________________
ના નિરંકુશ અને 'Sએ એતિહાસિક નવા
ઐતિહાસિકતા
નવલકથાની રચનામાં કલ્પના તથા કલાનું મિશ્રણ દાળમાં મીઠાના અથવા દુધપાકમાં શર્કરાના મિશ્રણ જેટલું જ થવું જોઈએ, કે જેથી દાળ તથા દુધપાકની મલિક સ્વાદિષ્ટતા પ્રમાણે ઇતિહાસની મૌલિક વાસ્તવિકતા રક્ષાયેલી રહે, અને તેમાં વિપરીતતા કિંવા વિકતિનો આવિર્ભાવ ન થવા પામે; કારણ કે, જે અતિહાસિક નવલકથામાં પણ નવલકથાકાર પિતાની યથેચ્છ કલ્પનાઓના નિરંકુશ અને ગમે તેમ દેડાવવાની દુષ્ટતા કરતે રહે અને કલાના નામથી ઐતિહાસિકતાને પિતાની ઈચ્છા અનુસાર ભ્રષ્ટ તથા વિકૃત કરતે રહેતે તેથી ઐતિહાસિક નવલકથાને જે વાસ્તવિક ઉદ્દેશ છે તે વાસ્તવિક ઉદેશને સર્વથા લોપ થઈ જાય છે, અને એવી કલ્પનાપ્રધાન ઐતિહાસિક નવલકથાઓ જનસમાજમાં દેશના વાસ્તવિક ઇતિહાસને બદલે ઇતિહાસની ભ્રષ્ટતાનેજ પ્રસારતી રહે છે, અને દેશના ઇતિહાસનાં ભૂતકાલિક ગૌરવને નષ્ટ કરી ભાવ ઉત્કર્ષને પણ અટકાવતી રહે છે ઇતિહાસની ભ્રષ્ટતા કિંવા વિકતિ એ શબ્દોથી મારો જે અર્થને દર્શાવવાનો આશય છે તે અર્થ એ છે કે ઇતિહાસમાં જે વ્યકિતનું ચારિત્ર્ય અધમ આલેખાયેલું હોય તે વ્યકિતના ચારિત્ર્યને ઐતિહાસિક નવલકથામાં આદર્શ કિંવા ઉત્તમ આલેખવાનો પ્રયત્ન કરવો એ જેવી રીતે ઇતિહાસની ભ્રષ્ટતા છે તેવી જ રીતે ઇતિહાસમાં જે વ્યકિતનું ચારિત્ર્ય આદશ કિંવા ઉત્તમ આલેખાયેલું હોય તે વ્યકિતના ચારિત્ર્યને કલા અથવા એવાજ અન્ય કોઈ પંગુ નિમિત્તથી બુદ્ધિપૂર્વક નીચ, હીન તથા અધમ આલેખવાની ચેષ્ટા કરવી તે પણ ઈતિહાસની ભયંકર ભ્રષ્ટતાજ છે. અને ઈતિહાસની એ ભયંકર ભ્રષ્ટતા રા. કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓમાં ભયંકર સ્વરૂપમાં આપણું જોવામાં આવી શકે છે. કારણ કે, ગુજરાતના સ્વામી તથા પાટણના પ્રભુ કર્ણ સોલંકીની જે સતી સાધ્વી ધર્મપત્નિ અને ગુજરાતનો નાથ સિદ્ધરાજ જયસિંહની માતા મહારાણી મયણલ્લાદેવી ચારિત્ર્યમાં અલ્પસ્વલ્પ કલંકને દર્શાવનારૂં એક પણ પ્રમાણે ગુજરાતના મીનળદેવી ઇતિહાસની ઉપલબ્ધ સામગ્રીમાં ક્યાંય પણ દષ્ટિગોચર નથી થતું. માત્ર એટલું જ નહિ, પણ જેની નિષ્કલંકિતા, પવિત્રતા, પતિપરાયણતા તથા અલૈકિક પ્રજાવત્સલતાને દર્શાવનારા પ્રમાણે ગુજરાતના ઇતિહાસ ગ્રંથમાં
