Book Title: Abhamandal
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ આમુખ જૈન, બૌદ્ધ અને આજીવિક શાસ્ત્રોમાં વેશ્યા અને અભિજાતિ નામે આત્માનાં બાહ્ય પરિણામોની જે ચર્ચા આવે છે તેને પૂજ્ય યુવાચાર્ય મહાપ્રજ્ઞજીએ આ ગ્રન્થમાં નવી દષ્ટિથી રજૂ કરી છે. એથી આ ગ્રન્થનું વિશેષ મહત્વ છે. આ પૂર્વે આભામંડળની ચર્ચા થિયોસોફિસ્ટએ પણ કરી છે. પણ આમાં આ ચર્ચા અત્યંત વિચારપૂત અને પ્રતીતિજનક બને એ રીતે કરવામાં આવી છે તે આની વિશેષતા કોઈ પણ વાચકના ધ્યાનમાં આવ્યા વિના રહેશે નહીં. વળી એ આભામંડળનું જ્ઞાન થાય તો અત્મા વિશુદ્ધિના ભાગે કઈ રીતે જઈ શકે છે તેનું પણ વિશદ વિવેચન આમાં કરવામાં આવ્યું છે એટલે માત્ર આભામંડળની ચર્ચા જ આમાં છે એમ નથી. પણ આત્માને નિર્મળ કરવાની પ્રક્રિયા પણ આમાં નિર્દિષ્ટ છે. આથી આત્માને ઉદ્ધાર કે તેનું નિર્વાણ ઈચ્છનારાઓ માટે આ પુસ્તક મનન કરવા યોગ્ય બની ગયું છે એમાં સંદેહ નથી. શ્રી શુભકરણ સુરાણાને ધન્યવાદ છે કે તેઓ આત્માને ઉન્નત કરનાર આવા પુસ્તકોનું પ્રકાશન કરવા તત્પર થયા છે. આ પુસ્તકને અનુવાદ શ્રી ગુણવંત શાહે શીધ્ર કરી આપે છે તેથી ક્યાંક ભાષામાં હિન્દીની છાંટ આવી ગઈ છે પણ તે વાચકને નડતરરૂપ નહિ બને એવી આશા રાખું છું. પુસ્તકનાં પ્રફનું સંશોધન ડો. આર. એમ. શાહે કર્યું છે તે માટે આભાર. માઘુરી”૮, ઓપેરા સેસાયટી અમદાવાદ-૭ ૨૮-૪-'૮૨ દલસુખ માલવણિયા બીજી આવૃત્તિ વેળાએ હજી પાંચ વર્ષ પણ પૂરાં થયાં નથી ત્યાં આ ગ્રંથની બીજી આવૃત્તિ પ્રકાશિત કરવી પડે છે તેમાં તેના લેખક પૂજ્ય યુવાચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીની તર્કબદ્ધ લેખનશૈલી જ મુખ્ય કારણ છે. યુવાચાર્યશ્રીનાં અન્ય પ્રકાશનની જેમ જ આ પુસ્તકને પણ સારો આવકાર મળે તે માટે અનેકાન્ત ભારતી પ્રકાશન ગુજરાતના બૌદ્ધિકોને આભાર માને છે. દુઃખ એક જ વાતનું છે કે આ પુસ્તકના અનુવાદક શ્રી ગુણવતંભાઈ શાહ સદ્ગત થયા છે અને અનેકાન્ત ભારતી પ્રકાશનને જે ખેટ પડી છે તે પુરાઈ શકે તેમ નથી. પ્રસ્તુત બીજી આવૃત્તિના પ્રકાશનમાં શ્રી પાર્શ્વનાથ કોર્પોરેશનવાળા શ્રી નવનીતભાઈએ જે આર્થિક સહકાર આપ્યો છે તે બદલ તેમને આભાર, તા. ૩૧-૭-૮૭ દલસુખ માલવણિયા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 220