Book Title: Aapne Kya Che Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ દર્શન અને ચિંતન." વિના નહિ રહે કે એમાં વિચારનું નૂર જ નથી. જે આ સ્થિતિ સમાજની હોય તે હજાર–હાર આત્મનિંદા કે આત્મગહનું મૂલ્ય અજાગલસ્તને કરતાં. વધારે લેખાશે ખરું? છેલ્લાં પતેર વર્ષમાં સમાજે યુગના ધકકાથી મોડે મોડે પણ આનાકાની સાથે શાસ્ત્રપ્રકાશન શરૂ કર્યું. એમાં ઘણી બાબતમાં પ્રગતિ પણ થઈ, છતાં આજે એ પ્રકાશન પાછળ સમાજનું જેટલું ધન અને બળ ખર્ચાય છે તે પ્રમાણમાં કાંઈ સુધારો કે નવીનતા થઈ છે કે નહિ એ શું વિચારવા જેવું નથી? છે તેવાં જ પુસ્તકે મક્ષિ સ્થાને મક્ષિા રાખી માત્ર સારા. કાગળ ને સારા ટાઈપ અગર સારું બાઈન્ડિંગ કરી છાપવામાં આવે તે શું આ યુગમાં એ પ્રતિષ્ઠા પામશે ? શું એના સંપાદક તરીકેના નામ સાથે પંડિત, પંન્યાસ, સુરિ અને સૂરિસમ્રાટની ઉપાધિઓ માત્રથી એનું મૂલ્ય કે ઉપયોગિતા વધી શકશે? આગમમંદિર જેવી સંસ્થા અને કૃતિઓ પાછી વર્ષો લગી સમય ગાળનાર, અપાર શક્તિ ખર્ચનાર અને પુષ્કળ ધન ખર્ચનાર વિદ્વાન ધુરધરે શું એ વિચારે છે કે તેમણે આટલાં લાંબા શાસ્ત્ર–આગમના પરિ. શીલનને પરિણામે સમાજને વારસામાં કોઈ નવ વિચાર કે નવ દેહન આપ્યું છે કે નહિ ? જો આટલું મોટું શાસ્ત્રીય સમુદ્રમંથન નવ વિચારનું અમૃત પૂરું પાડી ન શકે તે એ મંથન માત્ર ત્રમંથન છે, એમ કઈ તટસ્થ કહે તે એને શું જવાબ આપી શકાય ? શું આ સ્થિતિ નભાવવા જેવી છે ? જો હા, તે પજુસણ પર્વના રથને આવવા દો અને જવા દે; આપણે તો જ્યાં ત્યાં રહી એના ધર્મચક્રની ઘૂઘરીઓના મધુર ઝણકાર જ સાંભળવાના. જૈન સમાજના એકેએક ફિરકાના દરેક છાપાને લઈ એ. શું કોઈ એવું જૈન સામયિક છે કે જેને નવીન જ્ઞાનપૂર્તિ, નવીન જ્ઞાનવૃદ્ધિ કે નિર્ભય માર્ગ દર્શનની દષ્ટિએ ખરીદવાનું મન થાય ? સામયિક ચલાવનાર જે નિર્ભય હોય અને બીજે ક્ષેત્રોમાં કામ કરવાની શક્તિ ધરાવતે હેય તે શું તે જૈન સામયિક ચલાવશે? અને હા, તો તેને શું જૈન સમાજ વધાવી લેશે? પ્રોત્સાહન આપશે ? જે ને, તે જૈન સામયિકો માટે કેવા સંચાલક અને સંપાદક મળવાના? આ રીતે આખું જૈન-સામયિક-તંત્ર લઈ એના ઉપર વિચાર કરીએ છીએ, એની પાછળ ખર્ચાતાં નાણાં, ખર્ચાતી શક્તિ—-એ બધાંને વિચાર કરીએ છીએ તો એમ લાગે છે કે જૈન સામયિકે માત્ર અન્ય સામયિકની નિષ્ણાણ છાયા છે અને ધનિકે તેમ જ ત્યાગીઓની કૃપાપ્રસાદી ઉપર જ જીવી રહ્યાં છે. આવી કૃપાપ્રસાદી મેળવવાની અને સાચવી રાખવાની વૃત્તિ હોય ત્યાં ખુશામત અને સાચું કહેવાને સ્થાને ચુપકીદી સિવાય બીજું સંભવતું જ નથી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5