Book Title: 45 Agam no Sankshipta Bhavarth
Author(s): Gunsagarsuri
Publisher: Jina Goyam Guna Sarvoday Trust Mumbai

View full book text
Previous | Next

Page 33
________________ * (૨) અધ્યયન : ઉજ્જિતક - (ગાયનું માંસ ભક્ષણ, મદ્યપાન અને વેશ્યાગમનનું ફળ) આ અધ્યયનના એક ઉદ્દેશમાં વાણિજ્ય ગ્રામ, દૂતિપલાસ ચૈત્ય, સુધર્મયક્ષનું મંદિર, રાજા વિજયમિત્ર અને રાણી શ્રીદેવીના વર્ણન પછી કલા, રતિકલા, ભાષાઓની જાણકાર કામધ્વજા વેશ્યાનું વર્ણન કરીને વિજયમિત્ર શેઠ અને સુભદ્રાનો ઉઝિત પુત્રનું ભગવાન મહાવીરનું સમવસરણ અને દેશના, ભિક્ષાર્થે નીકળેલા ભગવાન ગૌતમ ગણધર દ્વારા ઉજિઝતકનો વધ થતો જોવો, ભગવાન મહાવીરને તેના પૂર્વભવ સંબંધી પ્રશ્ન, ભગવાન દ્વારા ઉજ્જિતકના ગોત્રાસ નામે પૂર્વભવનું, વર્તમાન કાર્યોનું તથા ભવિષ્યનું વર્ણન અને ભવભ્રમણ બતાવીને અંતે મહાવિદેહમાંથી મુક્તિ થવાનું વર્ણન છે. (૩) અધ્યયન : અલગ્નસેન - (ઈંડાનો વેપાર અને મદ્યપાનનું ફળ) આ અધ્યયનના એક ઉદ્દેશકમાં પુરિમતાલ નગરી, અમોઘદર્શન ઉદ્યાન, અમોઘદર્શન યક્ષનું મંદિર, રાજા મહાબલ, ભગવાન મહાવીરનું સમવસરણ, ભગવાન ગૌતમ ગણધરનું ભિક્ષાચર્યા માટે જવું, અભગ્રસેનના વધનું દૃશ્ય જોવું, ભગવાન પાસે ગૌતમ ગણધરની પૃચ્છા, ભગવાન મહાવીર દ્વારા અભગ્નસેનના નિક નામે ઇંડાના વેપારી તરીકેના પૂર્વભવ, વર્તમાન કાર્યો વગેરે ભવભ્રમણ વર્ણવીને અંતે ભવિષ્યમાં મહાવિદેહમાંથી મુક્તિ થવાનું વર્ણન છે. સરળ ગુજરાતી ભાવાર્થ (૪) અધ્યયન : રાક્ટ – (માંસ વેચાણ અને વ્યભિચારનું ફળ) આ અધ્યયનના એક ઉદ્દેશકમાં સાહજની નગરી, દેવરમણ ઉદ્યાન, અમોઘ યક્ષનું મંદિર, રાજા મહચંદ, અમાત્ય સુષેણ, સુદર્શના વેશ્યા, વેપારી સુભદ્ર અને તેની પત્ની ભદ્રાના પુત્ર શંકરનું વર્ણન કરીને ભગવાનના સમવસરણ અને ધર્મકથા પછી ગૌતમ ગણધર દ્વારા શંકરનો વધ જોવો અને ભગવાન મહાવીરના મુખે શંકરનો માંસાહારી છણિક તરીકે પૂર્વભવ, સુદર્શના વેશ્યા સાથે સંબંધનો વર્તમાન ભવ અને અંતે ભવિષ્યના ભત્રનું વર્ણન કરી મહાવિદેહમાં મોક્ષપ્રાપ્તિનું વર્ણન છે. (૫) અધ્યયન : બૃહસ્પતિ - (યજ્ઞમાં હિંસા તથા પરગ્નીગમનનું ફળ) આ અધ્યયનના એક ઉદ્દેશકમાં કૌશામ્બી નગરી, ચંદ્રોત્તરણ ઉદ્યાન, રાજા શ્વેતભદ્ર યજ્ઞાતાનીક અને રાણી મૃગાવતી, રાજકુમાર ઉદયન અને તેની રાણી પદ્માવતી,પુરોહિત સોમદત્ત અને તેની પત્ની વસુદત્તા, તેમનો પુત્ર બૃહસ્પતિ વગેરે વર્ણન પછી ભગવાન ગૌતમ ગણધર દ્વારા બૃહસ્પતિના પ્રાણદંડનું દરશ્ય જોવું અને ભગવાન મહાવીરને તેના પૂર્વભવ વિષે પૃચ્છાકરવી, બૃહસ્પતિનો રાજા જિતશત્રુના મહેશ્વરદત્ત પુરોહિતનો