Book Title: Aa Sansar
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 3
________________ ૧૦૦ - સંગીતિ ત્યારે સંમૃતાર્થોનામું” “ના દધિનામ" તથા "प्रजानां विनयाधानात् रक्षणात् भरणादपि । स पिता पितरस्तासां केवलं जन्महेतवः ॥" -રધુવંશ સર્ગ પ્રથમ, શ્લોક ૭, ૨૪, ૨૫. ઉપર્યુક્ત શ્લોકોમાં કવિએ કહ્યું છે કે પ્રાચીન કાળમાં ક્ષત્રિયો ધન વગેરે સુખદાયી પદાર્થોનો સંગ્રહ દાન કરવા માટે જ, લગ્ન કરતા તે માત્ર પ્રજાને માટે જ. રાજા દિલીપ પ્રજાનો ખરો પિતા હતો. રાજા દિલીપ માત્ર સંતાન માટે જ પરણ્યો હતો, ભોગાનન્દ માટે નહિ. જે દેશના ઇતિહાસમાં હજારો વર્ષોથી જાતિવાદને પ્રધાનસ્થાન અપાયેલ છે, અસ્પૃશ્યતા ટકી રહેલ છે, જયાં આદર્શ ગણાતા ક્ષત્રિયો કન્યાનાં હરણ કરવામાં પોતાને શૂરવીર ગણતા અને આવા હઠવિવાહને શાસે માન્યતા આપેલી છે, તે દેશનો ઇતિહાસ કેવળ તટસ્થ પ્રષ્ટિએ જોતાં અને વિચારતાં ઉપલું વર્ણન ખુશામત જેવું નથી લાગતું? પરંતુ આ તો વિષયાન્તર જેવું થઈ ગયું. કહેવાની વાત તો એ હતી કે વૈરાગ્ય અને ગૃહસ્થ એ બન્ને માર્ગો હકીકતમાં ખાંડાની ધાર જેવા છે. ત્યારે કરવું શું? સાપેક્ષ રીતે વિચારતાં અને વિવિધ મનોવૃત્તિઓને જોતાં માનવસમાજ માટે એ બન્ને માર્ગો કેટલેક અંશે હિતાવહ ગણી શકાય; છતાં ધોરીમાર્ગ તો ગૃહસ્થમાર્ગને કહી શકાય. આ ગૃહસ્થાશ્રમનો તાપ પણ જેવો-તેવો નથી. એ તાપ જીરવવો ભારે કઠણ છે. ગૃહપતિ અને ગૃહપત્ની બન્નેના સંસ્કાર સાવ જુદા જુદા તો ઠીક, પણ વિરોધી સુધ્ધાં હોય છે. વૃત્તિઓની વિવિધતાનો તો પાર નહિ, એકબીજાની પ્રવૃત્તિઓનાં ક્ષેત્રોય તદ્દન નિરાળાં અને ઘણી વાર સામસામાં. ગૃહપતિ કવિ, લેખક, સંશોધક કે સમ્પાદક હોય યા સ્વ-વ્યવસાયમાં તન્મય હોય ત્યારે ગૃહપત્નીના કેવા હાલ થાય ? ગૃહપત્ની ઘરકામ-ગૃહવ્યવસ્થા કરવા સાથે પોતે કલ્પેલા વિશેષ પ્રકારના દૈહિક, વાચિક અને માનસિક પ્રમોદ ઇચ્છે છે. પેલો કવિતામાં એવો મશગૂલ, એકધ્યાન અને એકતાન હોય છે, ત્યારે ગૃહિણીની કોઈ વાતને જ એ સાંભળી ન શકે. આવી પરિસ્થિતિમાં ગૃહિણી માટે કવિતા સપત્નીની ગરજ સારે છે. પ્રાચીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7