત પ્રજ્ઞાપના તૃતીયપદ સ’ગ્રહણી, જયતિહુઅણુ સ્તોત્ર, પાંચનિ'થી પ્રકરણ તેમ જ છ કમ ગ્રંથ સવ્રુત્તિભાષ્ય આદિ ગ્રંથની રચના કરી છે. પ્રજ્ઞાપના તૃતીયપદ સંગ્રહણીનું ગ્રથમાન ૧૩૨ શ્લોકપરિમાણ છે. પ્રભાવકચરત્ર મુજબ થી અભયદેવસૂરિના સ્વર્ગવાસ પાટણમાં થયા હતા. એ વખતે પાટણમાં કણરાજાનું રાજ હતું. સ્વર્ગવાસ સંવત-સમયના ઉલ્લેખ નથી; જ્યારે પટ્ટાવલી મુજબ અભયદેવસૂરિના સ્વર્ગવાસ ગુજરાતમાં કપડવંજ ગામમાં થયા હતા. પટ્ટાવલીમાં દર્શાવ્યા પ્રમાણે સ્વર્ગવાસ સવત ૧૧૩૫ બતાવેલ છે. કોઈ કાઇ સ્થળે વિ. સ. ૧૧૩૯ જણાવેલ છે. એમાં ૪ વર્ષીનું અંતર છે. આચાર્ય શ્રી અભયદેવસૂરિએ ટીકાનિર્માણનું કાર્ય વિ. સં. ૧૧૨૦ થી ૧૧૨૮માં કર્યું હતું. પટ્ટાવલી અનુસાર ટીકાનિર્માણના કાર્યાં પછી ૬ અથવા ૧૧ વર્ષે તેમના સ્વર્ગવાસ થયેલ છે. એ આધારે શ્રી અભયદેવસૂરિ વિક્રમની ૧૧-૧૨ મી સદીમાં થયાનુ નક્કી થાય છે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6