જ્યાં દૃષ્ટિપાત કરીએ ત્યાં વિસ્તરેલાં જોવામાં આવે છે, તે પ્રાતઃસ્મરણીયા ગુજરાતની માતા, આપણું સર્વે ગુજરાતીઓની માતા મહારાણી મયણલ્લાદેવી-મીનળદેવીના નિષ્કલંક ચારિત્ર્યને રા. કનૈયાલાલ મુનશીએ પાટણની પ્રભુતા” નામક પિતાની લખેલી ઐતિહાસિક નવલકથામાં એક કુશળ વ્યભિચારિણી વનિતાના ચારિત્ર્ય પ્રમાણે આલેખવાની સ્નેહલગ્ન કિંવા હૃદય લગ્ન તથા કલાના નિમિત્તથી ચેષ્ટા કરી છે, અને તેમની એ ચેટ સર્વથા વિધાતક તથા ઘણાજનક છે, એ વાર્તા વાદવિવાદના પરિણામે ઉપર જણાવ્યા પ્રમાણે જેકે નિર્વિવાદ સિદ્ધ થઈ ચૂકી છે; તથાપિ આવી ઐતિહાસિક નવલકથાઓ દ્વારા જનસમાજમાં જે ઈતિહાસ ભ્રષ્ટતાને પ્રચાર થએલે હોય તે ઈતિહાસભ્રષ્ટતાના નિવારણ માટે અને સર્વ સાધારણ જનસમાજમાં ઇતિહાસની વાસ્તવિકતાને પ્રચારવા માટે જે ઐતિહાસિક નવલકથાઓમાં ઈતિહાસની વાસ્તવિકતાનું સંપૂર્ણ રક્ષણ કરાયેલું હોય અને ઇતિહાસની વાસ્તવિકતાને મનોરંજક સ્વરૂપમાં સિદ્ધ કરવા પુરતુંજ જેમાં કલ્પનાનું કલાવિધાનયુકત મિશ્રણ કરાયેલું હોય તેવી શુદ્ધ ઐતિહાસિક નવલકથાઓના લેખન તથા પ્રકાશની અત્યારના સમયમાં આપણા ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં અનિવાર્ય આવશ્યકતા હોવાથી “પાટણની પ્રભુતા'ની પ્રતિવાદરૂપિણી પ્રસ્તુત “મહારાણી મયણલ્લા અથવા ગુજરાતની માતા’ નામક ઐહિાસિક નવલકથા લખવામાં આવી છે અને જેને ગુજરાતની પ્રજા મીનળદેવી નામથી ઓળખે છે, પરંતુ કર્ણાટકવાસિની હોવાથી જેનું વાસ્તવિક નામ મયણલદેવી અથવા મયણલ્લાદેવી છે તે મહારાણી મયણલ્લાદેવીના આદર્શ જીવન ચરિત્રને અથ થી ઇતિ પર્યત પ્રકાશ કરી શકાય એટલા માટે પ્રસ્તુત નવલકથામાં મયણલ્લાદેવીનાં કર્ણ સેલંકી સાથેના લગ્નને પ્રસ્તાવ થયે ત્યારથી આરંભીને કર્ણાવતીમાં થયેલા કણ સેલંકીના મૃત્યુની ઘટન પર્યન્તને એટલે કે સંવત ૧૧૩૮ થી સંવત ૧૧૫ર સુધીને ૧૫ વર્ષનો સમય લેવામાં આવ્યું છે અને જે જીવન અવિચળ રહેશે તે સિદ્ધરાજ જયસિંહદેવની કાર્યકાતિની એક અન્ય ઐતિહાસિક નવલકથા પ્રસ્તુત નવલથામાંના કેટલાંક પ્રધાન પાને આગળ લંબાવીને લખવાને મારે મનભાવ છે. પરંતુ મારી એ મરથ સિદ્ધિને આધાર પરમાત્માની ઈચ્છા૫ર રહેલું હોવાથી અત્યારે હું વિશેષ કાંઈ પણ લખી શકતો નથી.