Book Title: Aapne Kya Che Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ આપણે ક્યાં છીએ? [ ૧૭ ] પજુસણુપર્વ આવે છે ત્યારે આવતી જાનની પેઠે એની રાહ જોવા છે અને એ પર્વ પૂરું થઈ જાય છે ત્યારે તેને રસ વાસી થઈ જાય છે, એ આપણા રેજના અનુભવની વાત છે. છાપાંની, તેમાં લખનારની અને તેને વાંચનારની પણ લગભગ આ જ સ્થિતિ છે. આનું કારણું વિચારતાં મને એમ લાગે છે કે આપણે જે કાંઈ વિચારીએ છીએ અને તેમાં જે સર્વ સંમતિએ માન્ય કરવા જેવું હોય છે તેને પણ અમલમાં મૂકતા નથી. માત્ર નિષ્ક્રિયતાને જ સેવતા રહીએ છીએ, અને તેમાં જ પાસપર્વની ઈતિશ્રી અને પારણું બને માની લઈએ છીએ, એ છે. મથાળામાં સૂચિત પ્રશ્નને. ટૂંકમાં ઉત્તર તે એ જ છે કે આપણે જ્યાં હતા ત્યાં જ છીએ. પણ ઉત્તર ગમે તે હેય, છતાં આ સ્થિતિ નિભાવવા જેવી તે નથી જ. એમાં પરિવર્તન કરવું હોય તે આપણે પજુસણપર્વ નિમિતે એ વિશે વિચાર પણ કરવા ઘટે છે. પ્રત્યેક સમજદાર જૈન પજુસણુપર્વમાં એક અથવા બીજી રીતે કાંઈને કાંઈ આત્મનિરીક્ષણ તે કરે જ છે, પણ તે નિરીક્ષણ માટે ભાગે વ્યકિતગત જ હોય છે. તેના આઘાત-પ્રત્યાઘાત પણ વ્યક્તિગત જ રહે છે; અને આત્મનિરીક્ષણને પરિણામે જીવનમાં જોઈતું પરિવર્તન કરી શકે એવા તે ગણ્યાગાંઠયા વિરલા જ હોય છે. એટલે આવું વ્યક્તિગત આત્મનિરીક્ષણ “નિંદામિ ગરિદ્વામિ થી આગળ વધતું નથી. જે વાતની ભારેભાર નિંદા કે ગહ કરી હોય તેને જ પ્રવાહ તેટલા વેગથી, અને ઘણી વાર તે બમણા વેગથી, પાછો શરૂ થાય છે. નિલી કે ગહેલી બાબત વોસિરામિ સુધી પહોંચતી જ નથી. પરિણામે ટાળવાના દોષો અને નિવારવાની ત્રુટિઓ જેમની તેમ કાયમ રહેવાથી જીવનમાં સદ્ગણોનું વિધાયક બળ પ્રતિષ્ઠા પામતું જ નથી; અને સુપર્વનું ધર્મચક્ર ઘાણની પેઠે સદા ગતિશીલ રહેવા છતાં તેમાંથી કોઈ પ્રગતિ સિદ્ધ થતી નથી. એટલે એવા આત્મનિરીક્ષણ વિશે આ સ્થળે ન લખતાં હું સામાજિક દષ્ટિએ એ વિશે લખવા ઇચ્છું છું. સામાજિક બળ એ જ મુખ્ય બળ છે. જે સમાજનું વાતાવરણ તે જ તેની વ્યક્તિ ઉપર પ્રભાવ પડે છે. સામાજિક દષ્ટિએ વિચાર કરીએ એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5