Book Title: Aapna Shreshthivaryo Author(s): Nandlal B Devluk, Manubhai Sheth Publisher: Padma Prakashan View full book textPage 9
________________ [સંપાદક-પ્રકાશકનું નિવેદન] જેમ પ્રત્યેક સદીના સમયકાળમાં ધરતીની ધૂળમાંથી સુવર્ણકણે શોધતાં ધૂળધયાઓ મળ્યા છે તેમ ગુજરાતની આ ભૂમિમાં ભવ્ય અને ઉદાત્ત પ્રેરણાનાં પીયૂષ પડેલાં છે. જ્યાં શૌર્ય, દાન અને ભક્તિ ભરપૂર રીતે પાંગર્યા છે. એ સંસ્કારકેડીનું દર્શન કરીએ. માનવજીવનની એક વણઝાર જે નિરંતર વહી રહી છે તેના પાયામાં સાંસ્કૃતિક વારસાના જે અમૃતબિંદુઓ પડ્યાં છે, એ ગૌરવશાળી મૂલ્યને સમયે સમયે ગ્રંથસ્થ કરતા રહેવું જોઈએ એવા શુભાશયથી આ ગ્રંથશ્રેણીની શુભ શરૂઆત કરીએ છીએ. ગુજરાતના ચતુર ખેડૂત કે પાટીદાર, સાહસિક જૈન વણિક કે કપાળે, બ્રાહ્મણે કે ક્ષત્રિય, એ સૌની એક વિશિષ્ટ જીવનપ્રણાલી છે તેમ એ સૌને પિતા પોતાનાં અવનવાં સ્વરૂપ છે. તેમ છતાં આપણાં જૂનાં મૂલ્ય, જૂની રાખરખાવટ, માન અને આદર, પ્રેમ અને શૌર્ય આપણુ રંગીન સંસ્કૃતિને સાચા માપદંડ છે. કેઈપણ પ્રદેશ કે પ્રજાના સંસ્કારનું માપ તેની વિશિષ્ટતા પરથી નીકળતું નથી પણ માનવજીવના વિકાસમાં, સમાજ-ઘડતરની દિશામાં એમણે આપેલા પુરુષાર્થના ફાળા ઉપરથી જ નીકળે છે. આપણા દૈનિક સમાજજીવનમાં સમાજસેવાના જાહેર ક્ષેત્રે જેઓએ તન-મન વિસારે મૂકી સેવા પ્રદાન કરેલ છે, ઔદ્યોગિક અને વ્યાપારક્ષેત્રે દીર્ધદષ્ટિથી વ્યાપારને વિકસાવ્યો છે, ધર્મ અને આધ્યાત્મિક ક્ષેત્રે જે તે વ્યક્તિ પિતાના મર્યાદિત ક્ષેત્રમાં માન-સન્માન પામ્યા છે. સાહસિકે જેઓએ શૂન્યમાંથી સર્જન કર્યું છે, જાતમહેનત કરી, કેઠાસૂઝ અને સ્વબળે આગળ વધીને જેમણે બે પૈસા કમાઈને દાનધર્મના ક્ષેત્રે વાપર્યા છે એવાં કેટલાયે ગુજરરત્નો દેશમાં અને વિદેશમાં જાણીતાં બન્યાં છે. ઘર-આંગણાના એ ઘર દીવડાઓ આપણી પ્રવર્તમાન જે તે સંસ્થાઓના સૂત્રધાર કે મેથી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 662