Book Title: Aapne Kya Che Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 2
________________ ૩પ૦ ]. દર્શન અને ચિંતન પ્રત્યેક વ્યક્તિને વિચાર એમાં આવી જ જાય છે. જૈન સમાજનું ધર્મની દૃષ્ટિએ પ્રથમ અંગ છે સાધુસંસ્થા. આ વિશે વિચાર કરનાર અને ચાલુ સ્થિતિ નિહાળનાર કોઈ પણ એમ નહિ માનતા હોય કે આજની સાધુસંસ્થા જે કરે છે તેમાં કાંઈ જવાબદારીનું તત્ત્વ રહેલું છે. જેટલા સાધુ એટલા જ ગુરુ અને તેટલા જ વાડા. એમની વચ્ચે કેઈ કાર્યસાધક જીવનદાયી સુમેળ નથી. એટલું જ નહિ, પણ ઘણુવાર તે બે આચાર્યો કે બે ગુરુ-શિષ્યના નિપ્રાણ ઝઘડા પાછળ વધારેમાં વધારે સામાજિક બળ ખર્ચાઈ જાય છે અને માત્ર નવા યુગને જ જૈન નહિ પણ શ્રદ્ધાળુ ગણાતે જુનવાણી જૈન પણ ઊંડે ઊંડે મૂંગે મોઢે પ્રથમ પિતાના માનીતા રહ્યા હોય એવા સાધુ કે ગુરુ પ્રત્યે અશ્રદ્ધા સેવ હોય છે. પર્વતિથિને વિવાદ જાણીતા છે. હજી તે એના પૂર્વયુદ્ધ વિરામ આવ્યો નથી—એ વિરામ કોર્ટ આણે કે અધિષ્ઠાયક દેવ આણે એ અજ્ઞાત છે ત્યાં તે આવતા વર્ષમાં આવનાર પર્વતિથિના પ્રશ્નને અત્યારથી જ ચેળવામાં આવ્યું છે. ખરી રીતે પર્વતિથિની તાણખેંચ એ શ્વેતામ્બર સમાજમાં દાખલ થયેલ પાકિસ્તાનહિંદુસ્તાનની તાણખેંચ છે. ફેર એટલે જ છે કે પર્વતિથિના વિવાદના બન્ને પક્ષકારે કાયદે આઝમની મનોદશા સેવે છે. જો આ સ્થિતિ હોય તે એક નહિ હજાર પજુસણ આવે કે જાય છતાંય સમાજમાં બુદ્ધિપૂર્વક શે ફેર પડવાને છે. એટલે જ્યાં હતાં ત્યાં જ રહેવાના. પર્વતિથિના વિવાદનું તે મેં એક જાણીતું ઉદાહરણ માત્ર આપ્યું છે. બીજી એવી ઘણી બાબતો ગણાવી શકાય. સસ્તા અને સાંધારતના યુગમાં સાધુઓ વાસ્તે ગમે તેટલે ખર્ચ થતે તે સમાજને પાલવડે; માસામાં એ ખર્ચ લેકે હોંસથી કરતા. આજે સ્થિતિ સાવ બદલાઈ છે. સમાજનો મોટે ભાગે પિતાનાં બાળબચ્ચાં અને કુટુંબને જોઈતું પિષણ આપી નથી શકતા. આમ છતાં મોટા મોટા પ્રતિષ્ઠિત ગણાતા સાધુઓનો ખર્ચ માસામાં અને શેષ કાળમાં એકસરખે જ ચાલુ છે. ઘણુવાર વર્તમાન ફુગાવા સાથે એમના ખર્ચને ફુગા દેખાય છે. શું આમાં સમાજ પ્રત્યેની કેાઈ જવાબદારીનું તત્ત્વ છે? શું આને લીધે લેકેમાં સાધુસંસ્થા પ્રત્યે અણગમાનાં બીજે નથી વવાતાં? જે આમ છે તે ગમે તેટલાં સપર્વો આવે કે જાય, તેથી સમાજની ભૂમિકામાં શો ફેર પડવાને ? તીર્થ અને મંદિરને પ્રશ્ન સામૂહિક છે. જેનો એક્કસપણે એમ માને છે કે તેમનાં મંદિરમાં હોય છે તેવી ચેખાઈ અન્યત્ર નથી હોતી. પણ શું કઈ જૈન એમ કહી શકશે કે મંદિરની આસપાસ અને તીર્થભૂમિમાં અગર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5