Book Title: Aapne Kya Che
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249198/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આપણે ક્યાં છીએ? [ ૧૭ ] પજુસણુપર્વ આવે છે ત્યારે આવતી જાનની પેઠે એની રાહ જોવા છે અને એ પર્વ પૂરું થઈ જાય છે ત્યારે તેને રસ વાસી થઈ જાય છે, એ આપણા રેજના અનુભવની વાત છે. છાપાંની, તેમાં લખનારની અને તેને વાંચનારની પણ લગભગ આ જ સ્થિતિ છે. આનું કારણું વિચારતાં મને એમ લાગે છે કે આપણે જે કાંઈ વિચારીએ છીએ અને તેમાં જે સર્વ સંમતિએ માન્ય કરવા જેવું હોય છે તેને પણ અમલમાં મૂકતા નથી. માત્ર નિષ્ક્રિયતાને જ સેવતા રહીએ છીએ, અને તેમાં જ પાસપર્વની ઈતિશ્રી અને પારણું બને માની લઈએ છીએ, એ છે. મથાળામાં સૂચિત પ્રશ્નને. ટૂંકમાં ઉત્તર તે એ જ છે કે આપણે જ્યાં હતા ત્યાં જ છીએ. પણ ઉત્તર ગમે તે હેય, છતાં આ સ્થિતિ નિભાવવા જેવી તે નથી જ. એમાં પરિવર્તન કરવું હોય તે આપણે પજુસણપર્વ નિમિતે એ વિશે વિચાર પણ કરવા ઘટે છે. પ્રત્યેક સમજદાર જૈન પજુસણુપર્વમાં એક અથવા બીજી રીતે કાંઈને કાંઈ આત્મનિરીક્ષણ તે કરે જ છે, પણ તે નિરીક્ષણ માટે ભાગે વ્યકિતગત જ હોય છે. તેના આઘાત-પ્રત્યાઘાત પણ વ્યક્તિગત જ રહે છે; અને આત્મનિરીક્ષણને પરિણામે જીવનમાં જોઈતું પરિવર્તન કરી શકે એવા તે ગણ્યાગાંઠયા વિરલા જ હોય છે. એટલે આવું વ્યક્તિગત આત્મનિરીક્ષણ “નિંદામિ ગરિદ્વામિ થી આગળ વધતું નથી. જે વાતની ભારેભાર નિંદા કે ગહ કરી હોય તેને જ પ્રવાહ તેટલા વેગથી, અને ઘણી વાર તે બમણા વેગથી, પાછો શરૂ થાય છે. નિલી કે ગહેલી બાબત વોસિરામિ સુધી પહોંચતી જ નથી. પરિણામે ટાળવાના દોષો અને નિવારવાની ત્રુટિઓ જેમની તેમ કાયમ રહેવાથી જીવનમાં સદ્ગણોનું વિધાયક બળ પ્રતિષ્ઠા પામતું જ નથી; અને સુપર્વનું ધર્મચક્ર ઘાણની પેઠે સદા ગતિશીલ રહેવા છતાં તેમાંથી કોઈ પ્રગતિ સિદ્ધ થતી નથી. એટલે એવા આત્મનિરીક્ષણ વિશે આ સ્થળે ન લખતાં હું સામાજિક દષ્ટિએ એ વિશે લખવા ઇચ્છું છું. સામાજિક બળ એ જ મુખ્ય બળ છે. જે સમાજનું વાતાવરણ તે જ તેની વ્યક્તિ ઉપર પ્રભાવ પડે છે. સામાજિક દષ્ટિએ વિચાર કરીએ એટલે Page #2 -------------------------------------------------------------------------- ________________ ૩પ૦ ]. દર્શન અને ચિંતન પ્રત્યેક વ્યક્તિને વિચાર એમાં આવી જ જાય છે. જૈન સમાજનું ધર્મની દૃષ્ટિએ પ્રથમ અંગ છે સાધુસંસ્થા. આ વિશે વિચાર કરનાર અને ચાલુ સ્થિતિ નિહાળનાર કોઈ પણ એમ નહિ માનતા હોય કે આજની સાધુસંસ્થા જે કરે છે તેમાં કાંઈ જવાબદારીનું તત્ત્વ રહેલું છે. જેટલા સાધુ એટલા જ ગુરુ અને તેટલા જ વાડા. એમની વચ્ચે કેઈ કાર્યસાધક જીવનદાયી સુમેળ નથી. એટલું જ નહિ, પણ ઘણુવાર તે બે આચાર્યો કે બે ગુરુ-શિષ્યના