Book Title: Abhaydevsuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 6
________________ 236 શાસનપ્રભાવક જેન આગની સુગમ વ્યાખ્યાઓ આપી ટીકાકાર આચાર્યશ્રી અભયદેવસૂરિ ચતુર્વિધ સંઘની શ્રદ્ધાના સુદઢ આલંબન રૂપ બન્યા છે. જૈનદર્શનાદિ અનેક વિષયના સમર્થ જ્ઞાતા અને ગ્રંથકાર આચાર્યશ્રી જિનવલભસૂરિજી મહારાજ વિક્રમની બારમી શતાબ્દીમાં જૈન સંઘમાં ચૈત્યવાસીઓની પ્રધાનતા હતી. તેઓ વિદ્વાન શક્તિસંપન્ન અને જૈન ધર્મના પાગી હતા. ધમની રક્ષા તથા તેના ઉત્થાનમાં હંમેશાં તત્પર રહેતા હતા. પરંતુ તેઓ આચારમાં શિથિલ રહેતા હતા. આ ચૈત્યવાસીઓની જુદા જુદા નગરમાં મુખ્ય ગાદી હતી. ચિન્તડના ચૈત્યવાસી મઠની એક શાખા કૂર્ચપુર (કૂચેરા-મારવાડ)માં હતી. આસીકાદુર્ગનિવાસી આચાર્ય જિનેશ્વર (જિનચંદ્ર) તેના અધ્યક્ષ હતા. તેમને જિનવલ્લભ નામે શિષ્ય હતું, જે તેની માતાએ તેને બાલ્યવયમાં જ અર્પણ કર્યો હતે. દીક્ષા બાદ ગુરુએ તેને વ્યાકરણ, કાવ્ય, ન્યાય વગેરે શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યે સર્પકર્ષણી, સર્પમાનિ જેવી ચમત્કારિક વિદ્યા આપી; અને વાચનાચાર્ય પદ પ્રદાન કર્યું હતું. શ્રી જિનવલ્લભની પ્રખર મેધા, બુદ્ધિ અને તીવ્ર જ્ઞાનરુચિના કારણે તેમને તથા જિનશેખરને વિશેષ આગમાદિના અભ્યાસ માટે પાટણમાં નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ પાસે મોકલ્યા. અહીં બંનેને વિવેકપૂર્વક જિનાગમ ભણતાં ધર્મમાર્ગનું સાચું જ્ઞાન થયું. તેમણે તિજનું જ્ઞાન પણ મેળવ્યું. અધ્યયનની પરિસમાપ્તિ બાદ તેઓ ગુરુ પાસે ગયા પરંતુ તેઓ હવે તેમના રહ્યા ન હતા. શ્રી જિનવલ્લભે ચૈત્યવાસને સ્પષ્ટ અસ્વીકાર કરી, વડગચ્છની સંવેગી શાખાના આચાર્ય વર્ધમાનસૂરિના પટ્ટધર પરમ સંવેગી શ્રી જિનેશ્વરસૂરિ પાસે જઈ તેમના શિષ્ય બન્યા. “વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી”માં જણાવ્યું છે કે, તેમણે ચંડિકાના નામથી પિતાને ગ૭ ચલાવ્યું હતું. વાગડમાં ઘણી મોટી સંખ્યામાં તિરધમ એને જેન બનાવ્યા હતા. એક શ્રીમાળી જ્ઞાતિના નિર્ધન શ્રાવકને પરિગ્રહ પરિમાણનું મોટું વ્રત કરાવ્યું. તે ધનવાન બનતાં, વ્રતથી અધિક પ્રાપ્ત થયેલા ધનને ચિત્તોડમાં ભગવાન મહાવીર સ્વામીના જિનમંદિરનું નવનિર્માણ કરી સદ્વ્ય ય કર્યો. શ્રી જિનવલ્લભગણિના વિદ્યાગુરુ આચાર્ય અભયદેવસૂરિ એ સમયે જેનસિદ્ધાંતોના પારગામી વિદ્વાન હતા. ચૈત્યવાસી અને સંવેગી - બધાયે આચાર્યો તેમને માનતા હતા. આવી સમર્થ વ્યક્તિની પાટે બેસવાને સૌ કોઈ ઈચ્છે એ સ્વાભાવિક હતું. આચાર્ય અભયદેવસૂરિની પાટે શ્રી પ્રસન્નચંદ્રસૂરિ અને શ્રી વર્ધમાનસૂરિ (વિ. સં. 1172) આવ્યા. શ્રી જિનવલ્લભગણિ પણ તેમની પાટે બેસવાને ઉત્સુક હશે, પણ તે શકય નહોતું. તેમની આચાર્ય પદવીને પ્રશ્ન અભયદેવસૂરિના સ્વર્ગવાસ પછી ઘણાં વર્ષો ઊઠયો. તેમને આચાર્યપદ આપવા સામે ઘણાએ વિરોધ કર્યો પરંતુ સુવિહિત આચાર્ય દેવભદ્રસૂરિજી આવા શક્તિસંપન્ન સાધુને બીજે ન જવા દેવાના Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6