પૂર્વભવ, વર્તમાન ભવ અને ભવિષ્યના ભવભ્રમણના વર્ણનને અંતે મહાવિઠેહમાં મુક્તિ વગેરે વર્ણન છે. SHARKUS SUN IN USA 出版 (૬) અધ્યયન : નંદિષણ – (કઠોર દંડ અને પિતૃવધ સંકલ્પનું ફળ) આ અધ્યયનના એક ઉદ્દેશકમાં મથુરા નગરી, ભંડીર ઉદ્યાન, સુદર્શન યક્ષ, રાજા શ્રીઠામ, રાણી બંધુશ્રી, રાજકુમાર મંદિષણ, અમાત્ય સુબંધુ, તેનો પુત્ર બહુમિત્ર અને ચિત્ર નામના હજામના વર્ણન પછી પૂર્વ અધ્યયનોના વર્ણનની જેમ ભગવાન ગૌતમ ગણધર દ્વારા નંદિષણના દેહદાહનું દશ્ય જોવું અને ભગવાન મહાવીરસ્વામી દ્વારા તેના સિંહપુરના રાજપુત્રદુર્યોધન તરીકેનો પૂર્વભવ, વર્તમાન કાર્યો અને ભવિષ્ય એમ ભવભ્રમણના વર્ણનને અંતે મહાવિદેહમાં મુક્તિ થવા સુધીનું વર્ણન છે. (૭) અધ્યયન : ઉખરદત્ત – (માંસ ચિકિત્સાનું ફળ) આ અધ્યયનના એક ઉદ્દેશકમાં પાડલખંડ નગર, વનખંડ ઉદ્યાન, ઉખરદત્ત યક્ષ, રાજા સિદ્ધાર્થ અને તેના રાજ્યના શેઠ સાગરદત્ત અને તેની પત્ની ગંગદત્તાના પુત્ર ઉબરદત્તના વર્ણન પછી આગળના અધ્યયનોની જેમ વર્ણન અને ખરદત્તના કોઢનું કારણ, તેનો પૂર્વભવ, વર્તમાન યાતનાઓ અને ભવિષ્ય એમ ભવભ્રમણ બતાવીને અંતે મહાવિદેહમાં મુક્તિ થશે એવું વર્ણન છે. (૮) અધ્યયન : સૂર્યદત્ત (માછીમારના ધંધાનું ફળ.) આ અધ્યયનના એક ઉદ્દેશકમાં સૂર્યપુર, સૂર્યાવતંસક ઉદ્યાન અને રાજા સૂર્યદત્તના વર્ણન પછી માછીમારને લોહીની ઉલટીઓ થતી જોઈને ભગવાન ગૌતમ ગણધર દ્વારા ભગવાન મહાવીરને પૃચ્છા, ભગવાન મહાવીર દ્વારાનંદિવર્ધનના સૂર્યદત્ત તરીકેના પૂર્વભવનું, વર્તમાન તેમજ ભવિષ્યના ભવભ્રમણનું વર્ણન કરીને અંતે મહાવિદેહમાંથી મુક્તિ થવાનું વર્ણન છે. (૯) અધ્યયન : દેવદત્તા - (ઈર્ષ્યા – દ્વેષનું ફળ) આ અધ્યયનના એક ઉદ્દેશમાં રોહીડક નગર, પૃથ્વી વતંસક ઉદ્યાન, ધરણ યક્ષ, રાજા વૈશ્રમણદત્ત, રાણી શ્રીદેવી અને રાજકુમાર પુષ્પનંદીના વર્ણન પછી દત્ત અને કૃષ્ણશ્રીની પુત્રી દેવદત્તાને શૂળીપર ચઢાવવાનું દરય જોઈને ભગવાન ગૌતમ ગણધર દ્વારા જિજ્ઞાસા, ભગવાન મહાવીર દ્વારા દેવદત્તાના પૂર્વભવમાં સુપ્રતિષ્ઠ નગરના સિંહસેન રાજાની રાણી શ્યામા તરીકેનો પૂર્વભવ અને તેના દ્વારા અન્ય ૪૯૯ રાણીઓને ફૂટાગારમાં બાળી મારવાનું વર્ણન, વર્તમાન ભવ અને ભવિષ્યનું ભવભ્રમણ વર્ણવીને અંતે મહાવિદેહમાં મુક્તિ થવાની વાત છે. (૧૦) અધ્યયન : અંી - (વેશ્યાવૃત્તિનું ફળ) આ અધ્યયનના એક ઉદ્દેરાકમાં વર્ધમાનપુર, વિજય વર્ધમાન ઉદ્યાન, માણિભદ્ર યક્ષ, રાજા વિજયમિત્ર, ધર્મદેવ રોઠ, એની પત્ની પ્રિયંગુ અને પુત્રી અંજૂશ્રીના વર્ણન પછી ** O श्री आगमगुणमंजूषा ३ By

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59