નિપ્રાણ ઝઘડા પાછળ વધારેમાં વધારે સામાજિક બળ ખર્ચાઈ જાય છે અને માત્ર નવા યુગને જ જૈન નહિ પણ શ્રદ્ધાળુ ગણાતે જુનવાણી જૈન પણ ઊંડે ઊંડે મૂંગે મોઢે પ્રથમ પિતાના માનીતા રહ્યા હોય એવા સાધુ કે ગુરુ પ્રત્યે અશ્રદ્ધા સેવ હોય છે. પર્વતિથિને વિવાદ જાણીતા છે. હજી તે એના પૂર્વયુદ્ધ વિરામ આવ્યો નથી—એ વિરામ કોર્ટ આણે કે અધિષ્ઠાયક દેવ આણે એ અજ્ઞાત છે ત્યાં તે આવતા વર્ષમાં આવનાર પર્વતિથિના પ્રશ્નને અત્યારથી જ ચેળવામાં આવ્યું છે. ખરી રીતે પર્વતિથિની તાણખેંચ એ શ્વેતામ્બર સમાજમાં દાખલ થયેલ પાકિસ્તાનહિંદુસ્તાનની તાણખેંચ છે. ફેર એટલે જ છે કે પર્વતિથિના વિવાદના બન્ને પક્ષકારે કાયદે આઝમની મનોદશા સેવે છે. જો આ સ્થિતિ હોય તે એક નહિ હજાર પજુસણ આવે કે જાય છતાંય સમાજમાં બુદ્ધિપૂર્વક શે ફેર પડવાને છે. એટલે જ્યાં હતાં ત્યાં જ રહેવાના. પર્વતિથિના વિવાદનું તે મેં એક જાણીતું ઉદાહરણ માત્ર આપ્યું છે. બીજી એવી ઘણી બાબતો ગણાવી શકાય. સસ્તા અને સાંધારતના યુગમાં સાધુઓ વાસ્તે ગમે તેટલે ખર્ચ થતે તે સમાજને પાલવડે; માસામાં એ ખર્ચ લેકે હોંસથી કરતા. આજે સ્થિતિ સાવ બદલાઈ છે. સમાજનો મોટે ભાગે પિતાનાં બાળબચ્ચાં અને કુટુંબને જોઈતું પિષણ આપી નથી શકતા. આમ છતાં મોટા મોટા પ્રતિષ્ઠિત ગણાતા સાધુઓનો ખર્ચ માસામાં અને શેષ કાળમાં એકસરખે જ ચાલુ છે. ઘણુવાર વર્તમાન ફુગાવા સાથે એમના ખર્ચને ફુગા દેખાય છે. શું આમાં સમાજ પ્રત્યેની કેાઈ જવાબદારીનું તત્ત્વ છે? શું આને લીધે લેકેમાં સાધુસંસ્થા પ્રત્યે અણગમાનાં બીજે નથી વવાતાં? જે આમ છે તે ગમે તેટલાં સપર્વો આવે કે જાય, તેથી સમાજની ભૂમિકામાં શો ફેર પડવાને ? તીર્થ અને મંદિરને પ્રશ્ન સામૂહિક છે. જેનો એક્કસપણે એમ માને છે કે તેમનાં મંદિરમાં હોય છે તેવી ચેખાઈ અન્યત્ર નથી હોતી. પણ શું કઈ જૈન એમ કહી શકશે કે મંદિરની આસપાસ અને તીર્થભૂમિમાં અગર Page #3 -------------------------------------------------------------------------- ________________ આપણુ કર્યાં છીએ ? I ૩૫૧ સાં આવે? વાસસ્થાનામાં એ ચેખ્ખાઇને એક પણ અશ છે? મંદિર અને ઉપાશ્રયમાં જે ચોખ્ખાઈ હોય છે તે કરતાં અનેકગણી ગક્કી તેની આસપાસ હાય છે, એ હકીકત દીવા જેવી છે. અચિત્વની ભાવના મૂળે સાચાભિમાન દૂર કરવા અગર ચોખ્ખાઈ તો રાગ નિવારવા માટે યોજાયેલી, પણ તેના સ્થાનમાં જૈનાએ અશુચિનુ પેષણુ એટલું બધુ કર્યું છે કે તે જોઈ કાઈને પણ તેના પ્રત્યે અણગમો કે ડૅષ આવ્યા વિના રહે નહિ, રાગ નિવારવા જતાં દ્વેષનુ તત્ત્વ પાષાયું અને સમાજે આરાગ્ય તેમ જ પ્રતિષ્ઠા ગુમાવ્યાં. શું આ પ્રશ્ન સાંવત્સરિક આત્મનિરીક્ષણમાં સ્થાન નથી પામતા ? જો હા, તો આ વાસ્તે કાણુ વિચાર કરશે ? સાધુ કે વહીવટકર્તા કે બન્ને ? જો