Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 2
________________ આપણા શરીરની ચોપાસ પ્રકાશનું એક વલય હોય છે. તે સુક્ષ્મ તરંગોની જાળ જેવું કે રૂના સૂક્ષમ તંતુના ગુચ્છ જેવું હોય છે. તે ઉપર નીચે, ડાબે - જમણે - ચારે બાજુ ફેલાયેલું હોય છે. જેવી ભાવધારા હોય તેવું તેનું સ્વરૂપ બની જાય છે. તે એકસરખું નથી રહેતું. બદલાતું રહે છે. નિર્મળતા, મલિનતા, સંકોચ અને વિકાસ—આ બધી અવસ્થાઓ તેમાં બનતી રહે છે. એના માધ્યમથી ચેતનાનાં પરિવર્તન જાણી શકાય છે, શરીર અને મનના સ્તરે બનનારી ઘટનાઓ જાણી શકાય છે. સ્કૂલ શરીરની ઘટનાઓ પહેલાં સુક્ષ્મ શરીરમાં બને છે. તેનું પ્રતિબિંબ આભામંડળ પર પડે છે. એના અભ્યાસથી ભવિષ્યમાં બનનારી ઘટનાઓની જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. રોગ અને મૃત્યુ, સ્વાથ્ય અને જીવન આદિ અનેક વસ્તુ એ વિષે ભવિષ્યવાણી કરી શકાય છે. ભાવધારા (લેશ્યા) અનુસાર આભામંડળ બદલાય છે અને લેણ્યા-ધ્યાન દ્વારા આભામંડળને બદલવાથી ભાવધારા પણ બદલાઇ જાય છે. આ દૃષ્ટિએ વેશ્યા-ધયોન અથવા ચમકતા રંગોનું ધ્યાન બહુ જ મહત્ત્વપૂર્ણ છે. આપણી ભાવધારા જેવી હોય છે તેવું ૧૪ માનસિક ચિંતન તથા શારીરિક મુદ્દાઓ અને ઈંગિત તથા અંગ–સંચાલન હોય છે. ક્રોધની મુદ્રામાં રહેનાર વ્યક્તિમાં ક્રોધ પ્રગટ થવાની સંભાવના વધી જાય છે. ક્ષમાની મુદ્રામાં રહેનાર વ્યક્તિ માટે ક્ષમાની ચેતનામાં જવાનું સરળ થઈ પડે છે. આ જોતાં લેણ્યાધ્યાનની ઉપયોગિતા વધી જાય છે, Jain Education International For Private ETSOT l y www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 220