________________
વીર-રાસ
રાસસાર સાંથે ભાવનગર આત્માનંદ સભાથી પ્રકા શિત ), જેસલમેર ભાં. સૂચી, ખરતગચ્છ-પટ્ટાવલી વિગેરેમાંથી આ સૂરિના સંબંધમાં થાડું ઘણું વૃત્તાન્ત
મળી શકે છે.
વિ. સં. ૧૩૩૧ માં જાલેારમાં પ્રખાધમૂર્તિ નામના પોતાના શિષ્યને સ્વયં પોતાના પટ્ટપર સ્થાપી તેમને જિનપ્રમેાધસૂરિ નામથી પ્રસિદ્ધ કરી જિનેશ્વર-ણિએ સૂરિ સ્વર્ગવાસી થયા.
જિનેશ્વરસૂરિને અનેક ઐાઢ વિદ્વાન શિષ્યા હતા, તેમાંના ૧૫ ના ટુંક પરિચય અહિં આપ્યા છે, જેમાં આ વીર્–રાસ રચનાર અભયતિલક ગણના પશુ
સમાવેશ થાય છે એ ઉપરથી અભયતિલકગણના ગુરુબંધુએ પણ કેવા સમર્થ પ્રતિભાશાલી હતા, તેને પણ કઈક ખ્યાલ થશે.
[૨]
(૧) અભયતિલક ગણિ
વિ. સ. ૧૩૦૭ માં પ્રાચીન ગૂજરાતી ભાષામાં રચાયેલી જણાતી ‘વીર·રાસ ' નામની જેમની ૨૧ કડીની ઐતિહાસિક લઘુકૃતિ ‘ જૈનયુગ ’ના ગત દીપાત્સવી ખાસ અંકમાં પ્રકટ થઇ છે, અને આર્વાચીન છાયા મેં આ સાથે લખી માકલી છે, તે અભયતિલકગણિત પરિચય અહિં ઉચિત ગણાશે.
અભયતિલકગણિની જન્મભૂમિ, જ્ઞાતિ માતા પિતા કે જન્મસમય, દીક્ષાસમય-સ્થલ સબંધમાં વિશેષ જાણવામાં આવ્યું નથી છતાં અનુમાનથી સમજી શકાય તેમ છે કે વિક્રમના તેરમા સૈકાના ઉત્તરાર્ધમાં અથવા અંતમાં તેમને જન્મ થયા હશે, તેમની દીક્ષા અને ગણિપદવી પણ તેજ અરસામાં થઈ હાવી જોઇએ; કેમકે વિ. સ. ૧૩૦૭ માં રચાયેલી જણાતી તેમની આ કૃતિમાં (૨૧ મી કડીમાં) અભયતિલક ગણિ નામના ઉલ્લેખ જોવામાં આવે છે.
૧૫૯
અભયતિલકગણુિની અમરકીર્તિરૂપ વિસ્તૃત અન્ય કૃતિ સુપ્રસિદ્ધ શ્રીમદ્ હેમચંદ્રચાર્યના સંસ્કૃત દ્વ્યાશ્રય મહાકાવ્ય પર સંસ્કૃતમાં ૧૭૫૭૪ સાડા સત્તરહજાર શ્લોક પ્રમાણુ ટીકા છે. જે મુંબઈ સરકારી સિરીઝારા એ ખંડમાં ઇ. સ. ૧૯૧૫ અને ૧૯૨૧ માં
પ્રકાશિત થઈ ગયેલ છે. આ ટીકા અભયતિલકગ
પૂર્વોક્ત જિનેશ્વરસૂરિના આદેશથી રચી હતી
અને વિ. સ. ૧૩૧૨ ની દીવાળીમાં પાણ્ડુપુરમાં પૂર્ણ કરી હતી. આ ટીકાનું સંશાધન તેમના વિદ્યાગુરુ લક્ષ્મીતિલક કવિએ કર્યું હતું.
જે જિનેશ્વરસૂતિ પરિચય ઉપર કરાવ્યા છે, તે જિનેશ્વરસૂરિ આ રાસકાર અભયતિલકગણિના દીક્ષાગુરુ હતા અને વિદ્યાગુરુ લક્ષ્મીતિલક ઉપાધ્યાય હતા, જેને પરિચય આ લેખમાં આગળ આપ્યા છે.
વા
આ સ્થલે પ્રાસ`ગિક એક ભ્રમનિવારણની અતિપરમ આવશ્યક્તા છે કે જેથી ભવિષ્યમાં એ
ભૂલ થતી' અટકે અને પરપરાએ લેખકા તે ભ્રાન્તિનું અનુકરણ ન કરતાં સત્યસ્વરૂપ પ્રકાશમાં મૂકે. આ ભ્રાન્તિવ્યાશ્રયના કર્તા સબંધમાં ઇતિહાસરસિક ફાર્બસ સાહેબે અને અન્ય લેખકાએ કરી જણાય છે. ફાર્બસ સાહેબની સુપ્રસિદ્ધ રાસમાળા કે જેનું ગુજરાતી ભાષાંતર, રા. રા. દીવાન બહાદુર રણછેાડભાઈ ઉદયરામારા થયેલું છે, જેની પુનઃ શાધિત તથા વતિ ત્રીજી આવૃત્તિ ( ભા. ૧ ) ફાર્બસ ગૂજરાતી સભાદ્વારા વિ. સ. ૧૯૭૮ માં પ્રકાશિત થયેલી છે; તેના પૃ. ૩૩૬ માં નીચેનાં વાયા ષ્ટિગાચર થાય છેઃ-~~
“ફ્રેંચાશ્રયનો પ્રારંભ, પ્રસિદ્ધિ પામેલા હેમાચાર્યે કરેલા જણાય છે. તે કુમારપાલના રાજ્યની સમાપ્તિએ ઈ. સ. ૧૧૪૭ ની પહેલાં મરણ પામ્યા હતા. ત્યાર પછી મલ્હાદનપટ્ટણ (સાવશા પાલગુપુર)માં લેશાજયતિલકગણી કરીને જૈનસાધુ હતા તેણે તે અધૂરા ગ્રંથનું સાંધણ ચલાવીને ઇ॰ સ૦ ૧૨૫૬ અથવા સંવત્ ૧૩૧૨ ની દિતિલકકવિએ, શુદ્ધ કરીને, ટીકા રચી છે, એવું ઉપરના વાળીને દહાડે પૂરો કર્યાં. ત્યાર પછી તેના ઉપર લક્ષ્મીસાધુ લખી ગયા છે. શ્રી દુર્લભરાજ રાજ્ય કરતા હતા તે
વેળા શ્રી વમાન આચાય ગુજરાતમાં પ્રવાસ કરતા હતા તેની દીક્ષાલિમાંને નવમે લેશાજય પુરૂષ હતા એવું પાતે માને છે.”
તથા પૃ. ૩૩૭ માં નીચેનાં વાક્યા નજરે પડે છે— “ દ્વાશ્રયમાં હેમચન્દ્રના રચેલા કેટલે ભાગ હશે એ જાણવાને બની આવે, અને લેશાય અને લક્ષ્મી