________________
૧૪]
[ આપણે શ્રેષ્ઠીવર્યો
વર’ની કહેવતો અને “જે જાય જાવેના નિદેશથી ગુજરાતનો ઘરોબો લંકા, જાવા, સુમાત્રા, ફિલિપાઈન્સ ટાપુઓ સાથે હશે જ હશે એમાં શંકાને સ્થાન નથી. ધર્મરક્ષા માટે પારસીઓ ગુજરાતના કાંઠે લાંગર્યા અને વેપાર અર્થે વાસ્કે-ડી-ગામા ગુજરાતના કિનારે ઊતર્યો તેમ જ અરબ દેશો સાથેના સતત વેપારથી ગુજરાતને દરિયે “અરબી સમુદ્ર’ બની ગયે, તે સર્વ વિગતે ગુજરાતી મહાજાતિને વિરાટ વેપારી પ્રજા તરીકે ઓળખાવવા પૂરતી છે. દરિયાવટે ગુજરાતના માનવઇતિહાસમાં બહુ મોટે ભાગ ભજવ્યું છે. ભારતના બધા ધર્મોનાં પુસ્તકમાંથી અને જગતના મોટા ભાગના દેશોના પૌરાણિક દસ્તાવેજોમાંથી ગુજરાતની દરિયાવટની ને મળી આવે છે.
પશ્ચિમના દેવ દરિયામાંથી કુંભ લાવે છે એ પુરાણકથા કે વેદમાં આલેખાયેલી સમુદ્રમંથનની ઘટના એ વાતને પુરાવે છે કે સમુદ્રમાંથી જ લક્ષ્મી, કળશ, રત્ન, અશ્વ, હાથી આદિ સંપત્તિ પ્રાપ્ત થાય છે. આ કપિલકલ્પિત કથાઓને વાસ્તવિક આધાર દરિયાપારની વેપારવિનિમયની ભવ્ય પરંપરામાં જોઈ શકાય છે.
પશ્ચિમ સાગરથી નીકળેલા સાહસિકોએ એક બાજુ અખાતના પ્રદેશે આફ્રિકા, પશ્ચિમ એશિયાના પ્રદેશો, તો બીજી બાજુ શ્રીલંકા, બ્રહ્મદેશ, જાવા, સુમાત્રા, બાલી, મલાયા, જંગબાર, મોરેશિયસ, ફિલિપાઇન્સ જેવા પૂર્વના ટાપુઓ પર સંસ્કૃતિ અને વેપારના ધ્વજ લહેરાવ્યાનાં અનેક છત મળી આવે છે. અગ્નિ-એશિયામાં મંદિરે મંદિર, થાને સ્થાને ભારતીય સંસ્કૃતિ દશ્યમાન છે. જાવાનાં વિખ્યાત બોરેબુદુર મંદિરની દીવાલ પર ગુજરાતનું વહાણ કરેલું છે. ત્યાંના આદિવાસી સંસ્કૃતમય અપભ્રંશ ભાષા બોલે છે. બાલી ટાપુ હજી વૈદિક ધર્મ પાળે છે થાઈલેન્ડના લોકેની ભાષાનાં મૂળ સંસ્કૃતમાં છે. ટાપુઓમાં જ નહિ, છેક ચીન અને જાપાનની વહાણવટાની પરંપરામાં ગુજરાતી પણાની છાપ જોવા મળે છે. ગુજરાતી-કચ્છીના ઘણુ શબ્દો સ્વાહિલી, મલય, જાવી આદિ ભાષાઓમાં વણાઈ ગયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org