એકે પૂર્ણ જવાબદાર ન હોય તે સુપ આવે કે જાય તેથી સમાજનું શું વળવાનું ? દેવદ્રવ્યનો ઉદ્દેશ સુંદર છે, એ વિશે તેના મતભેદ છે જ નહિ; પણ એ ઉદ્દેશ સાધી શકાય તે કરતાં વધુ પ્રમાણમાં એકઠું થયેલું દેવદ્રવ્ય જ્યાં ત્યાં એક અથવા બીજે રૂપે પથુ' રહે, તેના કાઈ સામાજિક હિતમાં ઉપયાગ થઈ જ ન શકે અને છેવટે કાં તે એ સ્થાવર મિલકતરૂપે રહે અને કાં તા જ્યારે ત્યારે જેના તેના હાથે ભરખાઈ જાય—આ સ્થિતિ શું પુનઃવિચારણા નથી માગતી ? શું વિદ્વાન ગણાતા અને વિદ્વાન છે એવા ત્યાગીઓનું તેમ જ ડાહ્યા ગણાતા વ્યાપારી શ્રાવકાનું માનસ આમાંથી કાઈ ઉકેલ શોધવાની શક્તિ જ નથી ધરાવતું ? જો એમ હોય તે પન્નુસણ કે સવત્સરીપવ આવે ને જાય એ બધું પથ્થર ઉપર પાણી ઢોળ્યા બરાબર છે. સમાજ તે જ્યાં હતા ત્યાં જ છે, અગર સમયની દૃષ્ટિએ તુલનાત્મક વિચાર કરીએ તો પ્રથમથીયે પાછો પડ્યો છે એમ માનવું જોઈ એ. તત્ત્વજ્ઞાન અને ધર્મનું શિક્ષણ આપતી નાનીમોટી અનેક પાશાળાઓ છે, કેટલાંક ગુરુકુળ તે બ્રહ્મચર્યાશ્રમ પણ છે, અનેક છાત્રાલયા પણ છે. એમાં ત્યાગીઓ, પંડિત અને અત્યારના સુશિક્ષિત ગણાતા મહાશાને પૂરુંપૂરો હાથ છે; અને તેમ છતાં તેમાં ધાર્મિક અને તાત્ત્વિક શિક્ષણ લેનારની દશા જોઈએ છીએ ત્યારે એમ માનવાનું મન થઈ જાય છે કે જેટલા પ્રમાણમાં જેણે વધારે ધશિક્ષણ લીધુ તે તેટલા પ્રમાણમાં વધારે પાકા મૌલવી કે મુલા. અત્યારે અપાતુ ધર્મનું તેમજ તત્ત્વનું જ્ઞાન એને લેનારમાં કાઈ નવે વિચાર પ્રેરતુ ંય નથી અને ‘તમસો મા જ્યેાતિયમય’અંધારામાંથી અજવાળામાં લઈ જા એવી મને દશાને ખલે ચેતિણે માઁ સમો ગમય' એવી મનેાદશા સ છે! કાઈ પણ સાચે સમજનાર અને નિર્ભય ધર્માંતત્ત્વજ્ઞ ઉપર કહેલ એવી સસ્થાનું અને તેમાં શીખતા વિદ્યાથી એનું માનસ જોશે તે તેને જણાયા Page #4 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન." વિના નહિ રહે કે એમાં વિચારનું નૂર જ નથી. જે આ સ્થિતિ સમાજની હોય તે હજાર–હાર આત્મનિંદા કે આત્મગહનું મૂલ્ય અજાગલસ્તને કરતાં. વધારે લેખાશે ખરું? છેલ્લાં પતેર વર્ષમાં સમાજે યુગના ધકકાથી મોડે મોડે પણ આનાકાની સાથે શાસ્ત્રપ્રકાશન શરૂ કર્યું. એમાં ઘણી બાબતમાં પ્રગતિ પણ થઈ, છતાં આજે એ પ્રકાશન પાછળ સમાજનું જેટલું ધન અને બળ ખર્ચાય છે તે પ્રમાણમાં કાંઈ સુધારો કે નવીનતા થઈ છે કે નહિ એ શું વિચારવા જેવું નથી? છે તેવાં જ પુસ્તકે મક્ષિ સ્થાને મક્ષિા રાખી માત્ર સારા. કાગળ ને સારા ટાઈપ અગર સારું બાઈન્ડિંગ કરી છાપવામાં આવે તે શું આ યુગમાં એ પ્રતિષ્ઠા પામશે ? શું એના સંપાદક તરીકેના નામ સાથે પંડિત, પંન્યાસ, સુરિ અને સૂરિસમ્રાટની ઉપાધિઓ માત્રથી એનું મૂલ્ય કે ઉપયોગિતા વધી શકશે? આગમમંદિર જેવી સંસ્થા અને કૃતિઓ પાછી વર્ષો લગી સમય ગાળનાર, અપાર