Book Title: Aa Sansar
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ૧૦૨ - સંગીતિ મળીને જીવનનું ગાડું ચલાવવાનું હોય તો આ પરિસ્થિતિનો અનુભવ ઓછો થાય, પણ જીવન લગભગ બેઠાડુ હોય અને મો-માગ્યું બધું આવી મળતું હોય ત્યાં પણ આ ભડકો ઓછો લાગે; પણ મધ્યમવર્ગનાઓ તો લગભગ આવી જ પરિસ્થિતિ અનુભવતા હોય છે. આ પરિસ્થિતિનું મૂળ કારણ મન છે. મનમાં જયારે વાસનાઓનો ભંડાર હોય ત્યારે જ આમ બને છે. આ વાસનાઓનો એકદમ તો શું, પણ વર્ષોનાં વર્ષો સુધી, અરે ! જન્મોના જન્મો સુધી ત્યાગ કરવો અને નિર્વાસન થઈને ગૃહસ્થાશ્રમપરાયણ બનવું એ મહાભગીરથ કાર્ય છે. ખરી ખૂબી તો એ છે કે ગમે તેવી સ્ફોટક પરિસ્થિતિ હોવા છતાં અને પરસ્પર કટ્ટર વેરી જેવાં લાગતાં હોવા છતાં માનવમાં એક એવી વૃત્તિ છે જે બધાંને ગમે તે પ્રકારે જોડી રાખે છે–એનું નામ અનુરાગવૃત્તિ. આ વૃત્તિ પરસ્પર સહાનુભૂતિમય બને, મર્યાદાશીલ બનાવે અને આંખની શરમને ટકાવી રાખે તો ગમે તેવા ભડકા જરૂર સહન થઈ શકે, અને આ ભડકાઓ સંસારની સતત ઠંડીને ઉડાડવામાં કદાચ સહાયક પણ નીવડે. માનસશાસ્ત્રીઓ આવી ભયંકર પરિસ્થિતિના મૂળમાં મોટે ભાગે કામવાસનાને નિમિત્તરૂપ ગણે છે; જ્યારે ભારતીય યોગશાસ્ત્રીઓ કષાયોને આ પરિસ્થિતિના જનક માને છે. કષાયો અને કામવાસના એ વચ્ચે ફરક પાડવો મુશ્કેલ છે. ગીતા અને બીજા જ્ઞાનીઓ વારંવાર કહે છે કે “સંગ” આ બધાના મૂળમાં છે. સંગ, વિશાળ અર્થમાં કામવાસના, અને કષાયો એ બધું સરવાળે એક જ છે. આ જગતની અને તેમાં જીવતા માનવસમાજની પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિમાં માનવસમાજને શાતા ઉપજાવે, માનવતાનો લોપ ન થવા દે અને માનસિક આપઘાતોમાંથી ઉગારી લે એવી કોઈ યોજના છે ખરી? જયારે દેશમાં જીવનનિર્વાહની સામગ્રી પૂરતી હતી, ઉદ્યમીઓને પૂરતો ઉદ્યમ મળી રહેતો, કલાકારોને કલા પ્રદર્શિત કરવાની પૂરતી તકો મળતી, મજૂરોને પૂરતી મજૂરી મળતી, કરબોજ નહિ જેવા હતા, લગભગ સૌ પરિશ્રમપરાયણ જીવન ગાળતા હતા, બેઠાડુઓની પ્રતિષ્ઠા જ નહોતી, ઘેરઘેર હાથઉદ્યોગો ચાલ્યા જ કરતા હતા, રામકથા જેવાં પવિત્ર પ્રવચનોની પરંપરા ઉનાળાઓમાં નિયમિતપણે યોજાતી હતી, અને સૌથી મહત્ત્વની વાત તો એ કે અનાજ એકદમ સોધું હતું, ઘી-દૂધ, દહીં-છાશ તો અનાજથીયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7