Book Title: Aapna Shreshthivaryo Author(s): Nandlal B Devluk, Manubhai Sheth Publisher: Padma Prakashan View full book textPage 8
________________ આવકાર પદ્મ પ્રકાશન દ્વારા શ્રી નંદલાલ દેવલુકના સંપાદન નીચે એક મહત્ત્વનું પ્રકાશન પ્રસિદ્ધ કરવાનું સાહસ થયું છે, તેને આવકાર આપતાં મને આનંદ થાય છે. તે પ્રકાશનનું નામ છે “આપણા શ્રેષ્ઠીવર્યો.” વ્યાપાર, ઉદ્યોગ, દાન, દયા, ધર્મપાલન—એવાં અનેક ક્ષેત્રે ગુજરાતી પ્રજા હંમેશાં કાર્યરત રહી છે અને એની એ કાર્યમત્તાએ તેને જગતભરમાં ફેલાવી દીધી છે. એ જગતમાંથી તેણે ધન-ઉપાર્જન કરી જાણ્યું છે, તે એ ધનને સદુપયોગ કરવાનું જ્ઞાન પણ ઓછું જાણ્યું નથી. આવા ગુજરાતના શ્રેષ્ઠીઓ ભારત અને ભારત બહારના જગતમાં ઠેર ઠેર ફેલાયેલા છે. ગુજરાતમાં તે તે હોય જ. તેમાંના જેમણે ગુજરાતનું નામ, તેમનાં ધર્મકાર્યથી, સેવાકાર્યથી, દાનનાં કાર્યથી અને એવાં અનેક કાર્યોથી ઉજાળ્યું છે તેમને વિશે પરિચય આપતી ને છે અને લખાણ દ્વારા સમસ્ત પ્રજા સમક્ષ તેમને રજૂ કરવાની શુભ નેમ આ પુસ્તકના પ્રકાશન અને સંપાદન પાછળ રહેલી છે. અલબત્ત, કેઈ પણ સંપાદક આવા બધા ઉલ્લેખવા યોગ્ય શ્રેષ્ઠીવર્યોને જાણતા હેાય નહિ જ, પણ જેમને જેમને વિશે જાણવા મળે તેમને આવરી લેવાનો આ પુરતકમાં સન્નિષ્ઠ પ્રયત્ન થયેલ દેખાઈ આવે છે. આવાં પુસ્તકોનું મહત્ત્વ ઓછું નથી. એ દ્વારા પ્રજાની સાહસવૃત્તિ, દાનવૃત્તિ, ધર્મવૃત્તિ, વગેરે અનેક સવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે, અને ઊગતી પ્રજા આવા ઉલ્લેખનીય સજજનેને પગલે ચાલવા પ્રોત્સાહિત થાય છે. એ બધાં શુભ તને પ્રગટ કરવાને પુરુષાર્થ આ પુસ્તકના સંપાદકે કર્યો છે, તેમને હું અભિનંદન આપું છું, અને આ પુસ્તકને તેની મહત્ત્વાકાંક્ષાભરી આયેાજના માટે આવકારું છું અને તેને સંપૂર્ણ સફળતા મળે એવી શુભેચ્છા પાઠવું છું. વિલેપાલે તા. ૨૯-૪-૧૯૯૦ –ગુલાબદાસ બ્રેકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 662