શક્તિ ખર્ચનાર અને પુષ્કળ ધન ખર્ચનાર વિદ્વાન ધુરધરે શું એ વિચારે છે કે તેમણે આટલાં લાંબા શાસ્ત્ર–આગમના પરિ. શીલનને પરિણામે સમાજને વારસામાં કોઈ નવ વિચાર કે નવ દેહન આપ્યું છે કે નહિ ? જો આટલું મોટું શાસ્ત્રીય સમુદ્રમંથન નવ વિચારનું અમૃત પૂરું પાડી ન શકે તે એ મંથન માત્ર ત્રમંથન છે, એમ કઈ તટસ્થ કહે તે એને શું જવાબ આપી શકાય ? શું આ સ્થિતિ નભાવવા જેવી છે ? જો હા, તે પજુસણ પર્વના રથને આવવા દો અને જવા દે; આપણે તો જ્યાં ત્યાં રહી એના ધર્મચક્રની ઘૂઘરીઓના મધુર ઝણકાર જ સાંભળવાના. જૈન સમાજના એકેએક ફિરકાના દરેક છાપાને લઈ એ. શું કોઈ એવું જૈન સામયિક છે કે જેને નવીન જ્ઞાનપૂર્તિ, નવીન જ્ઞાનવૃદ્ધિ કે નિર્ભય માર્ગ દર્શનની દષ્ટિએ ખરીદવાનું મન થાય ? સામયિક ચલાવનાર જે નિર્ભય હોય અને બીજે ક્ષેત્રોમાં કામ કરવાની શક્તિ ધરાવતે હેય તે શું તે જૈન સામયિક ચલાવશે? અને હા, તો તેને શું જૈન સમાજ વધાવી લેશે? પ્રોત્સાહન આપશે ? જે ને, તે જૈન સામયિકો માટે કેવા સંચાલક અને સંપાદક મળવાના? આ રીતે આખું જૈન-સામયિક-તંત્ર લઈ એના ઉપર વિચાર કરીએ છીએ, એની પાછળ ખર્ચાતાં નાણાં, ખર્ચાતી શક્તિ—-એ બધાંને વિચાર કરીએ છીએ તો એમ લાગે છે કે જૈન સામયિકે માત્ર અન્ય સામયિકની નિષ્ણાણ છાયા છે અને ધનિકે તેમ જ ત્યાગીઓની કૃપાપ્રસાદી ઉપર જ જીવી રહ્યાં છે. આવી કૃપાપ્રસાદી મેળવવાની અને સાચવી રાખવાની વૃત્તિ હોય ત્યાં ખુશામત અને સાચું કહેવાને સ્થાને ચુપકીદી સિવાય બીજું સંભવતું જ નથી, Page #5 -------------------------------------------------------------------------- ________________ [ 3 જે જૈન સામયિક જૈનેતરમાં પ્રતિષ્ઠા મેળવી ન શકે, એવા પુનરુક્તિ, ખુશામત અને માત્ર પરલોકપ્રશંસા કરનાર સામયિકે ચાલુ રહેવાનાં હેય અને સમાજને કશી સાચી દોરવણી સ્પષ્ટપણે આપી શકતાં ન હોય તે સાંવત્સરિક ધર્મપર્વ તરીકે અનેક વાર ગાવા છતાં આપણું સ્થિતિમાં છે કેર પડવાને ? ઉપરના પ્રશ્નો માત્ર દિગ્દર્શનરૂપ છે. પાંજરાપોળ, અસ્પૃશ્યતાનિવારણ, સાધુઓની કાર્યદિશાનું પરિવર્તન, એહિક આવશ્યક પ્રવૃતિઓમાં રસ લેવાની ભાવના, સ્વયંસેવક દળ, અખાડાપ્રવૃત્તિ, સ્વબળે સાચવી અને નભાવી શકાય તેટલાં જ મંદિરે અને તીર્થોની વ્યવસ્થાને પ્રશ્ન વગેરે અનેક મુદ્દાઓ તત્કાળ વિચારણું અને ઉકેલ માગી રહ્યા છે, પણ એ વિશે વાચક પોતે જ વિચાર કરી લે અને વિચાર કરતા થાય એ ઈષ્ટ છે. આ સ્થળે જે સામાજિક નિરીક્ષણ કર્યું છે તે ક્રિયાપર્યવસાયી બને એ ભાવનાથી જ કરાયેલું છે; પણ એવી ભૂમિકા તૈયાર કઈ રીતે થાય અને એવી તૈયારી કરવાની જવાબદારી કોને શિરે છે, અગર એવી જવાબદારી ઉઠાવવાની જવાની કાનામાં છે એ પણ પ્રશ્ન છે. આને ઉત્તર શાણા અને સ્કૂર્તિવાળા યુવકે જ આપે.